SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ * ૩૭૧ દ્રવ્ય-ગુણ-કાર્યનો રાસ +ટબો (૧/૨)] ઉત્પાદ-વ્યયગૌણતા રે, સત્તાગ્રાહક નિત્યો; કોઈક પર્યાયાર્થિકઈ રે, જાણો સ્વભાવ અનિત્યો રે .૧૩/રા (૨૧૦) ચતુર. ૨ ઉત્પાદ-વ્યયગૌણત્વઈ સત્તાગ્રાહક દ્રવ્યાર્થિકનઈ નિત્યસ્વભાવ કહિઈ ૩. કોઈક પર્યાયાર્થિક નય ઉત્પાદ-વ્યયગ્રાહક હોઈ.તેણઈ કરી અનિત્યસ્વભાવ જાણો ૪. આ ૧૩/રા. उत्पाद-व्ययगौणत्वे सत्ताग्रहे च नित्यता। उत्पाद-व्ययमुख्यत्वे पर्यायार्थादनित्यता।।१३/२।। परामर्शः નિત્યાનિત્યસ્વભાવગ્રાહક નયનો વિચાર પણ - ઉત્પાદ-વ્યયને ગૌણ કરવામાં આવે અને સત્તાનું ગ્રહણ કરવામાં આવે તો (દ્રવ્યાર્થિકનયથી) દ્રવ્યમાં નિત્યતા કહેવાય છે. તથા ઉત્પાદ-વ્યયને મુખ્ય કરવામાં આવે તો પર્યાયાર્થિકનયથી અનિત્યતા જણાય છે. (૧૩૨) નિત્યસ્વભાવનો મહિમા પ્રગટાવીએ ? કિપી - આત્મદ્રવ્યરૂપે જેમ પોતે નિત્ય છે તેમ અસંખ્યાત્મપ્રદેશસ્વરૂપ સ્વક્ષેત્રરૂપે ૨ પણ પોતે નિત્ય જ છે. આત્મા પોતે સૈકાલિક હોવાથી નિકાળસાપેક્ષ નિત્યત્વનો પણ પોતાનામાં સ્થા અપલોપ થઈ ન શકે. તેમજ નિજ શુદ્ધસ્વભાવરૂપે પણ આત્મા નિત્ય જ છે. તે આ રીતે સમજવું:(૧) શરીર, ઈન્દ્રિય, અંતઃકરણ, વિજાતીય વ્યક્તિ વગેરે બાહ્ય નિમિત્ત, (૨) સંસ્કાર સ્વરૂપ (ન આંતરિકનિમિત્ત, (૩) કર્મ, (૪) કાળ, (૫) નિયતિ વગેરે પરિબળોના સહારે શરીર, ઈન્દ્રિય, મન અને કર્મમાં ગમન-આગમન-ભાષણ-ભોજન વગેરે ક્રિયાઓ, તર્ક, વિતર્ક, વિકલ્પ અને રાગાદિ વિભાવ આ પરિણામો ઉત્પન્ન થાય છે. પરંતુ તે સમયે પણ શુદ્ધનયની દષ્ટિએ તો આત્મા શુદ્ધચૈતન્યસ્વરૂપે જ છે રહેલો હોય છે. કારણ કે શુદ્ધનયમતે આત્મા આશ્રવ, બંધ, સંવર, નિર્જરા વગેરે પરિણામથી નિત્યનિવૃત્ત 3 છે. આશ્રવાદિ પરિણામો કર્મપુદ્ગલના છે. શુદ્ધનયની દૃષ્ટિએ આત્માને તેની સાથે કોઈ લેવા-દેવા નથી. વા આત્માનું સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય છે. શુદ્ધ ચૈતન્ય કાયમ અસંગ છે. દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મનો સંગ છે. - સંપર્ક નિર્મળ ચેતનામાં નથી. તે તો સદા અક્રિય છે, નિષ્ક્રિય છે. શુદ્ધ ચૈતન્યમાં કદાપિ વિક્રિયા થતી નથી. તે હંમેશા નિરાકાર છે. તે ક્યારેય બંધાતું નથી. બંધદશારહિત તે શુદ્ધચૈતન્ય છે. સદેવ અનાબાધ = પીડાશૂન્ય અને અચલ છે. શુદ્ધચૈતન્ય ક્યારેય અન્ય સ્વરૂપે પરિણમતું નથી. તે અનુપમ છે. પ્રતિક્ષણ તે નિરાવરણ છે. તે ક્યારેય પણ આવરતું નથી. કારણ કે તે કર્મની ઉપાધિ વગરનું છે. તેમાં કોઈ કલંક-દોષ નથી. તે ભ્રાન્તિશૂન્ય છે. તેમાં રાગ-દ્વેષની આકુળતા-વ્યાકુળતા હોતી નથી. જે પુસ્તકોમાં “ગ્રાહક પાઠ. આ.(૧)+કો.(૪+૬)નો પાઠ લીધો છે. 8. પુસ્તકોમાં “નિત્ય' પાઠ. મો(૧)નો પાઠ લીધેલ છે.
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy