SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૦ [ અધ્યાત્મ અનુયોગ સહિત શુદ્ધવર્તના સ્વરૂપ સ્વકાળે હું છું. અતીત, અનાગત કે પરકીય વર્તનાસ્વરૂપ પરકાળે મારું અસ્તિત્વ નથી. (૪) શુદ્ધ ઉપયોગ સ્વરૂપ નિજસ્વભાવરૂપે હું છું. એ શુદ્ધ ઉપયોગ અક્રિય (બાહ્યક્રિયાશૂન્ય), અખંડ, અતીન્દ્રિય, નિર્વિકલ્પ, નિસ્તરંગ, નિરાવરણ, કેવળ સ્વપ્રકાશમય, અપરોક્ષ અને અન્યથી (= ઈન્દ્રિય -મન વગેરેથી) નિરપેક્ષ છે. તેમજ અવિચલ સમતા, શાશ્વત શાંતિ, સહજ સમાધિ, પરમ આનંદ, અનંત શક્તિ અને પ્રકૃષ્ટ શુદ્ધિથી તે શુદ્ધોપયોગ સારી રીતે વણાઈ ગયેલ છે, એકમેક બની ચૂકેલ છે. આવા શુદ્ધોપયોગાત્મક નિજ સ્વભાવે જ હું વર્તુ છું. પરંતુ ગમન-આગમન, ભોજન, ભાષણ, શયન (નિદ્રા), આસન (= બેસવું) વગેરે ક્રિયા તો પરભાવ છે. તે સ્વરૂપે મારું અસ્તિત્વ નથી. તે જ રીતે રાગાદિ વિભાવ પરિણામ, વિકલ્પ, વિતર્ક, અન્તર્જલ્પ (મનમાં થતો બબડાટ), રસ-ઋદ્ધિ-શાતા ગારવ, આહાર-ભય-મૈથુન -પરિગ્રહ સંજ્ઞા, સ્ત્રી-ભોજન-દેશ-રાજકથાસ્વરૂપ ચાર વિકથા, ક્રોધાદિ ચાર કષાય, સ્ત્રી-પુરુષ-નપુંસકવેદ, ર કૃષ્ણાદિ છલેશ્યા, મિથ્યાત્વ, અજ્ઞાન, અસંયમ, અસિદ્ધત્વ વગેરે સ્વરૂપ ઔદયિકભાવરૂપે પણ મારું અસ્તિત્વ છે. નથી. તે ઔદયિક ભાવ મારા માટે પરભાવ જ છે. તે જ રીતે મતિજ્ઞાન વગેરે ક્ષાયોપથમિક ભાવસ્વરૂપે - પણ મારું અસ્તિત્વ નથી. કેમ કે મતિજ્ઞાનાદિ પરિણામો પણ વિભાવગુણ વ્યંજનપર્યાય જ છે. [આ વાત dી આગળ (૧૪૪) જણાવવામાં આવશે. આથી તે સ્વભાવે હું નથી રહેતો. જ્ઞાનમાં જે પરપ્રતિભાસ થાય છે, તે પણ ઉપચરિત છે, વાસ્તવિક નહિ. [આ વાત પૂર્વે (૧૨/૧૦) જણાવેલ જ છે.) તો પછી પરપ્રતિભાસ એ –વિષયપ્રતિભાસ જ જેમાં સામાન્યથી મુખ્યપણે છવાયેલ હોય તેવા વિભાવગુણવ્યંજનપર્યાય સ્વરૂપ મતિ A -શ્રુતાદિ તરીકે હું કઈ રીતે પરિણમી જાઉં? તેથી તે સ્વરૂપે હું નથી જ' - આવું હૃદયસ્પર્શી રીતે જાણીને છે સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવસાપેક્ષપણે આપણા અસ્તિત્વને અપરોક્ષપણે અનુભવવા માટે નાભિકમળમાં કે વો હૃદયકમળમાં અસંગભાવે ઉપયોગને કેન્દ્રિત કરી સ્વભાવને = પોતાના પરિણામને ધવલ બનાવવા પ્રયત્નશીલ રહેવું. તથા “પરકીય દ્રવ્યાદિની અપેક્ષાએ આપણું અસ્તિત્વ નથી, પરકીય દ્રવ્યાદિમાં આપણું અસ્તિત્વ નથી' – આવું જાણી હમણાં બતાવેલ પરકીય દ્રવ્ય-ક્ષેત્રાદિ પ્રત્યે મધ્યસ્થતાને ધારણ કરવી. પરકીય દ્રવ્યાદિમાં થતાં ફેરફારના નિમિત્તે કોઈ આંતરિક ખળભળાટ ઉભા થઈ ન જાય તેની કાળજી રાખવી. 8 આજ્ઞાવિચય ધર્મધ્યાનને પામીએ હ9 અસ્તિસ્વભાવથી અને નાસ્તિસ્વભાવથી વણાયેલ એવા પોતાના આત્મતત્ત્વનું જ સર્વદા ધ્યાન ધરવું જોઈએ. આ જ અભિપ્રાયથી બૃહયચક્રમાં માઈલ્લધવલજીએ જણાવેલ છે કે “સામાન્યરૂપે અને વિશેષરૂપે અસ્તિત્વાદિ સ્વભાવો જ્યાં પરસ્પર અવિરુદ્ધ બનીને રહેલા છે, તે પરમ નિજતત્ત્વ = આત્મતત્ત્વ છે.” આ રીતે પ્રસ્તુતમાં જિનાજ્ઞા મુજબ સ્વદ્રવ્યાદિચતુષ્કગ્રાહક દ્રવ્યાર્થિકનયથી ગ્રાહ્ય એવા અસ્તિસ્વભાવથી યુક્ત તથા પરદ્રવ્યાદિગ્રાહક દ્રવ્યાર્થિકનયથી ગ્રાહ્ય એવા નાસ્તિસ્વભાવથી યુક્ત એવા આત્માદિ દ્રવ્યને વિશે વારંવાર જિનાજ્ઞાનુસાર એકાગ્રપણે પ્રતીતિ કરવાનો અભ્યાસ કરવાથી આજ્ઞાવિચય નામનું ધર્મધ્યાન પ્રગટ થાય છે. કારણ કે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિજી મહારાજે ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રમાં શ્રી અજિતનાથ ભગવંતની દેશનાના અવસરે જણાવેલ છે કે “સ્વરૂપની અપેક્ષાએ સસ્વભાવથી યુક્ત તથા પરરૂપની દષ્ટિએ અસ્વભાવથી યુક્ત એવા દ્રવ્યોને વિશે જે સ્થિર પ્રત્યય = પ્રતીતિ છે તે આજ્ઞાવિચય નામનું ધ્યાન છે.” આવા ધર્મધ્યાનને પામવાની અહીં આડકતરી રીતે સૂચના પ્રાપ્ત થાય છે. તેનાથી વિશેષાવશ્યકભાષ્યમાં બતાવેલ નિર્વાણ ખૂબ નજીક આવે છે. ત્યાં જણાવેલ છે કે અતુલ, અજોડ, પરમ શાંતિ (= નિવૃત્તિ) અને સર્વોત્કૃષ્ટ સુખ એ જ નિર્વાણ છે.(૧૩/૧)
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy