SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૨ [ અધ્યાત્મ અનુયોગ સહિત નથી હોતી, તેમ બહારમાં પ્રવૃત્તિ ચાલતી હોવા છતાં અંતઃકરણ બહારમાં ક્યાંય ચોટેલું હોતું નથી. પ્રવૃત્તિમાં ઈષ્ટ-અનિષ્ટપણા વગેરેનો વિકલ્પ યોગીના અંતઃકરણમાં હોતો નથી. તેથી તે યોગી કર્મથી લેપાતા નથી.’ મતલબ કે સાધક ભગવાનની પ્રવૃત્તિ પણ નિવૃત્તિના રંગે રંગાયેલી હોવાથી નિવૃત્તિસ્વરૂપ જ છે. પછી પ્રવૃત્તિનિમિત્તક રાગાદિ ભાવકર્મનો બંધ કે જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મનો બંધ યોગીને ક્યાંથી થાય ? . શુદ્ધ પરિણતિનો પ્રાદુર્ભાવ - તથા તેનાથી પણ ઉપરની ભૂમિકામાં તો શુભ-અશુભ ભાવોથી પણ પોતાની અંતરંગ પરિણતિને જુદી પાડવાનો જ્ઞાનપુરુષાર્થ નિરંતર કરવાનો છે. આવો અંતરંગ જ્ઞાનઉદ્યમ જ્યારે તીવ્ર -પ્રબળ બને ત્યારે શુદ્ધ પરિણતિ પ્રગટે છે. પોતાની પરિણતિમાં જેટલી શુદ્ધતા હોય તેટલો જ પોતાની અંદર મોક્ષમાર્ગ જાણવો. ચોથા ગુણસ્થાનકથી માંડીને સર્વદા માત્ર શુદ્ધ પરિણતિ હોય છે. કેમ કે અનંતાનુબંધી કષાયાદિનો ત્યાં ક્ષયોપશમ થયેલ હોય છે. ચોથા ગુણસ્થાનકે સમકિતીનો ઉપયોગ તો ક્યારેક શુભ હોય, ક્યારેક અશુભ હોય તથા ક્યારેક શુદ્ધ હોય.પરંતુ સાતમા ગુણસ્થાનકથી માંડીને તો ઉપયોગ અ સર્વદા શુદ્ધ જ વર્તતો હોય. ચોથા વગેરે ગુણસ્થાનકે વર્તતી શુદ્ધ આત્મપરિણતિનું બળ જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે મોહક્ષોભશૂન્ય શુદ્ધોપયોગપરિણામસ્વરૂપ નૈૠયિક ચારિત્ર અંદ૨માં પ્રગટ થાય છે. મધ્યમપરિમાણ સ્યાદ્વાદરહસ્ય ગ્રંથમાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે આ અંગે જણાવેલ છે કે { “મોહનીય કર્મના ખળભળાટ વગરનો આત્મપરિણામ એ શુદ્ધ છે. કારણ કે તે અનાત્મતત્ત્વથી છવાયેલ નથી, વણાયેલ નથી. તે જ ખરેખર ‘ચારિત્ર’ શબ્દનો અર્થ છે.” આ વાતનું પ્રસ્તુતમાં અનુસંધાન કરવું. ઊ જ્ઞેય પ્રત્યે જ્ઞાનને ઉદાસીન બનાવીએ ઊ ดู તથા આવું નૈૠયિક ચારિત્ર પ્રગટ થયા પછી પોતાના સ્વભાવમાં જ સમ્યક્ પ્રકારે રહેવાની દશા પ્રગટે છે. ત્યાર બાદ આત્મભિન્ન પર જ્ઞેય પદાર્થો સામે ચાલીને નિર્મળ જ્ઞાનમાં જણાવા માટે ઉપસ્થિત ઢો થાય તો પણ જ્ઞાન તેના પ્રત્યે પૂર્ણતયા ઉદાસીન રહે છે. જ્ઞાનનો વિષય બાહ્ય જ્ઞેય પદાર્થ નહિ પણ છે સ્વાત્મક શેય અને જ્ઞાતા જ બને છે. અર્થાત્ જ્ઞાન પોતે જ પોતાને જાણે છે અને પોતાનાથી અભિન્ન એવા શુદ્ધચૈતન્યના અખંડ પિંડ સ્વરૂપ જ્ઞાતાને તે જ્ઞાન જાણે છે. સ્વાત્મક જ્ઞાન અને જ્ઞાતા - આ બન્નેથી ભિન્ન એવા બાહ્ય શેય પદાર્થને પ્રકાશવું-જાણવું એ જ્ઞાનનો મુખ્ય સ્વભાવ નથી. કારણ કે જ્ઞાન તો પોતાના આશ્રયભૂત અને પોતાનાથી અભિન્ન એવા આત્મદ્રવ્યમાં વિશ્રાન્ત છે, તૃપ્ત છે. મતલબ કે મુખ્યતયા જ્ઞાન માત્ર પોતાને જાણે છે અને પોતાનાથી અભિન્ન એવા જ્ઞાતાને જ જાણે છે, પ્રકાશે છે. તેથી જ્ઞાનમાં જે સ્વપ્રકાશકત્વ સ્વભાવ છે, તે નિરુપચરિત છે. તથા જે પપ્રકાશકત્વ સ્વભાવ છે, તે ઉપચરિત છે. આ વાત પૂર્વે (૧૨/૧૩) વિસ્તારથી જણાવેલ છે. તેની અહીં ઊંડી ભાવના કરવી. એક તાત્ત્વિક તપની ઓળખ ક જિજ્ઞાસા :- જ્ઞાનના આવા નિરુપચરિતસ્વભાવનો આપણને અનુભવ ક્યારે તાત્ત્વિક રીતે થાય? ઘણો તપ કરવા છતાં તેનો અનુભવ તો થતો નથી. સ્વચ્છંદપણે, બેમર્યાદપણે, નિર્લજ્જપણે, રુચિપૂર્વક દોષોમાં તણાયે રાખવાનું વલણ એ દોષોની ઉત્કટતાને દર્શાવે છે. તેથી (૧) સૌપ્રથમ દોષોના કટુ ફળને હૃદયસ્પર્શી રીતે વિચારીને ઉત્કટ દોષોના ઢગલા જીવનમાંથી ઝડપથી રવાના થવા જોઈએ. પછી સંવેગ પ્રગટવો જોઈએ.
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy