SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય-ગુણ-૫યાયનો રાસ + ટબો (૧૪/૭)]. ૬ ૨૧ બનતું નથી તો તેને કાદવ ચોટતો નથી, તેમ ભવનાટકમાં અમૂઢ સાધકને પાપ-પંક ચોટતું નથી. જેમ મૂઢતા વિના સંસારનાટકને જોનારા મુક્તાત્માઓ ખેદ, ઉદ્વેગ વગેરે પામતા નથી, તેમ મૂઢતા વિના સંસારનાટકને જોતો સાધક ખરેખર ખેદ, ઉદ્વેગ પામતો નથી. આ જ અભિપ્રાયથી જ્ઞાનસારમાં જણાવેલ છે કે “જેમ આકાશ કાદવથી લેપાતું નથી, તેમ જે વળગેલા, ઉદયમાં આવેલા ઔદયિકાદિ ભાવોમાં મૂઢ થતો નથી તે પાપથી લપાતો નથી. “સંસારચક્ર' નામના નગરમાં રહેવા છતાં પોળેપોળ (= પ્રત્યેક સંસારી જીવમાં) ચાલી રહેલા આત્મભિન્ન એવા પુદ્ગલદ્રવ્યના નાટકને માત્ર જોતો (પરંતુ કરતો કે ભોગવતો નહિ એવો) અમૂઢ સાધક (= પ્રેક્ષક) ખેદને પામતો નથી.” & શુદ્ધ ચેતન્યના અખંડ પિંડ ઉપર દ્રષ્ટિને સ્થાપીએ છે આ રીતે અભ્યત્તર મોક્ષમાર્ગે આગળ વધતાં ઉપરની દશામાં તો પ્રશસ્ત કાયિકપ્રવૃત્તિ, પ્રશસ્ત વાણી, પ્રશસ્ત ભાવ, પ્રશસ્ત વિચાર, પ્રશસ્ત વિકલ્પ વગેરેમાં “હું પણાની બુદ્ધિને અને મારાપણાની બુદ્ધિને તથા કર્તા-ભોક્તાપણાની બુદ્ધિને છોડીને તેમાં ભળ્યા વિના, તન્મય બન્યા સિવાય, મૂક સાક્ષીભાવનો 24 અભ્યાસ કરવો. પોતાના શુદ્ધ ચૈતન્યના અખંડ પિંડ ઉપર દૃષ્ટિને સ્થાપીને, સ્વાત્મદ્રવ્ય ઉપર રુચિનું જોર આપીને, “બહારમાં ઉચિત પ્રશસ્ત પ્રવૃત્તિ થતી રહે અને અંદરમાં યોગ્ય શુભ ભાવો પ્રવર્તતા રહે વાં તથા તે પણ કર્તુત્વ-ભોસ્તૃત્વભાવને છોડીને પ્રવર્તતા રહે - તેવી પોતાની આત્મદશા કેળવવાની છે અને તેમ સમ્યફ પ્રકારે વધારવાની છે. તેનાથી હું દેહાદિથી છૂટું ચેતન તત્ત્વ છું – આ પ્રમાણે સાધકને અંદરમાં આત્મભાવભાસન થાય છે. આ રીતે આત્મભાવનું ભાસન કાળક્રમે બળવાન થતું જાય છે. તેના લીધે આ સાધક પ્રભુનો ઉપયોગ અખંડ શુદ્ધ આત્મદ્રવ્યને સાક્ષાત્ ગ્રહણ કરવામાં તત્પર થાય છે. ઉપયોગની યોગમાં = દેહાદિપ્રવૃત્તિમાં લીનતા ઘટે છે, આત્મામાં લીનતા વધે છે. તેથી કર્મોને આત્મામાં પગપેસારો ! કરવાના દરવાજા (= આશ્રવ) બંધ થતા જાય છે અને ભાવ સંવરધર્મ વર્ધમાન બને છે. પ્રસ્તુતમાં અધ્યાત્મસારના એક શ્લોકના પદાર્થને જોડવા પ્રયત્ન કરવો. ત્યાં મહોપાધ્યાયજીએ જણાવેલ છે કે “આત્મામાં જે અંશે યોગ હોય, તે અંશથી આશ્રવ માન્ય છે. જે અંશે ઉપયોગ હોય, તે અંશથી આત્માને સંવરનો લાભ થાય છે. યોગ બહારમાં અને અંદરમાં પ્રવૃત્તિ કરવાના પરિણામસ્વરૂપ છે. કારણ કે મન-વચન-કાયાની ક્રિયા યોગ કહેવાય છે. તેથી તેમાં આશ્રવહેતુતા સંગત થાય છે. તથા ઉપયોગ નિવૃત્તિપરિણામસ્વરૂપ છે. કારણ કે પૂર્વે (૧૧/૪) જણાવી ગયા તે મુજબ ઉપયોગનું લક્ષણ છે - નિજ ચૈતન્યસ્વરૂપઅનુયાયી પરિણામ. તેથી તેમાં સંવરહેતુતા વ્યાજબી છે. પ્રવૃત્તિ પણ નિવૃત્તિના રંગે રંગાયેલી હોય છે આ રીતે ભોજન, ભાષણ, શયન, ગમન, આગમન, વસ્ત્ર પરિધાન વગેરે પ્રવૃત્તિઓમાં ઈષ્ટત્વ -અનિષ્ટત્વનો વિકલ્પ ખરી પડવાથી, ગમા-અણગમાનો ભાવ રવાના થવાથી સાધકને કર્મલેપ સંભવતો નથી. તે પ્રવૃત્તિઓ બહારમાં ચાલતી હોય છે. અંતઃકરણ તેમાં ભળેલું હોતું નથી. તેનું અંતઃકરણ નિવૃત્તિપ્રધાન બની ચૂકેલું હોય છે. કેમ કે સાધકને અખંડજ્ઞાનાનંદમય પોતાના સ્વરૂપનું અનુસંધાન અંદરમાં પ્રવર્તતું હોય છે. પ્રસ્તુતમાં ધ્યાનદીપિકાની વાત ધ્યાનમાં લેવી. ત્યાં શ્રીસકલચન્દ્ર ઉપાધ્યાયજીએ જણાવેલ છે કે “સાધકનું અંતઃકરણ નિઃસંગ-નિર્લેપ હોય છે. છતાં તે યોગી જાણે કે સંગવાળા જીવની જેમ બહારમાં પ્રવૃત્તિ કરે છે. જેમ વૃક્ષની છાયા જમીન ઉપર પડે છતાં પણ તે છાયા જમીનને વૃક્ષની જેમ ચોટેલી
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy