SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ [ અધ્યાત્મ અનુયોગ સહિત ભાવના ભવનાશિની છે ભાવનાનો પ્રભાવ દેખાડવાની ઈચ્છાથી શ્રીહરિભદ્રસૂરિજીએ ધર્મબિંદુ ગ્રંથમાં પણ જણાવેલ છે કે “ભાવના જ મોક્ષનું મુખ્ય કારણ છે. નિર્મળ ભાવના સ્થિર થવાથી જ તમામ કલ્યાણની સ્થિરતા સંગત થાય છે. ખરેખર પવિત્ર ભાવનાથી વણાયેલો બોધ એ જ પરમાર્થથી જ્ઞાન છે.” આ સંદર્ભ પૂર્વે (૧/૫) દર્શાવેલ છે. આ રીતે અહીં જણાવેલ સમતા અને ભાવના બન્નેના બળથી ધ્યાનયોગ ઝડપથી સિદ્ધ થાય છે. યોગબિંદુ, ધાત્રિશિકા પ્રકરણ વગેરેમાં ધ્યાનયોગનું વિસ્તારથી વર્ણન મળે છે. અહીં જણાવેલ સમતા અને ભાવના મેળવ્યા બાદ “સાધક ભગવાન દેહથી અને સર્વ સંયોગથી ભિન્ન સ્વરૂપે પોતાના આત્માને જુએ છે” - આ પ્રમાણે ધ્યાનશતકમાં જે જણાવેલ છે, તેનો વિષય સાધક સ્વયં બને છે. તેવું સૌભાગ્ય સાધકને સાંપડે છે. અ આપણે આપણામાં રહીએ - અનુયોગદ્વારસૂત્રની મલધારવ્યાખ્યામાં જણાવેલ છે કે “દરેક વસ્તુ પોતાનામાં જ રહે છે. પોતાનાથી એ ભિન્ન આધારમાં કોઈ પણ વસ્તુ રહેતી નથી.” આ વાતનું અનુસંધાન કરીને “અનંત ગુણોથી અભિન્ન એવા પોતાના જ આત્મામાં પોતાનું અસ્તિત્વ છે, શરીર-ઈન્દ્રિય-મન-કર્મ-કષાય વગેરેમાં નહિ - આ હતી પ્રમાણે સાધકે વારંવાર દઢપણે ભાવના કરવી તથા તેની અનુભૂતિ કરવી. છે સંસારનાટક જેવાની કળા શીખીએ : એ જ રીતે “સર્વ ભાવો-પદાર્થો પરમાર્થથી પોતાના જ સ્વભાવને કરે છે' - આ અધ્યાત્મબિંદુ આ ગ્રંથના વચનને મનમાં રાખીને આત્માર્થી સાધકે સંસારનાટકને નાટક સ્વરૂપે જોવા માટે પ્રયત્ન કરવો. તે યાદ રહે - નાટક જોવાનું છે, કરવાનું નથી. નાટકને જોવાની પદ્ધતિ આ રીતે સમજવી. (૧) “કર્મ, કાળ, લોકસ્થિતિ, ભવસ્થિતિ, ભવિતવ્યતા, આવરણશક્તિ, વિક્ષેપશક્તિ, વિભાવાદિદશા, યો મહામિથ્યાત્વ, કર્તૃત્વશક્તિ, ભોıત્વશક્તિ, પૂર્વોક્ત (પૃ.૫૫૯) સહકમળ, કામદેવ, વિષયાભિલાષ, આ મહામોહ, રાગકેસરી વગેરે સૂત્રધારોના દોરી સંચાર મુજબ સંસારનાટકનું સંચાલન થઈ રહ્યું છે. (૨) શરીર, ઈન્દ્રિય, મન, કષાયાદિ વિભાવ પરિણામ, વિકલ્પ, વિચાર વગેરે વિવિધ પાત્રો પોત-પોતાનો ભાગ (Role) ભજવી રહ્યા છે. (૩) આવરણશક્તિ જાદુગરની જેમ નજરબંધી વડે મારા અનંત આનંદમય નિર્વિકાર શુદ્ધ ચૈતન્યસ્વરૂપને આવરી લે છે, ઢાંકી દે છે. (૪) વિક્ષેપશક્તિ ચિત્તમાં અવનવી મિથ્યા આકૃતિઓને, નવી-નવી રાગપરિણતિઓને, મોટી અને ખોટી આશાઓને, વ્યર્થ ચિંતાને, જુદી-જુદી ફોગટ કલ્પનાઓને, ભવિષ્યકાલીન ભોગસુખના સંકલ્પને, ભૂતકાલીન ભોગસુખની સ્મૃતિ વગેરેને સતત ઉપસાવે જ રાખે છે, ઉપજાવે જ રાખે છે. (૫) મનોગત તે મિથ્યા આકૃતિ-રાગ-આશા વગેરેને વેગ આપવાનું, પ્રકૃષ્ટપણે વધારવાનું કામ, વિભાવદશા, વિકલ્પદશા, આશ્રવદશા, બંધદશા વગેરે કરે છે. મિથ્યાત્વનો ખતરનાક ખેલ છે (૬) તે વર્ધમાન મિથ્યા આકૃતિ-રાગ-આશા વગેરેમાં હું પણાની, મારાપણાની અને સારાપણાની બુદ્ધિને મહામિથ્યાત્વ પેદા કરે છે. ચિત્તમાં ભાસમાન તેવી વિજાતીય વ્યક્તિ વગેરેની આકૃતિને ઉદેશીને
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy