SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટબો (૧૬/૭)]. ૬૧૭ કર્મજન્ય પરિણામોમાં પોતાપણાનો, મમત્વાદિનો આરોપ કરવાનો ઉત્સાહ છોડી જ દેવો. કર્મજન્ય પરિણામને કદાપિ પોતાના ન મનાય. બાકી મિથ્યાત્વ દઢ થાય. ૪ મોક્ષમાર્ગમાં નિર્મળ ભાવની મુખ્યતા ૪ આનાથી એ ફલિત થાય છે કે મોક્ષમાર્ગમાં પ્રશસ્ત પ્રવૃત્તિ કે પ્રશસ્ત વાણી ઉપર વધુ ભાર આપવાનો નથી. તે બન્નેની મોક્ષમાર્ગમાં મુખ્યતા નથી, પરંતુ આત્માના નિર્મળ ભાવોની અહીં મુખ્યતા છે. તેથી આત્માના નિર્મળ ભાવો ઉપર વધુ ઝોક આપવાનો છે. જેમ કે “મારે મોક્ષે જવું છે' - આટલું બોલવાથી મોક્ષપ્રાપ્તિ ન સંભવે. પરંતુ “મારે રાગાદિ તમામ દોષોથી મુક્ત તથા પરિપૂર્ણ -પરિશુદ્ધ ચૈતન્યપિંડાત્મક એવું મારું આત્મસ્વરૂપ આ જ ભવમાં અત્યન્ત ઝડપથી સાધવું છે' - આવી ભવ્ય ભાવનાથી જ મોક્ષની પ્રાપ્તિ થાય. તેથી તેવી ભાવના ભીંજાતા હૃદયે રાત-દિવસ કરવા ઉપર વધુ લક્ષ રાખવાનું છે, તેનું મુખ્ય પ્રણિધાન કરવાનું છે. આ જ રીતે આત્મજ્ઞાનગર્ભિત વૈરાગ્ય, પ્રશમભાવ, ચિત્તપ્રસન્નતા, અંતર્મુખતા, સંવેદનશીલતા, સંવેગ, સરળતા, કોમળતા, નમ્રતા વગેરે નિર્મળ ભાવોને એ પ્રણિધાનપૂર્વક રોજે રોજ સમ્યફ પ્રકારે વધારવા. કારણ કે ધર્મસંગ્રહવૃત્તિમાં શ્રીમાનવિજય ઉપાધ્યાયે જણાવેલ છે કે “ભાવ જ મોક્ષમાર્ગમાં મુખ્ય છે.' - t શુદ્ધાત્મતત્ત્વની ભાવના કરીએ . મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે ઉપદેશરહસ્યવ્યાખ્યામાં જણાવેલ છે કે “સહજ, અવિકૃત, કૂટસ્થ ધ્રુવસ્વભાવવાળા આત્મસ્વરૂપની ભાવના કરવી જોઈએ, તેનું ધ્યાન કરવું જોઈએ.” આ બાબતને લક્ષમાં રાખીને આત્માર્થી સાધકે રોજ પોતાના શુદ્ધ આત્મસ્વરૂપની દઢપણે ભાવના કરવી જોઈએ. ત. શરીર-ઈન્દ્રિય-અંતઃકરણાદિથી ભિન્ન એવા પોતાના નિરુપાધિક, સહજસમાધિમય, પરમશાંત-રસસ્વરૂપ, અનંત આનંદથી વણાયેલ શુદ્ધ ચૈતન્યસ્વભાવને અત્યંત ઝડપથી પ્રગટ કરવાની પાવન ભાવનાસ્વરૂપ યોગનો દઢપણે અભ્યાસ કરવાના યોગે દર્શનમોહનીય અને જ્ઞાનાવરણાદિ કર્મની નિર્જરા થવાથી ગ્રંથોના | ગર્ભિત અર્થો અને ગૂઢાર્થો સ્વયમેવ વિના પ્રયત્ન ફુરતા જાય છે અને પરિણમતા જાય છે તથા જ્ઞાન પારમાર્થિક બને છે. તેથી નિર્મળ ભાવના એ જ મોક્ષમાર્ગનો પ્રાણ છે. 9 તત્ત્વભાસનથી ભાવનાયોગની નિષ્પત્તિ છે શુદ્ધ આત્માના સ્વરૂપમાં જે સાધકનું ચિત્ત લીન થયેલું હોય તેનો ઉપયોગ બહારમાં વિરક્ત બને છે, જીવો વિશે શાંત બને છે, સ્વગુણોને પચાવવા માટે ગંભીર થાય છે, આર્ટ્સ-કોમળ બને છે, શુદ્ધાત્મતત્ત્વને ગ્રહણ કરવામાં એકાગ્ર બને છે. તેના ઉપયોગના બળથી સાધક ભગવાનને પોતાના શુદ્ધ આત્મતત્ત્વનું ભાન થાય છે, આત્મભાવભાસન થાય છે. આવું નિજ શુદ્ધ ચૈતન્યસ્વરૂપનું ભાસન એ ભાવનાયોગની નિષ્પત્તિનું મુખ્ય કારણ છે. આ અંગે શ્રીહરિભદ્રસૂરિજીએ યોગશતકમાં જણાવેલ છે કે ધ્યેય પદાર્થમાં એકાગ્ર ચિત્તવાળાને તેમાં જ સતત ઉપયોગ હોવાથી તે ધ્યેય પદાર્થના આંતરિક મૌલિક સ્વરૂપનું અંદરમાં ભાસન થાય છે. તથા તે તત્ત્વભાસન જ પ્રસ્તુતમાં ઈષ્ટસિદ્ધિનું = ભાવનાયોગનિષ્પત્તિનું મુખ્ય કારણ છે.” તેથી ભાવનાયોગની નિષ્પત્તિ થાય એ અંગે સાચા સાધકે પ્રયત્ન કરવો જોઈએ. આ મુજબ અહીં આશય છે.
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy