SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય-ગુણ-૫યાયનો રસ + ટબો (૧૬/૭)]. ૬૦૭ શકું તેમ પણ નથી. કારણ કે હું તો વીતરાગ ચેતનતત્ત્વ જ છું. તો પછી શા માટે રાગનો સ્વીકાર કરવાની કલ્પનામાં મારે અટવાવું ? શા માટે રાગને આવકાર આપવાની ભ્રમણામાં મારે ભટકવું ? મારા માટે મારું વીતરાગ ચૈતન્યસ્વરૂપ જ ગ્રાહ્ય-આવકાર્ય-સત્કાર્ય-સન્માન્ય-પૂજ્ય-વંદનીય-ઉપાદેય છે. ૦ રાગ કરવાનો આત્માને અધિકાર નથી ? (૨૬) તથા રાગ મને તૃપ્તિ આપનાર પણ નથી. તૃપ્તિના મધુર ઓડકાર તો મને વિતરાગતાના જ આચમનમાં-આસ્વાદમાં આવી શકે. મૃગજળ જેવો રાગ તો તૃષ્ણાજનક-તૃષ્ણાવર્ધક જ છે. (૨૭) રાગ કરવાનો મને અધિકાર પણ નથી. મારા અધિકારક્ષેત્રમાં રાગનો સમાવેશ થતો નથી. તો પછી બિનઅધિકૃત ચેષ્ટા કરવાનો અપરાધ મારે શા માટે કરવો ? રાગના રણપ્રદેશમાં રખડવાનો નહિ પણ વીતરાગતાના નંદનવનમાં મહાલવાનો હું અધિકારી છું. (૨૮) તેથી મારે રાગને રાખવાનો-ટકાવવાનો -સાચવવાનો કે રાગની રક્ષા કરવાનો પ્રયત્ન પણ શા માટે કરવો ? રાગ રાખવા જેવો જ નથી. તો તેની રક્ષા-વૃદ્ધિ કરવાની વાતને પણ અવકાશ ક્યાંથી હોય ? (૨૯) રાગ મારો આશ્રય-આધાર પણ નથી. રાગના આધારે મારું અસ્તિત્વ નથી. રાગના આશ્રયે મારું વ્યક્તિત્વ નથી. રાગ વિના ન હું નિરાશ્રિત કે નિરાધાર બની જવાનો નથી. મારું અસ્તિત્વ તો સ્વયંભૂ છે. મારું તો શાશ્વત વ્યક્તિત્વ ધ્યા છે. હું સ્વાવલંબન છું, અનાલંબન છું. (૩૦) રાગ ચૈતન્યમય નથી, ચૈતન્યપ્રચુર નથી, ચૈતન્યનિર્મિત નથી. રાગ તો કેવલ કર્મપુદ્ગલમય જ છે, પૌદ્ગલિક જ છે. પુદ્ગલનિર્મિત જ છે. તમામ રાગ અસાર-અશુચિ-અનિત્ય ). (૩૧) તમામ પ્રકારના રાગ અસાર છે, તુચ્છ છે. રાગમાં કાંઈ સાર નથી, દમ નથી, માલ નથી. રાગ નીરસ અને વિરસ છે. બધો રસ-કસ મારા વીતરાગ ચૈતન્યસ્વભાવમાં જ ઠાંસી-ઠાંસીને તું ભરેલો છે. તેથી હવે મારે રાગસન્મુખ થવું જ નથી. (૩૨) રાગ શુચિ નથી, પવિત્ર નથી. પરમ છે શુચિતા-પવિત્રતા-શુદ્ધતા તો મારા વીતરાગ ચૈતન્યસ્વભાવમાં જ ભરેલી છે. (૩૩) રાગ શાશ્વત પણ બને નથી. તે નશ્વર છે. મારું ચેતનતત્ત્વ શાશ્વત છે. નાશવંત રાગના ભરોસે મારો અનંત કાળ શી રીતે છે! પસાર થશે ? માટે મારા નિત્ય વીતરાગસ્વરૂપનો જ હું આશ્રય કરું. (૩૪) રાગ દુર્લભ ચીજ નથી. દરેક ભવમાં એ ભટકાય જ છે. ચારેય ગતિમાં રાગ સુલભ છે. પશુસુલભ રાગને વળગવામાં મારી શી મોટાઈ? રાગને કરવો-મેળવવો-ભોગવવો એ પ્રવૃત્તિ નિશ્ચયથી તો ભ્રમણા છે, વ્યવહારથી પશુચેષ્ટા છે. એવા રાગથી મારે સર્યું. (૩૫) રાગનું પરિણામ દારુણ છે. રાગનું કાર્ય ભયાનક છે. રાગનો વિપાક રૌદ્ર છે. રાગની ચાલ સારી નથી. મીઠા દેખાતા રાગના ફળ કડવા જ છે, મીઠા નથી, સારા નથી. તો પછી મારે શા માટે રાગના પનારે પડવું. શા માટે મારે રાગ ઉપર મુસ્તાક બનીને ફરવું? રાગાંધતા-રાગાધીનતા-રાગમયતા એ જીવોની મજબૂરી છે, મગરૂરી નહિ. મૂળભૂત સ્વરૂપે હું રાગથી જુદો જ છું, છૂટો જ છું, વીતરાગ જ છું. મારા વીતરાગ ચૈતન્યસ્વરૂપનું મારે ખૂન કરવું નથી. મારે વીતરાગરૂપે જ પરિણમવું છે. મારે વીતરાગ સ્વરૂપની જ સતત અનુભૂતિ કરવી છે.” એ રાગ પ્રત્યે પડકાર કાયોત્સર્ગાદિમાં રહીને સતત આવી ભાવના અત્યંત દઢપણે કરવી. તેનાથી રાગ પ્રત્યેનો નિષેધભાવ અંદરમાં ઘૂંટાય છે. રાગ પ્રત્યે ઈન્કારનો પરિણામ મજબૂત થાય છે. રાગ પ્રત્યે આ પડકારનો પરિણામ
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy