SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ [ અધ્યાત્મ અનુયોગ સહિત ચૈતન્યસ્વરૂપનું આલંબન લેવાથી જ થાય છે. રાગ તો એકાન્તે નુકસાનકારક જ છે. એવા રાગમાં મારે શું જોડાવાનું કે તણાવાનું ? રાગમાં તણાવાની ભ્રમણાનો ભોગ મારે શા માટે થવું? ♦ રાગ આત્માનું અપલક્ષણ * ૬૦૬ (૧૬) રાગ એ મારું પોતીકું લક્ષણ-સ્વલક્ષણ-અસાધારણલક્ષણ નથી. પરંતુ તે મારું અપલક્ષણ છે, કુલક્ષણ જ છે. (૧૭) રાગ મારા સંપર્કમાં જ નથી. ત્રણ કાળમાં હું પણ રાગના સંપર્કમાં આવ્યો જ નથી. મારી સાથે રાગ બંધાયેલ નથી કે જોડાયેલ નથી. તથા રાગની સાથે હું બંધાયેલ નથી કે જોડાયેલ નથી. મૂળ સ્વભાવે વીતરાગી એવા મારે રાગની સાથે વળી શું સંબંધ હોય ? બિલકુલ નહિ. વીતરાગીને રાગ સાથે કયો સંબંધ હોય ? કોઈ જ નહિ. સર્પ અને નોળીયાની જેમ કે અંધકાર અને સૂર્ય વગેરેની જેમ, રાગ અને મારી વચ્ચે વિરોધસૂચક વધ્ય-ઘાતકભાવ સંબંધ, સહઅનવસ્થાન કે પરસ્પરપરિહાર સંબંધ હોઈ શકે. મારા વીતરાગ ચૈતન્યસ્વરૂપમાં હું પૂરેપૂરો ખીલી જાઉં એટલે અનુભવાતા રાગે વિદાય લીધે જ છૂટકો. (૧૮) રાગ એ મારું શરણ નથી. મને બચાવવાની તાકાત રાગમાં જરા પણ નથી. (૧૯) રાગ એ મારી શક્તિ નથી. રાગ લેશ પણ આત્મશક્તિસ્વરૂપ નથી. (૨૦) રાગ એ મારી પરિણતિસ્વરૂપ નથી. રાગ એ આત્મપરિણતિ સ્વરૂપ બને એ ત્રણ કાળમાં શક્ય જ નથી. ā] વીતરાગ આત્માની પરિણતિ સ્વરૂપ કેવી રીતે રાગ બની શકે ? મિયાં-મહાદેવને મેળ ક્યાં પડે ? * રાગ ગમાડવા લાયક નથી COL (૨૧) રાગ એ મારા માટે વિશ્રાન્તિ કરવાનું સ્થાન પણ નથી. આગમાં કોણ આરામ કરે ? એ વીતરાગ નિજ ચૈતન્યસ્વરૂપ એ જ મારું સાચું વિશ્રાન્તિગૃહ (Rest-house) છે. (૨૨) રાગ મારે ગમાડવા લાયક પણ નથી જ. દુશ્મન કોને ગમે ? શત્રુભૂત રાગ મારો પ્રીતિપાત્ર-પ્રેમપાત્ર-રુચિપાત્ર Ol ભું નથી જ. પોતીકું વીતરાગ ચૈતન્યસ્વરૂપ એ જ મારું પરમ પ્રેમપાત્ર છે. પરમાર્થથી મારી રુચિ-શ્રદ્ધાનો ઢો વિષય માત્ર નિજ વીતરાગ ચૈતન્યસ્વરૂપ જ છે. (૨૩) મારે રાગને જાણવો પણ નથી. હકીકતમાં હું પરને જાણતો નથી. મારા નિર્મળ ચૈતન્યસ્વરૂપમાં આપમેળે પ્રતિબિંબિત થઈ રહેલો રાગ ભલે જણાય. પરંતુ મારે તેને જાણવાનું લક્ષ બિલકુલ રાખવું નથી. મારે તેને જાણવાનો રસ-રુચિ-પ્રયત્ન બિલકુલ કરવા નથી. વિશુદ્ધ ચેતનાદર્પણમાં પોતાની યોગ્યતાના કારણે સ્વયમેવ પ્રતિબિંબિત થવાથી અનાયાસે જ જણાઈ જતા એવા પણ રાગની મારે તો પૂરેપૂરી અવગણના-ઉપેક્ષા જ કરવી છે. મારે તેમાં તન્મય થવું નથી જ. વાસ્તવમાં તો મેં રાગને ત્રણ કાળમાં જાણ્યો જ ક્યાં છે ? માત્ર રાગના પડછાયાને -પ્રતિબિંબને જ મારા ચૈતન્યદર્પણમાં જાણેલ છે. (પૂર્વે ૧૨/૧૦ માં આધ્યાત્મિક ઉપનયમાં આ બાબત વિસ્તારથી સમજાવેલ જ છે.) તથા તે પડછાયાની નોંધ રાખીને મારે તેનું પણ શું કામ છે ? હું તો માત્ર મારા શુદ્ધ ચૈતન્યસ્વરૂપનો જ્ઞાતા છું. મારે મારા શુદ્ધ ચૈતન્યસ્વરૂપને જ પરમ રુચિથી જાણવું છે. (૨૪) તે રાગનું મારે ધ્યાન પણ રાખવું નથી. મારા જીવનનું ધ્યેય રાગ નથી. મારા માટે રાગ ધ્યાતવ્ય નથી. રાગને ધ્યેય બનાવવાથી મને કશો ય લાભ નથી. મારું ધ્યેય નિજ શુદ્ધ ચેતનસ્વભાવ જ છે. વીતરાગ નિજ ચૈતન્યસ્વભાવનું જ હું ધ્યાન રાખું. તેને જ હું સદા સંભાળું-સાચવું. તેમાં જ મને લાભ છે, લાભ થશે. (૨૫) રાગ મારા માટે ઉપાદેય-ગ્રાહ્ય પણ નથી. રાગનો સ્વીકાર કરવાની મારે બિલકુલ જરૂર નથી. વીતરાગીને રાગની જરૂરિયાત પણ શી ? વાસ્તવમાં હું રાગને ગ્રહણ કરી
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy