SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય-ગુણ-યાયનો રાસ + ટબો (૧૪/૭)] ૫૯૩ ઉત્સાહ = વર્ષોલ્લાસ, (૨) નિશ્ચય = કર્તવ્યમાં એકાગ્ર પરિણામ, (૩) વૈર્ય, (૪) સંતોષ = આત્મરમણતા, (૫) તત્ત્વદર્શન અને (૬) લોકસંપર્કનો ત્યાગ. આ છે કારણોને ગ્રંથિભેદસ્વરૂપ કે સમ્યગ્દર્શનસ્વરૂપ યોગની સિદ્ધિ માટે ધર્મદેશક સાધુએ અપનાવવા જ પડે. મુનિજીવનમાં મોનનું મહત્વ વધુ જ પરંતુ ધર્મોપદેશકે પણ અંતરમાં તો સમજી જ લેવું જોઈએ કે મુનિજીવનમાં પોતાના માટે તો ધર્મદેશના કરતાં પણ મૌનનું મહત્ત્વ ઘણું વધારે છે. મન-વચન-કાયા આ ત્રણેય સ્તરે મૌન થવાનું છે. (૧) કાયિક મૌન એટલે (a) કાયગુપ્તિ, (b) દેહસ્થિરતા, (c) કાયોત્સર્ગ, (d) શરીરની સંલીનતા, (e) પાંચેય ઈન્દ્રિયોની સંલીનતા વગેરે. (૨) વાચિક મૌન એટલે (A) વચનગુપ્તિની તીક્ષ્ણતા અર્થાત્ લિંગવ્યત્યય-કારકવ્યત્યય-વચનવ્યત્યય -હીનાક્ષર-અધિકાક્ષર-પદીન-ઘોષહીન વગેરે ભાષાસંબંધી તમામ અશુદ્ધિનો પરિહાર કરવામાં પૂરેપૂરી જાગરૂકતા વગેરે સ્વરૂપ સૂક્ષ્મતા, (B) કર્કશ વાણીનો ત્યાગ, (C) કડવી વાણીનો પરિહાર, (D) અપથ્ય આ (શ્રોતા પચાવી ન શકે તેવી) વાણીનું વિસર્જન, (E) અપરિમિત વાણીનો પરિત્યાગ, (F) અહિતકારી છે ભાષાને પરિહરવી, (G) સાવદ્ય ભાષા બોલવાનું બંધ કરવું, (H) અધિકારબાહ્ય ભાષાનો અવપરાશ, (I) અનવસરે - અકાળે શબ્દનો અપ્રયોગ, (૭) ઝઘડાને કરાવનારા વચનોને ન ઉચ્ચારવા, () શાંત (d થયેલા ઝઘડાને ફરીથી ઊભા કરે તેવા કથનને ટાળવું, (L) ઈહલોકવિરુદ્ધ ભાષાનો ઉપયોગ ન કરવો, (M) પરલોકવિરુદ્ધ વાણીને વોસિરાવવી, (N) ઉભયલોકવિરુદ્ધ ભાષાને ભંડારી દેવી, (0) ન જોયેલી આ વાત જાણે જાતે જોયેલ હોય તેમ ન કહેવી, (P) તે જ રીતે ન સાંભળેલી વાત ન બોલવી, (9) A વગર વિચાર્યું બકવાટ ન કરવો, (R) જકારવાળી ભાષા છોડવી, () બીજાને શંકા પેદા કરે તેવું છે વચન ન ભાખવું, (T) શ્રોતાને ગેરસમજ કરાવે તેવું કથન ન કરવું, (0) શ્રોતાને સમજાય જ નહિ ચો. તેવી અવ્યક્ત ભાષા-ગરબડવાળી ભાષાને ત્યાગવી, જી શાસનવિલના થાય તેવું ન ભાખવું, () A બીજાના મર્મસ્થાનોનું- ગુપ્ત દોષોનું પ્રકાશન ન કરવું, () સાચુ-ખોટું દોષારોપણ ન કરવું, (૪) અપયશને જન્માવે તેવી ભાષા પ્રગટ ન કરવી, (2) પ્રવચનસારોદ્ધાર (ગાથા-૮૯૨)માં જણાવેલ ક્રોધ-માન-માયા લોભ-હાસ્ય-ભય-રાગ-દ્વેષ-ઉપઘાત-આખ્યાયિકા સ્વરૂપ દશ કારણોથી જન્મેલી મૃષા વગેરે વાણીને છોડવી. (૩) માનસિક મૌન એટલે (2) ધ્યાન, (b) નિર્વિકલ્પદશા, c) પોતાના ચૈતન્યસ્વરૂપનું અનુસંધાન, (4) સમતા, (e) મનની સંલીનતા, (f) કષાયની સંસીનતા, (g) પોતાના આત્મામાં લીનતા વગેરે. પ્રસ્તુત ત્રણેય પ્રકારના મૌનની પરાકાષ્ઠા આવે ત્યારે છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકની સ્પર્શના મુનિજીવનમાં સંભવે છે. જ્ઞાનસારમાં જણાવેલ છે કે “વાણીનો ઉચ્ચાર ન કરવા સ્વરૂપ મૌન તો એકેન્દ્રિયમાં પણ સુલભ છે. ખરેખર તો મન-વચન-કાયાના યોગોની પુગલમાં પ્રવૃત્તિ ન થવી એ જ ઉત્તમ મૌન છે.' આ ત્રિવિધ મનોગતિની સમજણ a. યોગશાસ્ત્રમાં શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજે ત્રણ પ્રકારની મનોગુપ્તિ બતાવેલી છે. તે આ મુજબ સમજવી :- “(૧) સંકલ્પ-વિકલ્પની હારમાળાથી વિશેષરૂપે મુક્ત થયેલું (ગ્રંથિભેદકાલીન) મન, (૨) સમતામાં સારી રીતે પ્રતિષ્ઠિત થયેલું (ચતુર્થગુણસ્થાનકાલીન) મન, (૩) આત્મામાં રમણતા કરનારું
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy