SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ [ અધ્યાત્મ અનુયોગ સહિત * ગ્રંથિભેદ વિના કરાતી ધર્મકથા એ અકથા ગ્રંથિભેદ પછી પ્રગટનારા સમ્યગ્દર્શન + આત્મસ્પર્શી જ્ઞાનના સહજ સમતામય પરમ ચૈતન્ય પ્રકાશને જે માણનારા હોય અને છેદસૂત્રના અર્થના જે જ્ઞાતા હોય તેવા નિસ્પૃહ નિર્ગન્ધ મહાત્માઓને ધર્મદેશના કરવાનો ઉત્સર્ગથી અધિકાર છે. ગ્રંથિભેદને કર્યા વિના સાધુવેશધારી જો ધર્મકથા કરે તો તે અકથા જ છે. તેથી જ દશવૈકાલિકનિર્યુક્તિમાં જણાવેલ છે કે ‘સાધુ વેશધારી હોય કે ગૃહસ્થ હોય, પરંતુ જો તે મિથ્યાત્વનો અનુભવ કરતો હોય તો તે અજ્ઞાની જ છે. તેવા અજ્ઞાની ધર્મકથાને કરે છે, તે અકથા જ છે - આવું આગમમાં દર્શાવેલ છે.’ મતલબ કે છેદસૂત્રાદિનો અભ્યાસ કરવા દ્વારા પૂર્વોક્ત પરગીતાર્થતાને ધારણ કરવા છતાં ગ્રંથિભેદજન્ય સમકિત ન હોવાથી પૂર્વોક્ત સ્વગીતાર્થતાને ન ધરાવનાર સાધુને ધર્મદેશના કરવાનો ઔત્સર્ગિક અધિકાર નથી. આમ અહીં ફલિત થાય છે. શંકા :- જો મિથ્યાત્વી કથા કરે તે અકથા જ હોય તો ઉપદેશકને ધર્મકથાનિમિત્તે એકાન્તે કર્મનિર્જરાસ્વરૂપ ધર્મ થાય' આ મુજબ શાસ્ત્રમાં જણાવેલી વાત કઈ રીતે સંગત થાય ? સમ્યગ્દર્શની ગીતાર્થ મહાત્મા જ ધર્મદેશનાના અધિકારી / સમાધાન :- ભાગ્યશાળી ! (૧) ધર્મકથાને કહેનારાને એકાંતે નિર્જરા થાય’ Ö] મહાનિશીથસૂત્રમાં જે જણાવેલ છે તથા (૨) ‘ધર્મકથા કરનારને અવશ્ય ધર્મ થાય છે' તત્ત્વાર્થસૂત્રકારિકામાં જે જણાવેલ છે, તે બન્ને કથન પણ ઐશ્ચયિક સમ્યગ્દર્શનના લીધે પૂર્વોક્ત (જુઓપૃષ્ઠ ૫૬૦) સ્વગીતાર્થતાને અને છેદસૂત્રાભ્યાસના કારણે પૂર્વોક્ત (પૃષ્ઠ-૫૬૦) પરગીતાર્થતાને ધારણ કરનારા એવા સ્વ-પરઉભય ગીતાર્થ નિસ્પૃહ પ્રવચનકાર વિશે જ લાગુ પડે છે - તેમ સમજવું. 24 આ પ્રમાણે આ પ્રમાણે આ વાત યોગ્ય જ છે. બાકી તમામ પ્રવચનકારને જો કર્મનિર્જરાસ્વરૂપ ધર્મની પ્રાપ્તિ થતી હોય તો ઉપદેશમાલાની, મહાનિશીથસૂત્રની બૃહત્કલ્પભાષ્યની નિમ્નોક્ત વાત કઈ રીતે સંગત થાય? (૧) ઉપદેશમાલામાં કહેલ છે કે નટ (અને નટ જેવા માયાવી-સ્વાર્થી ધર્મકથી પણ) વૈરાગ્યકથાને કહે છે. તેનાથી ઘણા લોકો વૈરાગી થાય છે. પરંતુ તે રીતે વૈરાગ્યકથાને કરીને તે લુચ્ચો માછલાની જાળ ૐ લઈને (ભોળા શ્રોતાસ્વરૂપ માછલાને પકડવા માટે સમુદ્રના) પાણીમાં ઉતરે છે.’ (૨) મહાનિશીથસૂત્રમાં જણાવેલ છે કે ‘સાવદ્ય-નિવદ્ય વાણી વચ્ચેનો તફાવત જેને ખબર નથી, તેને બોલવાનો પણ અધિકાર નથી. તો ધર્મદેશના કરવાનો અધિકાર તેને કઈ રીતે સંભવે ?' (૩) બૃહત્કલ્પભાષ્યમાં દર્શાવેલ છે કે ‘પ્રકલ્પમુનિએ નિશીથાદિછેદસૂત્રના જ્ઞાતા સાધુએ જિનેશ્વરકથિત ધર્મ કહેવો જોઈએ.’ તેથી આ ત્રણ કથનો અને પૂર્વોક્ત દશવૈકાલિક નિર્યુક્તિ ગાથા આ ચાર વચનોને લક્ષમાં લેતાં નક્કી થાય છે કે સ્વાર્થશૂન્ય નૈૠયિકસમ્યગ્દર્શની સ્વ-પરઉભય ગીતાર્થ સાધુ ભગવંતને જ ધર્મદેશનાનો ઔત્સર્ગિક અધિકાર છે. તથા તે પણ ‘હું વ્યાખ્યાન આપું છું આવા ભારથી નહિ પરંતુ ‘કલ્યાણમિત્ર થઈ તત્ત્વવિચારણા કરું છું - આવા ભાવથી જ. તેમજ ગ્રંથિભેદની પૂર્વે ઉપદેશ આપવો જ પડે તેવી પરિસ્થિતિ કર્મોદયવશ સર્જાય તો શ્રોતાઓમાં વાદ-વિવાદરસ ટળે, સંયમી પ્રત્યે પ્રમોદ-ભક્તિભાવ નિષ્પક્ષપણે જાગે, વૈરાગ્ય-ઉપશમ-આત્મસ્વભાવરુચિ વગેરે પ્રગટે તેવો ઉપદેશ આપે. તથા ધર્મોપદેશક સાધુએ સૌપ્રથમ ગ્રન્થિભેદ કરવા માટે જ પ્રયત્ન કરવો. આ અત્યંત આવશ્યક અંગત કર્તવ્ય છે - તેમ સમજી ગ્રંથિભેદ માટે મંડી પડવું જોઈએ. યોગસિદ્ધિના છ હેતુઓ યોગબિંદુમાં દર્શાવેલ છે. (૧) ૫૯૨ = - - -
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy