SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૦ [ અધ્યાત્મ અનુયોગ સહિત દેહસૌંદર્ય, (5) બાહ્ય આડંબર-ફટાટોપ, (T) ચમત્કારદર્શન, (U) અધિકારવૃત્તિ = સત્તા, જી વિશિષ્ટ વ્યક્તિત્વ (personality), (w) વિશાળ ભક્તવૃંદ-અનુયાયીઓનું વર્તુળ, (A) શારીરિક વિભૂષા, (૪) વશીકરણ, (2) દક્ષિણાવર્ત શંખ આદિ મળી શકે. પરંતુ પુણ્યોદયવૈભવ વગેરેથી મળતી આવી અનેકવિધ લૌકિક વિશેષતાઓ એ આંતરિક સાધનામાર્ગથી બીજી દિશામાં ફંટાઈ જવાના સ્થાનો છે. તેથી તેની રુચિ, લગની, પ્રીતિ એ ઝેરી કાંટા સમાન રીબાવનારી છે, દાવાનળ તુલ્ય બાળનારી છે. કાળા સાપ જેવી મારનારી છે, કૂર ડાકણ જેવી વળગનારી છે, મહારોગ વગેરેની જેમ અસાધ્ય-દુઃસાધ્ય-પીડાદાયિની છે. આવું જાણીને, સમજીને ગ્રંથિભેદ કરવા માટે સૌપ્રથમ તેવી સચિને સાધકે પૂરેપૂરી છોડી દેવી. જ શક્તિના નહિ, શુદ્ધિના પૂજારી બનીએ મોક્ષમાર્ગમાં, સંયમજીવનમાં શક્તિના પૂજારી થવાનું નથી પણ પોતાની શુદ્ધિના પૂજારી થવાનું છે. તેથી શક્તિની રુચિને મૂળમાંથી ઉખેડીને (૧) લોકપરિચયત્યાગાદિસ્વરૂપ એકાન્ત, (૨) મૌન, (૩) પ્રત્યાહાર (= ઈન્દ્રિયોની બહિર્મુખતાનો ત્યાગ), (૪) શુદ્ધાત્મસ્વરૂપની ધારણા, (૫) ધ્યાન, ૨ (૬) ભેદવિજ્ઞાન, (૭) અસંગ સાક્ષીભાવ, (૮) કાયોત્સર્ગ વગેરેથી વણાયેલ અંતરંગ ઉદ્યમમાં લાગી ટા જવું. ગ્રંથિભેદ કરવાના પ્રબળ સાધન સ્વરૂપ જે પંદર પ્રકારના અંતરંગ પુરુષાર્થ હમણાં જ (પૃ.૫૭૨ થી ૫૭૫) જણાવેલ છે, તેમાં સાધકે ડૂબી જવું. પોતાની આંતરિક વિશુદ્ધ દુનિયામાં ખોવાઈ જવું. (0 ગ્રંથિભેદ માટે આ અપેક્ષિત છે, આવશ્યક છે, અનિવાર્ય છે, આદરણીય છે, આચરણીય છે. વિરામસ્થાનો વિજ્ઞારૂપ બને છે. ગ્રંથિભેદ માટે ધ્યાનાદિમય ઉપરોક્ત અંતરંગ સાધના ચાલતી હોય ત્યારે ઘણી વાર ઘણા સાધકોને (A) આજ્ઞાચક્રના ભાગમાં પીળા, લાલ, સફેદ વગેરે પ્રકાશનો અનુભવ થાય. (B) દિવ્ય સુગંધ માણવા બો મળે. (C) અનાહત નાદ સંભળાય. (D) આંતરિક દિવ્ય ધ્વનિનું શ્રવણ થાય. (E) આકાશવાણી -દેવવાણી સંભળાય. (F) દિવ્યરૂપનું દર્શન થાય. (G) દેવનું સાન્નિધ્ય-સહાય મળે. (H) મોઢામાં સુધારસનો Cી મધુર આસ્વાદ આવે. () અંદરમાં ઉજ્જવળ તેજોમય ચૈતન્યમૂર્તિના દર્શન થાય. (૭) પ્રસન્નમુખમુદ્રાવાળા દેવાધિદેવ-ગુરુદેવ, અપૂર્વ તીર્થસ્થાન વગેરેના સુંદર મજાના સ્વપ્રો દેખાય. (A) અવાર-નવાર અવનવા દિવ્ય સંકેતો મળે. (L) ભાવી ઘટનાની સ્વયમેવ અંદરમાં ફુરણા થાય. (M) અણિમા, મહિમા, લધિમા વગેરે અષ્ટ મહાસિદ્ધિઓ પ્રગટે. (N) વચનસિદ્ધિનો આવિર્ભાવ થાય. (O) સંકલ્પસિદ્ધિ મળે. (P) ઈચ્છાસિદ્ધિનો પ્રાદુર્ભાવ થાય. (9) જુદી-જુદી લબ્ધિઓ પ્રાપ્ત થાય. (R) આનંદઘનજી મહારાજની જેમ ચમત્કારશક્તિ પ્રગટે. (S) કુદરતી સહાય મળે. (T) “શુદ્ધાત્મા છું'- ઈત્યાદિ રટણમાં શાંતિદાયક શાબ્દિક મગ્નતા આવે. (ઈ) પોતાને સિદ્ધ થયેલ તપ વગેરેનો બીજામાં વિનિયોગ કરવાનું સામર્થ્ય પ્રગટે. ) કુંડલિનીનું જાગરણ થાય. (W) પદ્યક્રનું ભેદન થાય. (X) હઠીલા જૂના રોગ આપમેળે દૂર થાય. (૪) શારીરિક શાતા-આનંદનો અલૌકિક અનુભવ થાય. (2) માનસિક અપૂર્વ શાંતિનું પ્રચુર પ્રમાણમાં, સારી રીતે સંવેદન થવાથી ગ્રંથિભેદ થઈ ગયાનો ભ્રમ થાય.. આ બધા ગ્રંથિભેદાદિની સાધનાના માર્ગમાં આવતા વિશ્રામસ્થાનો છે, વિરામસ્થળો છે. અહીં ઘણા સાધકો અટકેલા છે. તેનો ભોગવટો કરવાની ઈચ્છાથી અહીં જ રોકાયેલા છે, મૂળ ધ્યેયથી ખસી ગયેલા છે. આથી આવી વિશ્રાન્તિ એ ગ્રન્થિભેદના પ્રયત્નમાં
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy