SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટો (૧૬/૭)] ૫૬૯ શિષ્યના આત્મામાં ગ્રન્થિભેદ થાય, દર્શનમોહનો ઉચ્છેદ થાય તે માટે જ સૌપ્રથમ પ્રયત્ન કરવાનો હોય. આ જ અભિપ્રાયથી શ્રીમલયગિરિસૂરિજીએ બૃહત્કલ્પભાષ્યવૃત્તિમાં જણાવેલ છે કે “રજોહરણ વગેરે સાધુવેશ આપ્યા પછી નૂતન દીક્ષિતના મિથ્યાત્વ અને અજ્ઞાન સ્વરૂપ કચરાને ગુરુ દૂર કરે.” શ્રીહરિભદ્રસૂરિજીએ પણ પંચવસ્તુક ગ્રંથની વ્યાખ્યામાં જણાવેલ છે કે ‘દીક્ષા વગેરેને સ્વીકારવા દ્વારા શરણે આવેલા શિષ્યોમાં સમ્યકત્વ ઉત્પન્ન થાય તેવો પ્રયત્ન ગુરુએ કરવો. આવા પ્રયત્ન દ્વારા શરણાગત શિષ્યોને જન્મ-મરણાદિ સંસારદુઃખોમાંથી ગીતાર્થ ગુરુએ છોડાવવા.’ તુ મહાપુરુષો પણ સમકિત મેળવવા ઝૂરે ! મહાપુરુષો સ્વયં પણ દીક્ષાજીવનમાં સમકિત મેળવવા પ્રભુને સરળ ભાવે, આર્દ્ર ચિત્તથી કાલાવાલા કરતા હોય છે, નમ્ર ભાવે પ્રાર્થતા હોય છે, ગ્રંથિભેદ માટે અંદ૨માં સતત ઝૂરતા હોય છે. (૧) શ્રીશાનવિમલસૂરિજી મ.સા. ‘અરિહંત નમો ભગવંત નમો...’ આ ચૈત્યવંદનમાં છેલ્લે પ્રભુને પ્રાર્થના કરે છે કે ‘બોધિ દિઓ અનુપમ દાનેશ્વર, જ્ઞાનવિમલ સૂરીશ નમો.' (૨) શ્રીમોહનવિજયજી મ.સા. પણ સંભવનાથ ભગવાનના સ્તવનમાં પ્રભુને વિનવે છે કે ‘સમકિતદાતા સકિત આપો, મન માગે થઈ મીઠું...' ધ્યા (૩) તે જ રીતે ઉપાધ્યાય શ્રીઉદયરત્નવિજયજી મ.સા. પણ મહાવીર સ્વામી ભગવાનને સ્તવનમાં પ્રાર્થે છે કે ‘સમ્યગ્દર્શન જો મુજને દીયો, તો લહું સુખ ભરપૂર...' તથા તેઓશ્રી જ શાંતિનાથ પ્રભુના G સ્તવનમાં કહે છે કે ‘હું તો સમતિથી અધૂરો, તું તો સકલ પદારથે પૂરો.’ (૪) ઉપાધ્યાય શ્રીવિમલવિજયના શિષ્ય શ્રીરામવિજયજી મ.સા. પણ સ્તવનમાં શાંતિનાથ ભગવાનને કહે છે કે ‘સમકિત રીઝ કરો ને સાહિબ, ભક્તિ ભેટણું લાવ્યો. મારો મુજરો લ્યો ને રાજ.’ (૫) તે જ રીતે પૂ.શ્રીનીતિવિજય મ.સા. ના શિષ્ય શ્રીઉદયવિજયજી મ. સા. ‘પ્રભુ પાર્શ્વ પ્યારા પ્રણમું...' સ્તવનમાં મુક્ત કંઠે કહે છે કે “મને સમકિત સુખડી આપો, મારા દૂષિત દોષોને કાપો.' છે જો જો, પુણ્યવૈભવ આંજે નહિ છ તેથી દીક્ષાજીવનમાં પણ ગ્રંથિભેદ માટે તીવ્ર તલસાટ, પ્રબળ પ્રણિધાન, ઉગ્ર પુરુષાર્થ છૂટવો ન જોઈએ. સંયમસ્વીકાર બાદ અન્ય પ્રલોભનોમાં અટવાવું ન જોઈએ. કેમ કે વર્તમાન હુંડા અવસર્પિણી કાળના વિકરાળ કલિકાળમાં સંયમસાધનાની પગદંડીએ સાધક પા-પા પગલી માંડે કે પ્રાયઃ તરત જ પુણ્યોદયવૈભવ વગેરે સાધકની દૃષ્ટિને આંજે છે, આવરે છે. એ ગ્રંથિભેદના પુરુષાર્થમાં અત્યંત બાધક છે. તેથી જ ગ્રંથિભેદની કામનાવાળા સંયમીએ પુણ્યોદયથી અને પુણ્યોદયજન્ય સામગ્રીથી અત્યંત સાવધ રહેવું. સાધના માર્ગે ચાલવાથી આગળ જતાં સાધકને પુણ્યોદય વગેરેથી નીચેની ચીજો મળી શકે. જેમ કે (A) સર્વત્ર પોતાની પ્રસિદ્ધિ, (B) પ્રવચન પ્રભાવકતા, (C) પ્રવચન પટુતા, (D) શિષ્ય પરિવાર વૃદ્ધિસ્વરૂપ પ્રલોભન, (E) પદવી, (F) પ્રત્યુત્પન્ન પ્રજ્ઞા, (G) પ્રકાંડ વિદ્વત્તા, (H) લેખનશક્તિ, (I) ૫૨નો પરાભવ કરે તેવો પરાઘાત નામકર્મનો ઉદય, (J) બીજાને આકર્ષી લે તેવો સૌભાગ્યનામકર્મોદય, (K) પારકાને આકર્ષે તેવો સુસ્વરનામકર્મોદય, (L) પરાયા પાસે પણ પોતાની વાતનો સ્વીકાર કરાવે તેવો આદેયનામકર્મોદય, (M) સમર્થ મિત્રોનું વૃંદ, (N) ૨સ-ઋદ્ધિ-શાતાગારવમાં મગ્નતા, (0) ઈન્દ્રિયબળ, (P) મનોબળ, (Q) કાયબળ (= કાયાનું સ્વાસ્થ્ય, રોગપ્રતિકારક શક્તિ, બલિષ્ઠપણું વગેરે), (R) બે સૌ છે
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy