SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૦ [ અધ્યાત્મ અનુયોગ સહિત લે તે આવરણશક્તિ. અનાત્મામાં હુંપણાની-મારાપણાની-સારાપણાની બુદ્ધિ કરાવે તે વિક્ષેપશક્તિ. તે કામ-ક્રોધાદિ ભાવોમાં હુંપણાની કે મારાપણાની બુદ્ધિ પણ ક્યારેય આપણે કરવી નહિ. કારણ કે પરદ્રવ્યોનો સંયોગ થવા છતાં પણ ત્રણેય કાળમાં આત્માએ પરદ્રવ્યના સ્વભાવને ગ્રહણ કર્યો નથી’ આ પ્રમાણે ધર્મપરીક્ષાવૃત્તિમાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે જણાવેલ છે. જડ-ચેતનનો ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ; એકપણું પામે નહિ, ત્રણે કાળ ય ભાવ. ‘મેં ક્રોધ કર્યો. મારે ક્રોધાદિનો ભોગવટો કરવો છે. ક્રોધ મારો ગુણધર્મ છે. મારો સ્વભાવ ક્રોધ કરવાનો જ છે. મારો સ્વભાવ ક્રોધી છે. મેં ક્રોધ કર્યો, તે સારું કર્યું. હું ક્રોધસ્વરૂપ છું. ક્રોધ મારો પ્યારો વફાદાર સેવક છે, પરમ મિત્ર છે. મારા ક્રોધના લીધે બધા મારા અંકુશમાં રહે છે. ક્રોધ મારો સંરક્ષક (Bodyguard) છે' ઈત્યાદિ બુદ્ધિનું જ બીજું નામ બહિર્મુખતા છે. એ બુદ્ધિ ઉપરોક્ત શાસ્ત્રવચનના આધારે ભ્રાન્ત સિદ્ધ થાય છે. તેવી બહિર્મુખતા ટળે તો જ ઉપયોગ અંતર્મુખી બને. ઉપયોગને અંતર્મુખ કરવો એ અત્યંતર મોક્ષમાર્ગ છે. # નિજસ્વરૂપનું અનુસંધાન સર્વત્ર ટકાવીએ છ ધ્યા તેથી ઉપયોગને અંતર્મુખ કરવા આત્માના મૂળભૂત સ્વભાવને જાણવો. શાસ્ત્રો કહે છે કે ‘આત્માનો મૂળભૂત સ્વભાવ અસંગ છે, અનશ્વર છે, અનંત આનંદમય છે, પરમ શાંત છે. આત્મા શુદ્ધ ચૈતન્યસ્વભાવવાળો છે.’ આ રીતે ગુરુગમથી પોતાના આત્માના સ્વભાવ વિશે જે શાસ્ત્રીય બોધ મળેલ હોય તેના સતત સાર્વત્રિક અનુસંધાનથી વણાયેલા ઉપશમભાવ અને વૈરાગ્ય વગેરેની પરિણતિના બળથી રાગાદિની નિબિડ ગ્રંથિનો ભેદ કરી, અનાદિકાલીન મિથ્યાત્વમોહનીય કર્મનો પ્રબળ ક્ષયોપશમ (ધરખમ છું, ઘટાડો) કરી સાધક સમ્યગ્દર્શનને મેળવે તો જ પોતાનો અનાદિકાલીન સંસારાભિમુખી જ્ઞાનપ્રવાહ ો સંસારસન્મુખતાને છોડી સ્વતઃ પરમાર્થથી અંતર્મુખ બને, સ્વરસથી આત્મદ્રવ્યની સન્મુખ રહે, સહજતાથી આત્મસન્મુખપણે ટકે. આ રીતે જ આત્માર્થી સાધકનું જ્ઞાન સમ્યગ્ બને છે. તેથી જ સમ્યજ્ઞાન કરતાં ॥ પણ સમ્યગ્દર્શન સારી રીતે ચઢિયાતું મનાયેલ છે, કહેવાયેલ છે. આ અંગે શ્રીમાનવિજય ઉપાધ્યાયજીએ ધર્મસંગ્રહવૃત્તિમાં જણાવેલ છે કે ‘સમ્યજ્ઞાનનું કારણ સમ્યગ્દર્શન છે. તેથી સમ્યગ્નાન કરતાં સમ્યગ્દર્શન મહાન છે, ગૌરવપાત્ર છે, ચઢિયાતું છે.' આ વિશે ઊંડાણથી વિભાવના કરવી. * ત્રણ પ્રકારના ગીતાર્થને ઓળખીએ અહીં ધ્યાનમાં રાખવું કે સાધિક નવ પૂર્વનો અભ્યાસ કરવા છતાં અભવ્ય અને દૂરભવ્ય જીવો તો અત્યંત અજ્ઞાની જ રહે છે. તેના જ કારણે તેમની પાસે છેદગ્રંથોનો બોધ હોવા છતાં તેમનામાં ગીતાર્થતા આવવાની બાબત દૂરથી જ રવાના થાય છે. મહાઅજ્ઞાની હોય તે ગીતાર્થ ન જ હોય. (૧) જે જીવો મિત્રા, તારા, બલા, દીપ્રા નામની પ્રથમ ચાર યોગદૃષ્ટિમાં વર્તતા હોય તેઓ યથાયોગ્યપણે અપુનર્બંધક-માર્ગાભિમુખ-માર્ગાનુસારી-માર્ગપતિત દશાને ધરાવતા હોય. તેવા જીવો ઘણી વાર દીક્ષા લેતા હોય છે. દીક્ષા લઈને આત્મપ્રાપ્તિની ચિન્તાથી વણાયેલું ચિન્તામય જ્ઞાન, માર્ગાનુસારી બુદ્ધિ, પોતાના આત્મતત્ત્વ પ્રત્યે અદ્વેષ, પોતાના આત્માની રુચિ, આત્મા-મોક્ષમાર્ગ-મોક્ષ વગેરે નવ તત્ત્વની જિજ્ઞાસા, તે જ તત્ત્વને સાંભળવાની ઈચ્છા વગેરે ગુણોનો સમૂહ તેમનામાં બળવાન બનતો
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy