SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય-ગુણ-ઘયાયનો રાસ + ટબો (૧૬/૭)] ૫૫૯ કરી છે. તાત્પર્ય એ છે કે દેડકો મરી જાય પછી તેનું શરીર ચૂર્ણ બની જાય તો પણ નવો વરસાદ પડતાં તેમાંથી નવા-નવા અનેક દેડકાઓ પેદા થાય છે. કારણ કે તે ચૂર્ણમાં ઢગલાબંધ દેડકાને ઉત્પન્ન કરવાની યોગ્યતા રહેલી છે. પરંતુ મરેલા દેડકાની રાખ થઈ જાય તો તેમાંથી નવા દેડકાઓ જન્મે નહિ. કારણ કે તેમાં તેની યોગ્યતા નથી. આ અંગે વિશેષ વિચારણા પૂર્વે (૧૫/૧/૫) કરેલ જ છે. . વચનક્ષમા-ધર્મક્ષમા અપનાવી નહિ (૩૯) (A) ક્યારેક ઉપકારીનું કટુ વચન લાચારીથી સહન કરવા સ્વરૂપ ઉપકારી ક્ષમા આચરી. (B) ક્યારેક નુકસાનીના ભયથી દુર્જનના અત્યાચાર મજબૂરીથી સહન કરીને અપકારી ક્ષમા અપનાવી. (C) ક્યારેક નરકાદિના ભયથી ક્રોધને અંકુશમાં રાખવા દ્વારા વિપાકક્ષમાં સ્વીકારી. ઔદયિક ભાવથી ગર્ભિત આવી ક્ષમાને રાખવા છતાં (D) “ક્રોધ આત્માનો સ્વભાવ નથી'- આવા જિનવચનને લક્ષમાં રાખીને વચનક્ષમા કે (E) સહજ સ્વભાવગત ક્ષમા = ધર્મક્ષમા આ જીવે ન પ્રગટાવી, ન ટકાવી. ક્ષાયોપશમિકાદિ ભાવથી વણાયેલી છેલ્લી બે ક્ષમા આ જીવે ન સ્વીકારી. તેથી મોક્ષ હજુ સુધી થયો . નહિ. ષોડશકમાં ઉપરોક્ત પાંચેય પ્રકારની ક્ષમા જણાવી છે. (૪૦) ગોત્રયોગીપણું = નામમાત્રથી યોગીપણું મેળવવા છતાં યોગદષ્ટિસમુચ્ચયમાં દર્શાવેલ અs &યા -દયા-વિનય-બોધ-ઇન્દ્રિયવિજયાદિ ગુણોથી યુક્ત કુલયોગીપણું આ જીવે મેળવ્યું નહિ. છે શાસ્ત્રાભ્યાસ કરતાં મનને શાંત કરવા વધુ પ્રયત્ન કરીએ છે આના આધારે એમ ફલિત થાય છે કે ઉપદેશદાન, ગ્રંથસર્જન, પુસ્તકનું પ્રકાશન, ભિક્ષાટન, 2 કેશલોચ, શાસનપ્રભાવના, તપશ્ચર્યા, વિહાર વગેરે બાહ્યપ્રવૃત્તિ કે સાધુવેશ એ મોક્ષનું મુખ્ય કારણ નથી. પરંતુ આત્મસ્વભાવના જ્ઞાનથી ગર્ભિત એવો કષાયજય, વિષયવૈરાગ્ય વગેરે જ મોક્ષનું મુખ્ય . કારણ છે. તેથી તેવા કષાયજય વગેરેમાં જ અધિક પ્રયત્ન કરવો જોઈએ. આ જ અભિપ્રાયથી સિદ્ધસેનીય દ્વત્રિશિકામાં જણાવેલ છે કે “શ્રુત કરતાં સેંકડો ગણો પ્રયત્ન ઉપશમ ભાવને વિશે જ કરવો.” શ્રીસિદ્ધસેન દિવાકરસૂરિજીનો આશય એ છે કે “શાસ્ત્રાભ્યાસમાં જેટલો પ્રયત્ન કરે છે, તેના કરતાં સેંકડો ગણો મ પ્રયત્ન તારા મનને શાંત-સ્વસ્થ બનાવવા માટે કર. બાકી કષાયના ઉકળાટથી બાષ્પીભવન થશે શાસ્ત્રજલનું, ગરમ તાવડી ઉપર પડતા પાણીના એકાદ બુંદની જેમ.” આ જ અભિપ્રાયથી શ્રીશીલાંકાચાર્યજીએ પણ સૂત્રકૃતાંગવ્યાખ્યામાં જણાવેલ છે કે “બાહ્ય વસ્તુ મોક્ષકારણ નથી. કષાયજયાદિ અંતરંગ વસ્તુ જ મોક્ષનું કારણ છે.” દ્વાત્રિશિકા પ્રકરણમાં મહોપાધ્યાયજીએ જણાવેલ છે કે “તેથી “મોક્ષમાં ભાવ એ જ મુખ્ય હેતુ છે' - આવી વ્યવસ્થા નિશ્ચિત થયેલી છે.” તથા કૃષ્ણગીતામાં “અંતર્મુખ ઉપયોગથી સર્વ કર્મનો ક્ષય થાય છે' - આ મુજબ જણાવેલ છે. તેનું પણ અહીં સમ્યફ અનુસંધાન કરવું. મા અંતર્મુખ ઉપયોગને મેળવીએ . અંતર્મુખ ઉપયોગને મેળવવા માટે “કામ, ક્રોધ, રાગ, દ્વેષ, આળસ, પ્રમાદ વગેરે ભાવોને મેં પેદા કરેલા છે. તે મારા કાર્યસ્વરૂપ છે' - આવી બુદ્ધિ ક્યારેય પણ ન કરવી. કારણ કે “આત્મા પોતાના સ્વભાવનો કર્તા છે, પરભાવનો = વિભાવનો ક્યારેય નહિ - આવું પૂર્વોક્ત (પૃ.૫૫૩) અધ્યાત્મબિંદુ સંદર્ભમાં લખેલ છે. હકીકતમાં તેને પેદા કરનારા તત્ત્વોની યાદીમાં સહજમળ, વિભાવદશા, આવરણશક્તિ, વિક્ષેપશક્તિ, પૌદ્ગલિક કર્મ, બાહ્ય નિમિત્ત વગેરેનો સમાવેશ થાય છે, આત્માનો નહિ. સહજમળ એટલે આપણા ચૈતન્યસ્વભાવથી વિરુદ્ધ બળ. આત્માના મૂળભૂત સ્વભાવને-સ્વરૂપને આવરી
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy