SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૧ દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ + ટબો (૧૬/૭)]. ૪ ભાવનિર્ઝન્થની દેહાદિ ચેષ્ટાને અવલોકીએ ૪ પ્રસ્તુતમાં સૂત્રકૃતાંગસૂત્રના પ્રબંધનું ઊંડાણથી અનુસંધાન કરવું. ત્યાં પરમ ઉચ્ચ નિર્ગન્ધદશાનું વર્ણન આ રીતે મળે છે કે “ચૈતન્યસ્વભાવમાં ટકવા માટે મન-વચન-કાયાથી સંવરધર્મવાળા સાધુ ભગવંત (૧) અત્યન્ત ઉપયોગપૂર્વક જાય છે, (૨) ઉપયુક્તપણે ઉભા રહે છે, (૩) ઉપયોગપૂર્વક બેસે છે, (૪) ઉપયોગસહિત પડખું બદલે છે, (૫) ઉપયોગયુક્તપણે ભોજન કરે છે, (૬) ઉપયોગસહિતપણે બોલે છે, (૭) ઉપયોગયુક્તપણે (a) વસ્ત્રને, (b) પાત્રને, (૯) કામળીને, (d) પાદપુંછનને (રજોહરણને કે દંડાસણને) ગ્રહણ કરે છે અને (૮) મૂકે છે. ત્યાંથી માંડીને છેક (૯) આંખનો પલકારો પણ ઉપયોગસહિતપણે કરે છે. પૂર્વે (૧૩/૭) આ સંદર્ભ જણાવેલ છે. આશય એ છે કે નિર્મળ ભાવનિર્ઝન્થદશામાં નાની-મોટી તમામ દૈહિક ચેષ્ટાઓ, વાચિક ક્રિયાઓ આત્મજાગૃતિ સહિત જ વર્તતી હોય છે. મતલબ કે અધીરા બનીને, બેબાકળા થઈને, અશાંત ચિત્તે, આકુળ-વ્યાકુળપણ, મૂચ્છિત મનથી, સંમૂચ્છિકપણે, સંભ્રમથી, ઉતાવળથી, ઉદ્વેગથી, આવેશથી કે આવેગથી ક્યારેય પણ ભાવનિર્ઝન્થો મન-વચન-કાયાની એ ક્રિયામાં જોડાતા નથી. “આત્મભિન્ન દેહાદિની જિનાજ્ઞાસાપેક્ષ ચેષ્ટામાં મારી ચેતનાશક્તિને હું જોડું છું. તે પૂર્વસંસ્કારવશ મારી ચેતનાશક્તિ તેમાં જોડાય છે. હું તેનો સાક્ષીમાત્ર છું....' ઈત્યાદિ સ્વરૂપ આત્મજાગૃતિ સહિતપણે જ નિગ્રંથ ભગવાન દેહાદિની ચેષ્ટામાં જોડાય છે. ટૂંકમાં, આવી આત્મજાગૃતિ, (ભ જ્ઞાનદષ્ટિ એ સાધુજીવનનો ભાવપ્રાણ છે. જ્ઞાનસારમાં આ અંગે જણાવેલ છે કે‘તૃષ્ણાસ્વરૂપ કાળા સાપનું નિયંત્રણ કરનાર જાંગુલીમંત્ર સમાન જ્ઞાનદષ્ટિ જો પૂર્ણાનંદમય સાધક ભગવાનમાં જાગૃત હોય તો તેને એ દીનતાસ્વરૂપ વીંછીના ડંખની વેદના શું થાય ?' અર્થાત્ ન જ થાય. છે આનંદ કી ઘડી આઈ છે. “ત્યાગ-વૈરાગ્ય-સંયમ કે યોગ સે, નિઃસ્પૃહભાવ જગાઈ; સર્વસંગ પરિત્યાગ કરા કર, અલખધૂન મચાઈ, બી સખી રી અપગત દુઃખ કહલાઈ રે. સખી આનંદ કી ઘડી આઈ રે...” આ પ્રમાણે મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે સાધારણજિનસ્તવનમાં પણ ભાવ નિર્ગન્ધદશાનું વર્ણન કરેલ છે. તેનું પણ અહીં અનુસંધાન કરવું. અહીં અસંગ અનુષ્ઠાનના વર્ણન પ્રસંગે જે-જે વાતો જણાવેલી છે, તે અંગે ઉપરોક્ત ત્રણેય સંદર્ભોનું અનુસંધાન કરવું, જોડાણ કરવું. # તત્ત્વપ્રતિપત્તિને પ્રગટાવીએ જ પ્રભા દૃષ્ટિમાં તત્ત્વમતિપત્તિ નામનો ગુણ પ્રગટ થાય છે. તત્ત્વપ્રતિપત્તિ એટલે “યથાવસ્થિત આત્માનુભૂતિ' આવું દ્વત્રિશિકાવૃત્તિમાં (૨૪/૧૭) મહોપાધ્યાયજી મહારાજે જણાવેલ છે. મતલબ કે સાતમી દૃષ્ટિમાં યોગીને કેવલ આત્મા = દ્રવ્ય-ભાવકર્મમુક્ત આત્મા અનુભવાય છે. “હું કર્મમુક્ત, નિર્વિકલ્પ, અસંગ, સાક્ષિમાત્ર, પરમશાંતસ્વરૂપ, સ્થિરાત્મક, એકલો, ધ્રુવ અને શુદ્ધ ચૈતન્યના અખંડ પિંડ સ્વરૂપ આત્મા છું – આવી આત્મતત્ત્વની અપરોક્ષ અનુભૂતિ સ્વરૂપ તત્ત્વમતિપત્તિ અહીં વર્તતી હોય છે. ઈ સ્થિયમને માણીએ ઈ. આ રીતે પ્રભાષ્ટિમાં આગળ વધતા યોગીને વિશેષ પ્રકારે આત્માની શુદ્ધિ પ્રગટે છે. તેથી અહિંસા -સત્યાદિ મહાવ્રતસંબંધી અતિચાર લાગવાની ચિંતા પણ તેમને રહેતી નથી. તેના કારણે અહિંસા
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy