SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૦ [ અધ્યાત્મ અનુયોગ સહિત સંભિન્નશ્રોતોલબ્ધિ વગેરે અનેક લબ્ધિઓ પ્રભા દૃષ્ટિમાં વર્તતા યોગીને ઉપલી ભૂમિકામાં પ્રાપ્ત થાય છે. જ અસંમોહ-તત્ત્વસંવેદન જ્ઞાન પ્રગટાવીએ યોગદૃષ્ટિ સમુચ્ચય તથા ધાત્રિશિકા પ્રકરણ વગેરેમાં બુદ્ધિ-જ્ઞાન-અસંમોહ આમ ત્રણ પ્રકારે જ્ઞાન દર્શાવેલ છે. તેમાંથી જે “જ્ઞાન” છે, તે આ અવસ્થામાં અસંમોહસ્વરૂપે પરિણમે છે. કારણ કે ત્યાજ્ય એવી પ્રવૃત્તિ + પરિણતિનો ત્યાગ તથા ગ્રાહ્ય એવી પ્રવૃત્તિ + પરિણતિનો સ્વીકાર ત્યારે વર્તતો હોય છે. ચારિત્રમોહનું બળ અત્યંત ક્ષીણ થયેલું હોય છે. તેમજ અષ્ટક પ્રકરણ, કાત્રિશિકા પ્રકરણ વગેરેમાં જે વિષયપ્રતિભાસાદિ ત્રણ જ્ઞાન બતાવેલા છે, તેમાંથી સમ્યગ્દર્શનથી વણાયેલું જે આત્મપરિણતિવાળું જ્ઞાન છે, તે હવે તત્ત્વસંવેદનશાન સ્વરૂપે પરિણમે છે. કારણ કે હવે આકુળતા-વ્યાકુળતાનો ત્યાગ કરીને તે પ્રવૃત્તિ કરે છે, પ્રશાન્તતા તેના અંતઃકરણમાં પ્રવર્તતી હોય છે, સર્વવિરતિની પરિણતિ અંદરમાં છવાયેલી હોય છે. આમ અનાકુળતા-પ્રશાંતતા-સર્વવિરતિપરિણતિથી વણાયેલ આત્મપરિણતિવાળું જ્ઞાન હવે તત્ત્વ સંવેદનજ્ઞાનરૂપે પરિણમે છે. આ રીતે યથાર્થપણે સમ્યજ્ઞાન અને સમ્યફ ક્રિયા બન્નેનો સમુચ્ચય કરીને - સાધક ભગવાન મોક્ષમાર્ગે અત્યંત ઝડપથી આગળ વધે છે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન પ્રાયઃ અહીંથી 2. રવાના થાય છે. સાધક ધર્મધ્યાનમાં પોતાના ચિત્તને સતત દઢપણે સ્થાપે છે. ક્યારેક સાલંબન ધ્યાનમાં રમે તો ક્યારેક નિરાલંબન ધ્યાનમાં. સ્વાધ્યાયયોગના સામર્થ્યના લીધે આવી ધ્યાનદશામાં તે આરૂઢ થાય છે. જ નિર્વિચાર આત્મજાગૃતિની પરાકાષ્ઠા ખરેખર સ્વરસવાહી સ્વસમ્મુખી સ્વરૂપગ્રાહક શાંતચિત્તવૃત્તિપ્રવાહ સ્વરૂપ સ્વાધ્યાયદશા સાધક ભગવાનના અંતઃકરણમાં પ્રગટે છે. તેના લીધે પોતાના બાહ્ય વ્યક્તિત્વને ઓગાળવાની પ્રક્રિયા વેગવંતી ત બને છે. તેના પ્રભાવથી અનાદિરૂઢ એવી હઠિલી વિભાવદશા, વિકૃત વિકલ્પદશા અને ક્લિષ્ટ | કર્માધીનદશા ઝડપથી વિદાય લે છે. અનિવાર્ય અને આવશ્યક (= વ્યવહારથી જરૂરી) એવી દો દેહનિર્વાહાદિ પ્રવૃત્તિમાં, સારી રીતે અભ્યસ્ત = આત્મસાત કરેલી જિનાજ્ઞાના સંસ્કાર અનુસાર છે જયણાપૂર્વક જોડાવા છતાં તેમાં સાધક ભગવાન ભળતા નથી. તેમાં લીન થતા નથી જ. કર્તાભાવથી અને ભોક્તાભાવથી છૂટા પડીને પાંચ સમિતિમાં અને ત્રણ ગુપ્તિમાં પ્રવર્તતા સાધુ ભગવંત કાયાદિની ચેષ્ટાને સાક્ષીભાવે જુએ છે. અરે ! આંખના પલકારા વગેરેની કે મનમાં ઉઠતા સંકલ્પ-વિકલ્પ-વિચાર વગેરેની પણ તેમાં ભળ્યા વિના સાધક નોંધ લે છે. મન-વચન-કાયાની તમામ ચેષ્ટાઓ આત્મજાગૃતિપૂર્વક પ્રવર્તે છે. પૂર્ણ આનંદમય અને નિર્વિચાર આત્મજાગૃતિ (Thoughtless awareness) સ્વરૂપ પર્વતના શિખર ઉપર આરૂઢ થયેલ નિગ્રંથ ભગવાન ત્યાં સ્થિરતાપૂર્વક આસન જમાવે છે. તેમને પોતાને અતીન્દ્રિય નિર્વિકલ્પ આત્મબોધ-આત્મસાક્ષાત્કાર અંદરમાં સતત ઉજાગર રહે છે. Bustdl (ignorance), Elial (depression), Clial (helplessness), edlAll (hopelessness) q013 અત્યન્ત દૂર ભાગી જાય છે. સર્વ સંગનો, સર્વ સંગની સ્પૃહાનો પરિત્યાગ કરીને પોતાની અનક્ષર = શબ્દાતીત (અલખ નિરંજન) અને અક્ષર = શાશ્વત એવી જ્ઞાનસ્વભાવી ચેતનવસ્તુમાં ઉપયોગધારા ઠરી જાય છે, જામી જાય છે, વિશ્રાન્ત થાય છે. તથા બહારમાં અવસર મુજબ અસંગ અનુષ્ઠાન પ્રવર્તે છે. સર્વ પાપોથી વિરામ પામીને વિશિષ્ટ આત્મરતિ સ્વરૂપ જે વિરતિ છે, તે અહીં તાત્ત્વિક સમજવી.
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy