SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૬ [ અધ્યાત્મ અનુયોગ સહિત કપટ ન જાણઈ રે આપણું, પરનાં ગુહ્ય તે ખોલઈ રે. ગુણનિધિ ગુરુથી બાહિરા, વિરૂઉં નિજમુખિ બોલઈ રે II૧પ/ર-૪ (૨૫૭) શ્રી જિન. જે પ્રાણી (આપણું ) પોતાની કપટ દશાને જાણતા નથી, યા પરમાર્થે ? અજ્ઞાનરૂપ સ પડલઈ કરીનેં. અને વલી (તે) પરનાં ગુહ્ય = પારકા અવર્ણવાદ (ખોલઈ =) મુખથી બોલાઈ છઈ. ગુણનિધિ = ગુણનિધાન એહવા જે ગુરુ, તેથી બાહિર રહીને, વિરૂઓ તે કહેવા યોગ્ય નહિ, એહવું નિજમુખથી બોલાઈ છઈ, અસમંજસપણું ભાખે છે, તે પ્રાણીનઈ. ll૧પ/ર-૪ll. स्वकपटं तु न जानन्ति, ते परगुह्यानुद्घाटयन्ति रे। આ પુનિધિનુરસતો વહ્યા વિરૂપ સ્વમુલ્લા વત્તિ રા૫/૨-૪ परामर्श स्वकप L) સાધ્વાભાસની ઓળખાણ ) શ્લોકાર્થ:- તે સાધ્વાભાસ જીવો પોતાના કપટને નથી જ જાણતા અને પારકાના દોષોને ઉઘાડા પાડે છે. ગુણના નિધાન સમાન એવા ગીતાર્થ ગુરુથી છૂટા પડીને પોતાના મોઢેથી ગુરુના દોષોને જણાવે એ છે.(૧૫/૨-૪) હતીઆત્મવિડંબક ન બનીએ આધ્યાત્મિક ઉપનય :- કપટી જીવ પોતાના દોષ જોવાના બદલે હંમેશા બીજાના છિદ્રોને જુવે 01 છે. બીજાના દોષને રજનું ગજ કરીને દેખાડે છે અને ગજ જેવા પોતાના દોષ એને રજ જેવા લાગે છે. તે રીતે પોતાના દોષને તે ઢાંકે છે. તથા ગુરુનિંદાના પાપમાં તે હોંશે-હોંશે જોડાય છે અને અનંતકાળ ૨ સુધી મોક્ષથી દૂર ફેંકાઈ જાય છે. ધર્મશ્રમણ તરીકેનો દેખાવ કરવા છતાં પાપશ્રમણ તરીકેનું તેનું જીવન છે આત્મવિડંબના સિવાય બીજું કશું જ નથી. જ જ્ઞાનીની નજરમાં નીચા ન ઉતરીએ આ બાહ્ય દૃષ્ટિએ સંસારનો ત્યાગ કરવા છતાં પણ તે સાધ્વાભાસ જીવ જ્ઞાની પુરુષોની દૃષ્ટિમાં છે. અત્યંત નીચો ઉતરી જાય છે અને જિનશાસનની અત્યંત બહાર નીકળી જાય છે. આવું આપણી બાબતમાં ન બને તેવું ગ્રંથકારશ્રી ઈચ્છી રહ્યા છે. પાપશ્રામણ્યનો પરિહાર કરવાના પ્રયત્નથી જ શ્રીશ્રીપાલકથામાં (= સિરિસિરિવાલ કહામાં) શ્રીરત્નશેખરસૂરિજીએ દર્શાવેલ શાશ્વતસુખવાળો મોક્ષ સુલભ બને. (૧૫૨-૪) • કો.(૯)+સિ.માં ‘રેના બદલે ‘તે પાઠ. # કો.(૧)માં “ગુરુથકા પાઠ. પુસ્તકોમાં “ગુરુ થકી” પાઠ. લા.(૨)માં “ગુરુથી’ પાઠ.
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy