SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યા દ્રવ્ય-ગુણ-પથાર્યનો રસ +ટબો (૧/૨-૩)] ૪૬૫ છોડે છે, તે શુષ્કજ્ઞાની છે. તેવા શુષ્કજ્ઞાની પણ મોક્ષમાર્ગની બહાર છે. પ્રસ્તુતમાં ઓઘનિર્યુક્તિની ગાથા યાદ કરવા જેવી છે. ત્યાં શ્રીભદ્રબાહુસ્વામીજીએ જણાવેલ છે કે “નિશ્ચયનયનું આલંબન કરવા છતાં પરમાર્થથી નિશ્ચયનયને નહિ જાણતાં એવા કેટલાક બાહ્યક્રિયામાં આળસુ જીવો ચારિત્રના મૂલગુણનો આ અને ઉત્તરગુણનો નાશ કરે છે.” દિગંબરાચાર્ય અમૃતચંદ્રજીએ પણ પુરષાર્થસિદ્ધિઉપાયમાં આવા પ્રકારના . ભાવવાળી જ કારિકા બનાવી છે. તે પણ અહીં ભૂલવા યોગ્ય નથી. સાચા જ્ઞાની સક્રિયાને ન છોડે છે વાસ્તવમાં તો તાત્ત્વિક જ્ઞાનનો પરિપાક થતાં પોતાની ભૂમિકા મુજબ શાસ્ત્રવિહિત ક્રિયા છૂટી જતી નથી પણ આત્મસાત્ થાય છે. તેથી અધ્યાત્મઉપનિષદ્ધાં મહોપાધ્યાય શ્રીયશોવિજય મહારાજે જણાવેલ આ છે કે “જ્ઞાનનો પરિપાક થવાથી ખરેખર શાસ્ત્રોક્ત ક્રિયા આત્મસાત્ થાય છે. જેમ ચંદનમાંથી સુવાસ , છૂટી પડતી નથી તેમ જ્ઞાનીમાંથી શાસ્ત્રોક્ત ક્રિયા છૂટી પડતી નથી. આ અંગે અધિક નિરૂપણ છે અધ્યાત્મઉપનિષદ્વી અધ્યાત્મવૈશારદી વ્યાખ્યામાં અમે (યશોવિજય ગણીએ મુનિ અવસ્થામાં) કરેલ છે. યો જિજ્ઞાસુ વાચકવર્ગે તેનું અવલોકન કરવું. - 8 મુક્તાત્મા સદા પ્રસન્ન છે આ રીતે મોક્ષમાર્ગે આગળ વધતાં યોગશાસ્ત્રમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજીએ તથા પદર્શનસમુચ્ચયમાં મલધારી શ્રીરાજશેખરસૂરિજીએ વર્ણવેલ સિદ્ધસ્વરૂપ ખૂબ નજીક આવે. ત્યાં જણાવેલ છે કે “સાદિ-અનંત-અનુપમ-પીડાશૂન્ય-સ્વાભાવિક સુખને મુક્તાત્મા પ્રાપ્ત કરે છે. કેવલજ્ઞાન-કેવલદર્શનને ધરાવનાર મુક્તાત્મા સદા પ્રસન્ન રહે છે.” (૧પ/ર-૩)
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy