SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૮ [ અધ્યાત્મ અનુયોગ સહિત આપણા પ્રશસ્ત કે અપ્રશસ્ત પર્યાય ઉપર બહુ ભાર આપવાના બદલે તે પર્યાય જેમાંથી પ્રગટ થાય છે એવા મૂળભૂત શુદ્ધ દ્રવ્ય તરફ આપણી દૃષ્ટિને સ્થિર કરવા જેવી છે. જ રાગાદિ આત્માનો વિભાવ પણ નથી જ જ વાસ્તવમાં તો આત્મદ્રવ્યમાં વિભાવપરિણામ છે જ નહિ. જેમ શિખંડમાં જે ખટાશ જણાય છે, તે સાકરનો વિભાવ નથી પણ દહીંનો જ સ્વભાવ છે, તેમ સંસારી જીવમાં જે રાગાદિ પરિણામ જણાય છે, તે આત્મદ્રવ્યનો વિભાવ નથી પણ કર્મપુદ્ગલદ્રવ્યનો જ સ્વભાવ છે. એક દ્રવ્યના સ્વભાવને બીજા દ્રવ્યનો વિભાવ કઈ રીતે કહી શકાય ? તેવું પ્રતિપાદન કરવું જરાય વ્યાજબી નથી. “રાગાદિ આત્માની વિભાવદશા છે, વિભાવપરિણામ છે' - આવો પક્ષ કે વ્યવહાર તો અજ્ઞાની-મિથ્યાત્વી લોકોનો સમજવો. આત્મજ્ઞાની ક્યારેય રાગાદિને આત્માના વિભાવ તરીકે સ્વરસથી જણાવે જ નહિ. ક્યારેક અને શાસ્ત્રજ્ઞ લોકો રાગાદિને આત્માના વિભાવ તરીકે જણાવે તો તે અજ્ઞાની લોકોને પ્રતિબોધ કરવાના { તાત્પર્યથી બોલાયેલ છે - તેમ સમજવું. અનાર્યભાષા આર્યપુરુષ સ્વરસતઃ ન બોલે. પણ ક્યારેક અનાર્યને - સમજાવવા માટે જેમ અનાર્યભાષાનો ઉપયોગ આર્યપુરુષ કરે છે, તેમ “આત્મામાં અવાર-નવાર જણાતા KU હોવાથી રાગાદિ આત્માનો જ સ્વભાવ છે' - તેવું માનતા એવા અજ્ઞાની લોકોને સમજાવવા માટે, રાગાદિ-આત્મસ્વભાવપક્ષ છોડાવવા માટે શાસ્ત્રકારો ક્યારેક રાગાદિને આત્માના વિભાવ તરીકે ઓળખાવે છે. છે ક્રિયાયોગીનો મોક્ષમાર્ગ વિકાસ છે “રાગાદિની આત્મામાં જ પ્રતીતિ થતી હોવાથી તે આત્માનો જ સ્વભાવ છે' - આવું અનુસંધાન કરતાં અજ્ઞાની લોકોને સીધેસીધું “રાગાદિ પુદ્ગલનો સ્વભાવ છે' - તેવું કહેવામાં આવે તો તેઓને શાસ્ત્રવેત્તા ' મનીષીઓ ઉપર જ અવિશ્વાસ થઈ જાય. પોતાનો અનુભવ બ્રાન્ત છે - તેવું તેઓ સમજતા નથી. તેથી છે તેઓને “રાગાદિ પુદ્ગલસ્વભાવ છે' - તેવું કહેવું યોગ્ય નથી. માટે “રાગાદિ આત્મસ્વભાવ છે - તેવી તેઓની માન્યતા છોડાવવાના આશયથી શાસ્ત્રકારો ઉપચારભાષાસ્વરૂપ વચલા માર્ગને શોધીને રાગાદિને આત્માના વિભાવપરિણામ તરીકે જણાવે છે. તેવું સાંભળીને ક્રિયાયોગી જીવને એવી દૃષ્ટિ પ્રગટે છે કે મારો આત્મા રાગાદિ વિભાવ પરિણામથી વર્તમાનકાળમાં લેપાયેલ છે. તેથી સમ્યફ ક્રિયા, ભગવદ્ ભક્તિ, તપ વગેરે દ્વારા મારે આત્માને રાગાદિશૂન્ય કરવો જોઈએ. આવી વ્યવહારષ્ટિથી ક્રિયાયોગી મોક્ષમાર્ગમાં આગળ વધે છે. વાસ્તવમાં રાગ નથી આત્માનો સ્વભાવ કે નથી વિભાવ. + જ્ઞાનયોગની અભિરુચિને ઓળખીએ કે પરંતુ આત્મજ્ઞાની એવું સમજે છે કે “રાગ વગેરેને આત્માના વિભાવપરિણામ કહેવા માત્રથી તે રાગાદિ આત્માના પરિણામ બનતા નથી. કારણ કે પરમાર્થથી તો રાગાદિ નથી આત્માનો સ્વભાવ કે નથી આત્માનો વિભાવ. રાગાદિ કર્મયુગલોનો જ સ્વભાવ છે. તેથી ત્રણેય કાળમાં આત્મા રાગ વગેરેથી લેપાયેલો નથી જ. આત્મા તો સર્વદા શુદ્ધ જ છે, અસંગ જ છે.” આવી નિશ્ચયદષ્ટિથી આત્મજ્ઞાની સાધક મોક્ષમાર્ગમાં પૂરપાટ દોટ મૂકે છે. પ્રસ્તુતમાં જ્ઞાનસારની એક કારિકાની વાચકવર્ગે વિભાવના કરવી. ત્યાં મહોપાધ્યાયજી મહારાજે જણાવેલ છે કે “નિશ્ચયથી આત્મા અલિપ્ત છે. તથા વ્યવહારથી આત્મા રાગાદિ વડે લેપાયેલ છે. જ્ઞાની અલિપ્તદષ્ટિથી શુદ્ધ થાય છે. ક્રિયાવાનું “આત્મા રાગાદિથી લેપાયેલ છે. તો હવે હું તેને શુદ્ધ કરું' - તેવી દૃષ્ટિથી શુદ્ધ થાય છે.”
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy