SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૩ દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ + ટબો (૧૪/૧૫)] છે સ્વસમ્મુખ રહી રવાનુભૂતિ પ્રગટાવીએ છે પોતાના આત્મતત્ત્વનું સંવેદન કરવા માટે બહિર્મુખતા તો સર્વથા છોડી જ દેવી. કેમ કે બહિર્મુખતા એટલે પરલક્ષિતા = પરશેયસન્મુખતા. પરયની રુચિપૂર્વક સન્મુખતા પરશેયગોચર રાગાદિથી ગર્ભિત છે. તેથી તે કર્મબંધનું કારણ છે. આથી તે ભવભ્રમણનું ભયંકર કારણ છે. આ કારણે નિષ્કલંક એવા પોતાના પરમાત્મપદનું ધ્યાન કરવા દ્વારા તેમાં જ વિશ્રાન્તિ કરવાની કામનાને જે સાધકો ધરાવતા હોય તેમણે કાયમ (૧) પરના લક્ષે જ અટકી રહેવું, (૨) જનસંપર્કમાં ગળાડૂબ રહેવું, (૩) સ્વમતવાદી સાથે કે પરમતવાદી સાથે વાદ-વિવાદાદિ કરવા - ઈત્યાદિ બાબતને છોડવી જ જોઈએ. કેમ કે તે ન પરમાર્થથી આત્મધ્યાનમાં બાધક છે. બાહ્ય દુનિયાના લક્ષમાં ખોવાયેલા રહેવામાં ભય લાગે, એમાં આખો ધ્યા જન્મ લૂંટાતો હોય તેવું લાગે તો બહિર્મુખતા વગેરે છૂટે. પોતાના શુદ્ધ પરમાત્મતત્ત્વને સતત જોતા મા જ રહેવું એ પોતાના પરમ ઈષ્ટનું સાધન છે. બહિર્મુખતા ટાળીને સતત પોતાના સિદ્ધસ્વરૂપનો સાક્ષાત્કાર ! કરવો એ ખરેખર પોતાના સિદ્ધસ્વરૂપને પ્રગટાવવાનું મુખ્ય અંતરંગ સાધન છે. કારણ કે આ રીતે 50 સ્વસમ્મુખ થવાથી પોતાના જ પરમાત્મસુખનો આસ્વાદ મળે છે. તેનાથી આત્માની પ્રકૃષ્ટ શુદ્ધિ જન્મ જ છે. બાહ્ય વિષયોથી અને વિભાવપરિણામોથી ઉદાસીન બનીને, ઈન્દ્રિયથી અને મનથી નિરપેક્ષ બનીને . (A) પોતાના જ આત્મતત્ત્વની સન્મુખ રહેવાનો, (B) નિજ નિર્મળસ્વરૂપનો પરિચય કરવાનો, (C) પોતાને સ્વયંપ્રકાશસ્વરૂપે જોવાનો નિરંતર અભ્યાસ કરવો. તેનાથી આત્મામાં એક એવું અમોઘ સામર્થ્ય પ્રગટે છે કે જે સાક્ષાત અતીન્દ્રિય, નિર્વિકલ્પ, નિરુપાધિક અને શાશ્વત શાંતસુધારસથી વ્યાપ્ત એવા છે પરમાનંદનો આસ્વાદ કરાવે છે. આવો પરમાનંદનો આસ્વાદ એ જ સ્વસંવેદન છે, આત્માનુભવ છે. તે સ્વાનુભવ પરમતૃપ્ત હોય છે. ભૌતિક સુખના આસ્વાદની જેમ તે તૃષ્ણાવર્ધક-ભોગતૃષ્ણાજનક બિલકુલ નથી. તેથી આત્મજ્ઞાનીને એવી ભાવના રહે છે કે “હું હંમેશા સ્વસમ્મુખ જ રહું. પરસમ્મુખ કદાપિ ન થાઉં.” આથી તે વારંવાર નિજચૈતન્યસ્વભાવમાં ડૂબકી લગાવે છે અને સ્વાનુભવધારાને જીવંત-જ્વલંત -જયવંત-બલવંત બનાવે છે. તે સ્વસંવેદનના બળથી નિર્ગસ્થ સાધુ સુખી બને છે. _) સાધુ સદા સુખી ) અહીં જ્ઞાનસારના એક શ્લોકનો તાત્પર્યાર્થ ઊંડાણથી વિચારવો. ત્યાં મહોપાધ્યાયજીએ જણાવેલ છે કે “આશ્ચર્ય છે કે બાહ્ય વિષયોથી અતૃપ્ત એવા ઈન્દ્ર અને ઉપેન્દ્ર (ગોવિંદ) વગેરે પણ સુખી નથી. જગતની અંદર આત્મજ્ઞાનમાં લીન બનીને તૃપ્ત થવાથી કર્મમલિનતારહિત બનેલ ભિક્ષુ = સાધુ એક જ સુખી છે.” તેવા આત્મજ્ઞાનના = સ્વસંવેદનના પ્રવાહનો વિચ્છેદ ન થવાથી રત્નકરંડકશ્રાવકાચારમાં દર્શાવેલ મોક્ષને આત્માર્થી ઝડપથી મેળવે છે. ત્યાં સમન્તભદ્રાચાર્યે જણાવેલ છે કે “(૧) જન્મ, ઘડપણ, રોગ, મરણ, શોક, દુઃખ અને ભય - આનાથી જે રહિત છે, (૨) રાગાદિસ્વરૂપ આગ જ્યાં બૂઝાઈ ગયેલ છે, (૩) જ્યાં શુદ્ધ સુખ વિદ્યમાન છે, તે મોક્ષરૂપે માન્ય છે.” (૧૪/૧૫)
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy