SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૨ [અધ્યાત્મ અનુયોગ સહિત 'હિવઈ પ્રકારાન્તરઈ ચતુર્વિધ પર્યાય નયચક્રઈ કહિયા, તે દેખાડઈ છS :ઈમ જ સજાતિ-વિજાતિથી, દ્રવ્યપર્યાય; ગણઈ સ્વભાવ-વિભાવથી, એ પ્યાર કહાય II૧૪/૧પ (૨૪૧) શ્રી જિન. ઈમ (જ) સજાતીય દ્રવ્યપર્યાય, વિજાતીય દ્રવ્યપર્યાય, સ્વભાવ ગુણપર્યાય, વિભાવ ગુણપર્યાય - (એ) ઈમ ૪ ભેદ પર્યાયના કહઈવા. ૧૪/૧પી. તુલ્યદ્રવ્યપર્યય વિજ્ઞાતિયદ્રવ્યપર્યય : स्वभावगुणपर्यायः विभावगुणपर्यायस्तथा।।१४/१५ ।। * પર્યાયના ચાર પ્રકાર છે શ્લોકાર્થ :- (૧) સજાતીયદ્રવ્યપર્યાય, (૨) વિજાતીયદ્રવ્યપર્યાય, (૩) સ્વભાવગુણપર્યાય તથા (૪) 2. વિભાવગુણપર્યાય - આ પ્રમાણે ચાર પર્યાય કહેવાય છે. (૧૪/૧૫) જો જો, શુદ્ધ આત્મદ્રવ્ય નજરમાંથી છૂટી ન જાય) આધ્યાત્મિક ઉપનય :- ગમે તે વિવક્ષાથી પર્યાયના ભેદ પાડો. પરંતુ પર્યાય અંતે તો પર્યાયમાત્ર [3] જ છે, વિનશ્વર જ છે. તેથી તેના ઉપર કેવળ આંધળી રુચિ કેળવીને શુદ્ધ આત્મદ્રવ્ય આપણી નજરમાંથી છટકી જાય - તેવું બનવું ન જોઈએ. સંવર, નિર્જરા, કેવળજ્ઞાન, મોક્ષ વગેરે પણ પર્યાયસ્વરૂપ જ ) છે. તે પ્રતિક્ષણ પરિવર્તનશીલ છે. તેથી તેના પ્રત્યેની તીવ્ર રુચિના લીધે અમલ, અખંડ, અવિનશ્વર તે આત્મદ્રવ્ય ઉપર રુચિપૂર્વક સ્વદૃષ્ટિને સ્થાપિત કરવાનું ચૂકી ન જવાય તેની પણ આંતરિક કાળજી દ્રવ્યાનુયોગના અભ્યાસી એવા આત્માર્થી સાધકે અવશ્ય રાખવી. ઉત્પાદ, વ્યય વગેરે પર્યાયો આત્મામાં હોવા છતાં પણ તેની ઉપેક્ષા કરીને “નાશ પામવા છતાં પણ જે નષ્ટ નથી થયેલ. ઉત્પાદને પામવા છે છતાં પણ જે ઉત્પન્ન નથી થયેલ તથા ત્રણેય કાળને વિશે અવશ્ય જે વિદ્યમાન છે તે જ પરમ નિજતત્ત્વ છે' - આ પ્રમાણે દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં દર્શાવેલ પદ્ધતિ મુજબ રાત-દિવસ સન્માત્ર સ્વરૂપે પરમભાવસ્વભાવાત્મક નિજ આત્મતત્ત્વનું જ આત્માર્થી સાધકે ધ્યાન ધરવું જોઈએ. ...ચિતલયમધ્યવર્તી પાઠ ધ.-શાં.માં નથી. મો.(૨) + મ.માં છે. છે આ.(૧)માં “સ્વજાતિ' પાઠ. $ લા.(૧)+લા.(૨)મ.માં ‘દ્રવ્યઈ પક્ઝાય” પાઠ કો.(૧૪)નો પાઠ લીધો છે. જ આ.(૧)માં “ગુણે ગુણ સ્વભાવથી” પાઠ. શાં.માં “સ્વભાવથી’ અશુદ્ધ પાઠ. સિ.લી.(૧+૨+૩+૪)+કો.(૯)મ.નો પાઠ લીધો છે. પુસ્તકોમાં “કહાઈ પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. 8 एतत्तु द्रव्य-गुण-पर्यायरासस्तबकानुवादरूपेणैवाऽत्रोक्तम्। अधुनोपलभ्यमाने नयचक्रादौ तु एतादृशचतुर्विधपर्यायनिरूपणं नोपलभ्यते। इदञ्चाऽग्रे (१४/१६) स्फुटीभविष्यतीत्यवधेयम् ।
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy