SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૫ દ્રવ્ય-ગુણ-૫યાયનો રાસ + ટબો (૧૪/૧૦)]. શુદ્ધ આત્મજ્યોતિ છોડી અન્ય વિષયોમાં મનને દોડાવવું ઝેરતુલ્ય લાગે છે' - આ મુજબ જ્ઞાનસારના શ્લોકના તાત્પર્યાર્થને ઊંડાણથી આર્દ્ર હૃદયે વિચારીને જ્યારે સાધકની રુચિ-રસ-લાગણી બહારના વિષયોમાં મરી પરવારે છે ત્યારે તેનો ઉપયોગ અંતર્મુખ બને છે, અંદરમાં ઊંડો ઉતરે છે. તથા તે અંતર્મુખ ઉપયોગ પોતાના જ સ્વરૂપમાં તન્મય બને છે, તદ્રુપ બને છે. તેની પરસમ્મુખતા દૂર થાય છે, પરલક્ષિતા છૂટી પડે છે. અનાદિ કાળથી ભિન્ન ભિન્ન પરણેયમાં ભટકવાથી વિકેન્દ્રિત થયેલો ઉપયોગ હવે સ્વકેન્દ્રિત બને છે. તેવી દશામાં જ્યારે ઉપયોગ સન્નિહિત પરય પદાર્થના આકારનું અવગાહન કરે છે, ત્યારે સાધકને પરણેય પદાર્થમાં ઈષ્ટ-અનિષ્ટપણાના વિકલ્પો ઉભા થતા નથી. તેથી અત્તરાત્માની = સાધક ભગવાનની અંતરંગ પરિણતિ સરળતાથી વિભાવપરિણામોથી અસંગ બને છે, છૂટી પડે છે. આમ પ્રથમ આ ઉપયોગ અને પછી અંતરંગપરિણતિ રાગાદિથી અસંગ બને છે. પરણેય પદાર્થોથી પરામુખ બનેલું છે જે જ્ઞાન ઉપાદેયપણે સ્વાત્મક શેયના આકારથી પરિણત થાય તેને જ સમ્યગુ જ્ઞાન કહેવાય. તે જ્ઞાન પર રાગાદિદશાથી છૂટું પડીને વીતરાગભાવે પરિણમે છે. સમ્યગુ જ્ઞાન દર્પણતુલ્ય હોવાના કારણે પોતાના (ન, સ્વરૂપમાં અત્યંત નિર્મળ જ રહે છે, સ્વચ્છ જ રહે છે. દર્પણમાં કોલસાનું પ્રતિબિંબ પડે તો પણ દર્પણ સ્વચ્છ જ રહે ને ! કોલસાના કાળા પ્રતિબિંબવાળું દર્પણ કાંઈ કોલસાની જેમ સ્વયં કાળું થઈ એ. જતું નથી. આ હકીકતને સાધકે કદાપિ ભૂલવી નહિ. પોતાના સ્વચ્છસ્વભાવના લીધે તે જ્ઞાનમાં ત યથાવસ્થિતપણે પરણેય પદાર્થના આકારોનો પ્રતિભાસ થાય છે. પણ પરય જ્ઞાનરૂપે પરિણમતું નથી ? અને જ્ઞાન કદાપિ પરયરૂપે પરિણમતું નથી. પરંતુ પોતાના નિર્મળ-સ્વચ્છ સ્વભાવના સામર્થ્યથી ત્યારે વા સમ્યગું જ્ઞાન સ્વયં જ પરયાકારના માત્ર પ્રતિભાસરૂપે પરિણમે છે. તેમ છતાં પણ તે સમ્યગું જ્ઞાન મ પરણેય પદાર્થોના નિમિત્તે ઈષ્ટ કે અનિષ્ટ વિકલ્પને ઉત્પન્ન કરવા માટે સમર્થ થતું નથી કે તથાવિધ વિકલ્પથી થનારા રાગ-દ્વેષ વગેરે વિભાવપરિણામોને પણ ઉત્પન્ન કરવા માટે સમર્થ બનતું નથી. તેના લીધે તે જ્ઞાન આત્માની અબંધદશાને પ્રગટાવે છે અને આશ્રવદશાને મૂળમાંથી ઉખેડે છે. ના અસંગદશાથી કેવળજ્ઞાન , આ રીતે સાધક ભગવાન પોતાની (૧) અસંગદશા, (૨) અબંધ દશા અને (૩) અનાશ્રવદશા ઉપર આરૂઢ થાય છે. તેથી કેવલજ્ઞાનાદિ પ્રાપ્ત થવાના ક્રમથી મોક્ષમાર્ગે આગળ વધતાં ક્રમશઃ સાધકનું સિદ્ધસ્વરૂપ ઝડપથી પ્રગટ થાય છે. સિદ્ધસ્વરૂપને જણાવતાં ઔપપાતિકસૂત્રમાં, પ્રજ્ઞાપના સૂત્રમાં, દેવેન્દ્રસ્તવપ્રકીર્ણકમાં તથા જિનલાભસૂરિકૃત આત્મપ્રબોધમાં જણાવેલ છે કે કર્મના કવચથી = કોચલાથી = બંધનથી મુક્ત થયેલા જીવો (૧) સિદ્ધ, (૨) બુદ્ધ, (૩) ભવપારગામી, તથા (૪) સમ્યક્તાદિની પરંપરાથી ભવપારને પામેલા હોવાથી પરંપરાગત કહેવાય છે. તે જીવો અજર, અમર અને અસંગ હોય છે.” (૧૪/૧૦)
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy