SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ +ટબો (૧૪/૭)] ૪૧૯ નથી. માત્ર કાળ દ્વારા કેવલજ્ઞાનાદિસંબંધી અર્થપર્યાયમાં દર્શાવેલ જે અશુદ્ધતાનું નિર્માણ થાય છે, તે વાસ્તવિક હોવા છતાં પણ પારિભાષિક છે. તેવી અશુદ્ધતા આપણને નુકસાનકારક નથી. તેથી તેનાથી એ ડરવાની જરૂર નથી. પણ ચેતનનું જડદ્રવ્યરૂપે પરિવર્તન કરવાનું કાર્ય, મુક્તાત્માને સંસારી બનાવવાનું કામ, પ્રગટ થયેલ કેવલજ્ઞાનને મતિજ્ઞાનરૂપે પરિણાવવાનું કામ કે કેવળ શુદ્ધ આત્માના = મુક્તાત્માના વ્યા પર્યાયને સંસારીપર્યાયરૂપે પલટાવવાનું કાર્ય કદાપિ કાળતત્ત્વ કરતું જ નથી. જ વાતાવરણની ઝેરી અસરથી બચીએ . પરંતુ જીવ જાગૃત ન રહે, જાણી-જોઈને ઘાલમેલ કરે, સ્વેચ્છાથી કુકર્મને અને કુસંસ્કારને પરવશ આ થઈ જાય, ઈરાદાપૂર્વક કુનિમિત્તનું સેવન કરે તો સમ્યગૂ જ્ઞાનીને અજ્ઞાની રૂપે, ભગવદ્ભક્તને ભોગીરૂપે, . સંયમીને સારી રૂપે, આરાધકને વિરાધકરૂપે પલટાવી દેતાં કાળતત્ત્વને વાર લાગતી નથી. આવું જાણીને છે. સાવધ જરૂર રહેવું. પાંચમો આરો, હુંડા અવસર્પિણી કાળ, એકવીસમી સદીનું ભોગવિલાસમય વાતાવરણ યો વગેરેની ઝેરી અસર આપણને ન થાય તેની પૂરતી કાળજી લેવી. તેના લીધે ઉપમિતિભવપ્રપંચ કથામાં વર્ણવેલી નિવૃતિનગરી = મુક્તિપુરી નજીક આવે. ત્યાં સિદ્ધર્ષિગણીએ જણાવેલ છે કે “અનન્ત , આનંદરાશિથી પરિપૂર્ણ, અવિનાશી નિવૃત્તિનગરીમાં રહેલા જીવોને ઘડપણ, રોગ વગેરે ઉપદ્રવો જે કારણે નથી થતા, તે કારણે તે સર્વોપદ્રવશૂન્ય છે.' (૧૪/૭)
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy