SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨ | [ અધ્યાત્મ અનુયોગ સહિત જતાં સ્વકીય વિશુદ્ધ આત્મતત્ત્વ ઉપર પોતાની દૃષ્ટિને રુચિપૂર્વક સ્થાપિત કરી સાધક ઝડપથી પરમ * મધ્યસ્થદશાને સંપ્રાપ્ત કરી શકે છે. તેનાથી સિદ્ધસુખ ખૂબ જ નજીક આવે. શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં તથા ટા ઉપમિતિભવપ્રપંચ કથામાં નિર્મલકેવલીની દેશનામાં સિદ્ધસુખને દર્શાવતા એમ કહેલ છે કે “સિદ્ધોને જન્મ (=પ્રથમસમયવર્તી તે-તે દેહનો સંયોગ) હોતો નથી. જન્મ એ જ ઘડપણનું અને મરણનું કારણ છે. જન્મસ્વરૂપ કારણ ન હોવાથી સિદ્ધોને જરા-મરણ હોતા નથી. તે ન હોવાથી સદૈવ તમામ દુઃખનો આ અભાવ જ સિદ્ધોને હોય છે. તથા એક પણ દુઃખ ન હોય તો તેમને શાશ્વત પરમાનંદદશા જ હોય ને ! આ રીતે સર્વ પીડાના અભાવથી સમ્યક્ પ્રકારે સિદ્ધ થયેલું એવું સિદ્ધોનું સુખ માન્ય છે.” (૨/૧૨)
SR No.022421
Book TitleDravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy