________________
દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ + ટબો (૧/૪)]. અન્ય દર્શનો અને સર્વ નિયોનો જ્યાં સુધી યથાર્થ બોધ ન થાય ત્યાં સુધી જૈન દર્શનના સઘળા સિદ્ધાન્તોનો સ્યાદ્વાદનો પૂર્ણ પારમાર્થિક નિશ્ચય થવો અશક્યપ્રાય છે. તથા દ્રવ્યાનુયોગમય અનેકાન્તવાદ સ્વરૂપ જૈનદર્શનના મૌલિક સિદ્ધાન્તોનો સર્વાગીણ પરિચય ન થાય ત્યાં સુધી તારક તીર્થંકર પરમાત્મા ઉપર કે તેના વચન ઉપર તાત્ત્વિક અને સ્થિર શ્રદ્ધા પણ પ્રગટી ન શકે. તથા તેના વિના પારમાર્થિક સમ્યગ્દર્શન અને પણ આવી ના શકે. તેના વિના તો નૈશ્ચયિક ચારિત્ર પણ દુર્લભ જ છે.
( ક્રિડ્યા કરતાં જ્ઞાનમાં વિશેષ ઉધમ આવશ્યક હS માટે ચારિત્રના મૂળ ગુણ (ચરણસિત્તરી)માં અને ઉત્તર ગુણ(કરણસિત્તરી)માં બાહ્ય ઉદ્યમ કરવાની જેટલી જરૂર છે તેના કરતાં સારભૂત પારમાર્થિક પ્રશમાદિ ગુણસંપન્ન નૈૠયિક સમ્યગ્દર્શનને મેળવવા એ માટે સેંક્કો ગણો આંતરિક ઉદ્યમ કરવાની આવશ્યકતા છે. આવા લક્ષ્યપૂર્વક સ્વદર્શનના શાસ્ત્રોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી, પરદર્શનની પોકળતાને પિછાણી, તેની એકાંતવાદમય માન્યતાઓથી અળગા છે બની, આદર અને અહોભાવપૂર્વક દ્રવ્યાનુયોગમય ભાવસ્યાદ્વાદસ્વરૂપ શુદ્ધ સિદ્ધાન્તની ત્રિકાલઅબાધ્યતાને યો મનમાં સ્થિર કરી, તારક તીર્થકર ભગવંતના પ્રેમભક્તિ/સમર્પણ વગેરેમાં ખોવાઈ જઈ, ગ્રન્થિભેદ કરી, આંતરિક મોક્ષમાર્ગે અવિરતપણે આગેકૂચ કરવા કટિબદ્ધ બનવું એમાં જ જીવનની સાર્થકતા છે. એનો છે અર્થ એવો ફલિત થાય છે કે બુધ જન તે છે કે જે શુષ્કજ્ઞાની નથી કે ક્રિયાજડ નથી. પરંતુ સમ્યમ્ જ્ઞાન-ક્રિયાઉભયરુચિવાળો છે. તેવા આત્માર્થી બુધજનને જ તત્ત્વાર્થકારિકામાં દર્શાવેલ મોક્ષસુખ સુલભ બને. ત્યાં ઉમાસ્વાતિવાચકે જણાવેલ છે કે “મુક્ત જીવોનું સુખ (૧) સંસારના વિષયો કરતાં ચઢિયાતું છે, (૨) શાશ્વત છે, (૩) પીડારહિત છે. તેથી પરમર્ષિઓ મોક્ષસુખને પરમ = સર્વશ્રેષ્ઠ કહે છે.” (૧/૨)