SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટબો (૧૦/૫)] ૨૭૯ 24 રહેલ છે. આ વાત સાધકની નજર બહાર નીકળી જવી ન જોઈએ. આ રીતે આ બન્ને દ્રવ્યોનો આધ્યાત્મિક ઉપકાર ખ્યાલમાં રાખવાનો આધ્યાત્મિક સંદેશ આ શ્લોક દ્વારા પ્રાપ્ત થાય છે. ‘સર્વ કર્મોનો નાશ થવાથી પ્રગટ થયેલ ચૈતન્યસ્વભાવમય અને સુખસ્વભાવમય આત્મા એ જ મોક્ષ છે' આવું સમ્મતિતર્કવ્યાખ્યામાં દર્શાવેલ છે. તે મોક્ષ મળે ત્યારે સિદ્ધદશામાં પણ લોકાગ્રભાગે અનંતકાલીન સ્થિતિ અધર્માસ્તિકાયપ્રયુક્ત છે આ વાત કૃતજ્ઞ સાધકોએ મનમાં રાખવા જેવી છે. * મોક્ષમાં પણ અધર્માસ્તિકાય ઉપકારી - - પ્રસ્તુત બાબતમાં ભગવતીઆરાધના ગ્રંથની એક ગાથા ભૂલવા જેવી નથી. ત્યાં દિગંબર શિવાર્યજીએ (= શિવકોટિ આચાર્યએ) જણાવેલ છે કે “લોકાગ્રઆકાશભાગમાં અનંત કાલ સુધી અધર્માસ્તિકાયથી ઉપકૃત થયેલ સિદ્ધ ભગવંત સ્થિર રહે છે. સિદ્ધદશામાં પણ અધર્માસ્તિકાયનો આ ઉપકાર શાસ્રકારોને માન્ય છે. કારણ કે જીવનો સ્વતઃ સ્થિતિ સ્વભાવ નથી.” જેમ આત્માનો ચૈતન્યસ્વભાવ કોઈની પણ સહાય વિના છે, તેમ કોઈની પણ સહાય વિના સ્થિતિ કરવાનો સ્વભાવ જીવનો નથી. આ અપેક્ષાએ ‘જીવનો સ્વભાવ સ્થિતિ નથી' - એવું શિવાર્યવચન ઘટાવવું. (૧૦/૫) @lys ', 같이
SR No.022421
Book TitleDravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy