SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૭ દ્રવ્ય-ગુણ-યાયનો રાસ + ટબો (૧૦/૪)] તિહાં ધરિ ધર્માસ્તિકાય લક્ષણ કહઈ છઈ – ગતિપરિણામી રે પુગલ-જીવનઈ, ઝષનઈ જલ જિમ હોઈ; તાસ અપેક્ષા રે કારણકે લોકમાં, ધર્મ દ્રવ્ય છઈ રે સોઇ ૧૦/૪ (૧૬૫) સમ. ગતિપરિણામી જે પુગલ-જીવદ્રવ્ય, લોક કહતા ચતુર્દશરજ્જવાત્મક આકાશખંડ, તેહમાંહિ રહી છઈ; (તાસક) તેહનું જે અપેક્ષા કારણે વ્યાપારરહિતઅધિકરણરૂપ ઉદાસીન કારણ, યથા દૃષ્ટાન્ત* જિમ ગમનાગમનાદિક્રિયાપરિણત ઝષ કહેતાં મલ્ય” તેહનઈ જળ અપેક્ષા કારણ (હોઈ=) છ; (સોઈ=) તે ધર્મદ્રવ્ય કહતા ધર્માસ્તિકાય દ્રવ્ય જાણવું. “स्थले झषक्रिया व्याकुलतया चेष्टाहेत्विच्छाऽभावादेव न भवति, न तु जलाभावादिति गत्यपेक्षाकारणे मानाभावः” इति चेत् ? न, अन्वय-व्यतिरेकाभ्यां लोकसिद्धव्यवहारादेव तद्धेतुत्वसिद्धेः; *જલ વિના મછની ગતિ નહિ, તિમ ધર્મદ્રવ્ય મૂકી ચેતનની ગતિ નહીં* अन्यथा अन्त्यकारणेनेतराखिलकारणान्यथासिद्धिप्रसङ्गाद् इति दिग् ॥१०/४॥ मीनस्येव जलं लोके या पुद्गलाऽऽत्मनोर्गतिः। अपेक्षाकारणं तस्याः धर्मास्तिकाय एव रे।।१०/४।। જ ધર્માતિકાયનું નિરૂપણ છે. શ્લોકા :- માછલીની જે ગતિ છે, તેનું અપેક્ષાકારણ જેમ પાણી થાય છે, તેમ લોકમાં = વિશ્વમાં પુદ્ગલ અને જીવની જે ગતિ થાય છે, તેનું અપેક્ષાકારણ ધર્માસ્તિકાય જ છે. ( ૧૪) છે ધર્માસ્તિકાયનું ઢણ સ્વીકારીએ છે આધ્યાત્મિક ઉપનય - આપણા મનના ભાવો અશુદ્ધમાંથી શુદ્ધ બને, સુંદર મજાના વચનયોગો અખ્ખલિતપણે પ્રવર્તે તથા કાયાથી જિનાજ્ઞા મુજબ સુંદર મજાનું આચારપાલન, જયણાનું પાલન વગેરે રે થાય તેમાં ધર્માસ્તિકાય દ્રવ્ય પણ સહાય કરે છે. ભગવતીસૂત્રમાં આ વાત જણાવી છે. આ વાત આપણા મગજની બહાર નીકળવી ન જોઈએ. આ રીતે ધર્માસ્તિકાય દ્રવ્યનું ઋણ સ્વીકારીને કૃતજ્ઞતા ગુણને છે આપણે વધુ વિશુદ્ધ બનાવીએ તો સત્તર પ્રકારના સંયમમાંથી અજીવસંબંધી માનસિક સંયમ વિશુદ્ધ છે બને. આવો સૂક્ષ્મબુદ્ધિગમ્ય આધ્યાત્મિક સંદેશ આ શ્લોક દ્વારા પ્રાપ્ત કરવા જેવો છે. તે વિશુદ્ધ સંયમના કારણે સમ્મતિતર્કવ્યાખ્યામાં દર્શાવેલ સર્વકર્મવિયોગસ્વરૂપ મોક્ષ નજીક આવે. (૧૦/૪) ૬ મો.(૨)માં ‘લોકને’ પાઠ. - કો.(૨)+મ.માં “ધરમ' પાઠ. કો.(૧)નો પાઠ લીધો છે. ૪ મ. + P(૨૪) + શાં.માં “ગઈ” પાઠ છે. સિ.+કો.(૪+૫+૬+૯) + મો.(૨)નો પાઠ લીધો છે. જે પુસ્તકોમાં “પરિણામવ્યાપારરહિત' પાઠ. કો.(૯)+સિ.નો પાઠ લીધો છે. *....* ચિહ્નદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)માં છે. • આ.(૧)+કો.(૯)માં “માછલાને’ પાઠ.
SR No.022421
Book TitleDravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy