SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ [ અધ્યાત્મ અનુયોગ સહિત સવિ અર્થ સમયમાં ભાખિઆ, ઇમ વિવિધ ત્રિલક્ષણશીલ રે; જે ભાવઈ એહની ભાવના, તે પામઈ સુખ જસ લીલ રે ।।૯/૨૮॥ (૧૬૧) જિન. ઇમ સમય કહિÛ સિદ્ધાંત, તે માંહિ સર્વ અર્થ વિવિધ પ્રકારŪ *કરીનઈં* ત્રિલક્ષણ કહિÛ, ઉત્પાદ (૧), વ્યય (૨), ધ્રૌવ્ય (૩) – તીલ = તત્વભાવ ભાખિયા. જે પુરુષ એ ત્રિલક્ષણ સ્વભાવની ભાવના ભાવ, તે વિસ્તારરુચિસમ્યક્ત્વ અવગાહી અંતરંગ સુખ અનઇં પ્રભાવકપણાનો યશ તેહની લીલા પામઇ નિઃસન્દેહેનેતિ પરમાર્થઃ.- II૯/૨૮॥ नानारीत्येत्थमर्थः त्रि-लक्षण उक्त आगमे । परामर्शः यो भावयति तद्भावम्, सोऽवति च सुखं यशः । ।९ / २८ ।। ૨૭૦ > સર્વ પદાર્થ ત્રિલક્ષણ ♦ શ્લોકાર્થ :- આ રીતે અનેક પ્રકારે ‘સર્વ પદાર્થ ત્રણ લક્ષણયુક્ત છે' - આમ આગમમાં જણાવેલ આત્મા તેની (વિવિધ) ભાવનાને ભાવે છે તે સુખ-યશલીલાને પ્રાપ્ત કરે છે. (૯/૨૮) * દ્રવ્યાનુયોગી પ્રવચનપ્રભાવક આધ્યાત્મિક ઉપનય :- ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક વસ્તુસ્વભાવને જ્ઞાનભાવના, દર્શનભાવના, ચારિત્રભાવના વગેરેથી ભાવિત કરવાની વાત ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તથા દ્રવ્યાનુયોગનો ઊંડો અભ્યાસ જિનશાસનની તાત્ત્વિક પ્રભાવના કરાવવા દ્વારા સુંદર શાસનસેવાનો લાભ અપાવે છે. તેથી જિનશાસનની ટ્ર સેવા અને પ્રભાવના કરવા ઈચ્છતા મહાત્માઓએ પણ દ્રવ્યાનુયોગનો માર્મિક અભ્યાસ કરવા લાગી જવું જોઈએ. શાસ્ત્રાભ્યાસ વિના કેવળ પાટને ગજાવવાથી કે ગળાને છોલવાથી પ્રવચનપ્રભાવના કે શાસનસેવા થઈ ગયાના ભ્રમમાંથી વહેલી તકે બહાર નીકળી જવા જેવું છે. તેવા ભ્રમને છોડવાથી તત્ત્વાનુશાસન ગ્રંથમાં દર્શાવેલ મોક્ષસુખ સુલભ થાય. ત્યાં શ્રીનાગસેનજીએ જણાવેલ છે કે ‘જે સુખ (૧) સ્વાધીન, (૨) પીડારહિત, (૩) અતીન્દ્રિય, (૪) અવિનાશી, (૫) ઘાતિકર્મક્ષયજન્ય હોય તેને મોક્ષસુખ તરીકે શાસ્ત્રકારોએ જાણેલ છે.' (૯/૨૮) નવમી શાખા સમાપ્ત છે. • કો.(૪)માં ‘ત્રિવિધ' પાઠ. ૐ શાં.મ.માં ‘પાવઈં' પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. ...* ચિહ્નદ્વયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં છે. ♦♦ ચિહ્નદ્વયમધ્યવર્તી પાઠ ફક્ત પાલિ.માં છે.
SR No.022421
Book TitleDravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy