SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ [ અધ્યાત્મ અનુયોગ સહિત પર્યાયઅર્થો અનિત્ય અશુદ્ધો, સાપેક્ષ કર્મોપાધિ રે; સંસારવાસી જીવન જિમ, જનમ-મરણહ-વ્યાધિ રે ॥૬/૬॥ (૭૯) બહુ. કર્મોપાધિસાપેક્ષ અનિત્ય અશુદ્ધ પર્યાયાર્થિક એહ છઠો ભેદ જાણવો. જિમ “સંસારવાસી જીવનઈ જનમ-મરણ-વ્યાધિ છઈ” – ઈમ કહિયÛ. ઈહાં જન્માદિક પર્યાય જીવના કર્મસંયોગજનિત અનિત્ય અશુદ્ધ છઇ, તે કહિયા. તે જન્માદિક પર્યાય છઈ, તો તેહના નાશનઈં અર્થઈ મોક્ષાર્થઈ જીવ પ્રવર્ત્તઈ છઈ. *ઈત્યાદિક ઈમ એ ભાવાર્થ જાણવો. ઈતિ ૭૯ ગાથાનો અર્થ પૂર્ણ.* ૫૬/૬૫ अनित्याऽशुद्धपर्यायनय उपाध्यपेक्षकः । परामर्शः સંસારિનો યા નન્મ-મરળ-વ્યાધિપર્યયાઃ।।૬/૬।। * પર્યાયાર્થિકના છઠ્ઠા ભેદનું વિવરણ શ્લોકાર્થ :- કર્મોપાધિસાપેક્ષ અનિત્યઅશુદ્ધ પર્યાયાર્થિકનય કહેવાય છે. જેમ કે ‘સંસારી જીવના જન્મ-મરણ-વ્યાધિ વગેરે પર્યાયો હોય છે' - આવું વાક્ય. (૬/૬) ...તો અજન્મા થવાની સાધના પ્રાણવંતી બને છે : આધ્યાત્મિક ઉપનય :- (૧) ‘જન્મ-મરણ-રોગ-ઉપદ્રવો વગેરે પર્યાયો વિનાશી છે' - આ સ્વીકાર હતાશાના વમળમાં ફસાતા સાધકને બચાવે છે. (૨) તેમજ કલ્પનાના લાડુ ખાવામાં મશગૂલ શેખચલ્લીની જેમ પોતાના જન્મદિનની ઊજવણી (Birthday Party) વગેરેમાં ગળાડૂબ જીવને તેમાંથી અટકાવવાનું કામ પણ આ સ્વીકાર કરે છે. (૩) તે ઔપાધિક પર્યાયોનું કારણ કર્મ છે. તેથી કર્મને હટાવવા દ્વારા જ જન્મ-મરણ વગેરે પર્યાયોને હટાવી શકાય. અન્યથા તેનાથી આત્માનો છૂટકારો મોક્ષ થઈ ન શકે. આ વાત ઔપાધિક જન્મ-મરણાદિ પર્યાયને ઉત્પન્ન કરનારા કર્મોનો નાશ કરનારી સાધના કરવા માટે ઉત્સાહ પ્રગટાવે છે. આ માટે સૌપ્રથમ અજન્મા આત્મા માટે જન્મ એ કલંક છે - આવી પ્રતીતિ થવી જોઈએ. ‘હવે એક પણ નવો જન્મ લેવો મને પોષાય તેમ નથી' - આવો સૂર અંતરમાંથી પ્રગટે તો અજન્મા થવાની, અજર-અમર આત્મસ્વરૂપને પ્રગટ કરવાની સાધના સારી રીતે વેગવંતી અને સંવેગવાળી બને. આવો ઉપદેશ છઠ્ઠા પર્યાયાર્થિકનય દ્વારા મેળવવા જેવો છે. તેનાથી પરમાત્મપંચવિંશતિકામાં વર્ણવેલ સિદ્ધસ્વરૂપ પ્રગટે છે. ત્યાં જણાવેલ છે કે જે જે જન્મ, ઘડપણ વગેરે ઉપાધિજન્ય ભાવો છે તે તમામનો નિષેધ કરવાથી પરમાત્માનું સ્વરૂપ પ્રસિદ્ધ બને છે.' (૬/૬) - ♦ મ.માં ‘અર્થ' પાઠ. શાં.માં ‘અરથો' પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. ૐ મો.(૧)માં ‘નિત્ય' અશુદ્ધ પાઠ. પુસ્તકોમાં ‘અનિતિ' પાઠ. કો.(૧૩)નો પાઠ લીધો છે. “ પુસ્તકોમાં ‘જાણવો' પાઠ નથી. કો.(૧૩)માં છે. ♦ પુસ્તકોમાં ‘અનિત્ય' પાઠ નથી. કો.(૭+૧૩)+ લી.(૨+૩)માં છે. * ચિહ્નયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી.ફક્ત લા.(૨)માં છે.
SR No.022421
Book TitleDravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy