SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૧ દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ + ટબો (૯/૫)] •પર્યાયઅર્થો નિત્ય શુદ્ધો રહિત કર્મોપાધિ રે; જિમ સિદ્ધના પર્યાય સરખા, ભવજંતુના નિરુપાધિ રે //૬/પી. (૭૮) બહુ. કપાધિરહિત નિત્યશુદ્ધપર્યાયાર્થિક પાંચમો ભેદ. જિમ ભવજંતુના = સંસારીજીવના પર્યાય તે સિદ્ધ જીવના સરખા કહિઈ. (નિરુપાધિe) કર્મોપાધિભાવ છતા છઈ તેહની વિવક્ષા ન કરી, જ્ઞાન-દર્શન-ચારિત્ર શુદ્ધપર્યાયની જ વિવક્ષા કરી. I૬/પા , कर्मोपाध्यनपेक्षे तु सन्नित्यः पर्ययार्थिकः। यथा संसारिपर्याये सिद्धपर्यायतुल्यता ।।६/५ ।। કાકા .. રસ ન થી પચચાર્દિકનો પાંચમો ભેદ ઓળખીએ છે શ્લોકાર્થ - કર્મોપાધિથી નિરપેક્ષ હોય તે પર્યાયાર્થિક શુદ્ધ નિત્ય જાણવો. જેમ કે “સંસારી પર્યાયમાં જ સિદ્ધપર્યાયતુલ્યતા છે' - આવું વચન. ()૫) - કર્મજન્ય પર્યાય પ્રત્યે મધ્યસ્થતા કેળવીએ - આધ્યાત્મિક ઉપનય :- “સંસારી પર્યાય સિદ્ધપર્યાય સમાન છે' - પાંચમાં પર્યાયાર્થિકનયની આ બે વાત હૃદયગત કરીને કોઈ પણ વ્યક્તિના કર્મજન્ય નબળા પર્યાય જોવા મળે ત્યારે તેને ગૌણ કરી, તે તેની ઉપેક્ષા કરી, આત્મગત શુદ્ધ આવૃત પર્યાયોને પ્રસ્તુત નયદષ્ટિથી નિહાળી તે વ્યક્તિ પ્રત્યે મનમાં ઊભા થતા ધિક્કાર-તિરસ્કાર આદિ ભાવોને અટકાવવા. આમ કરવાથી ઈન્દ્રિયજન્ય સુખો કરતાં ચઢિયાતું છે પોતાની સિદ્ધદશાનું સુખ પ્રગટ થાય છે. સિદ્ધ ભગવંતના સુખને ભગવતી આરાધના ગ્રંથ આ રીતે જણાવે છે કે “લોકાગ્ર ભાગમાં રહેલા સિદ્ધ ભગવંતો જે અવ્યાબાધ સુખને અનુભવે છે તેનો અનંતમો ભાગ ઇન્દ્રિયજન્ય સુખ બને.” આ સિદ્ધસુખને પ્રગટ કરવાની હિતશિક્ષા અહીં મળે છે. (૬/૫) ૧ લા.(૨)+મ.માં “અરથો પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. ૪ લા.(૨)+મ.માં ‘સરિખા' પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. જ કો.(૩)માં “પર્યાય રે’ પાઠ. ફૂ લી.(૩)માં “ભાવ જીવ છતા” પાઠ. • કો.(૧૨)માં “કરવી પાઠ. કો.(૭)માં “કરવી” પાઠ.
SR No.022421
Book TitleDravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy