________________
७८
[ અધ્યાત્મ અનુયોગ સહિત
-
नैयायिकाः प्रभाषन्तेऽसत्त्वेऽप्यतीतगोचरः। કર્થવ જ્ઞાત્રેિવં વાર્યમદ્ધિ ગાયતાનાારૂ/.
-
9 અસની જ્ઞપ્તિ - ઉત્પત્તિનો સંભવ : નૈયાયિક , શ્લોકાર્થ :- નૈયાયિકો કહે છે કે “જેમ અતીત વિષય વર્તમાનમાં અસત્ હોવા છતાં પણ જણાય છે છે તેમ પ્રસ્તુતમાં અસત્ જ કાર્ય ઉત્પન્ન થશે.” (અર્થાત્ અસદ્ વસ્તુની જ્ઞપ્તિ-ઉત્પત્તિ થઈ શકે.) (૩૯) ૮.!!
* દ્વિવિધ અસહ્વાદનું આધ્યાત્મિક મૂલ્યાંકન . આધ્યાત્મિક ઉપનય - અસત્ વસ્તુની જ્ઞપ્તિના અને ઉત્પત્તિના વિચારને આલંબન બનાવી એમ - વિચારવું કે “મારા ભૂતકાળની પાપ પ્રવૃત્તિઓ અને દોષો વર્તમાનમાં અસત્ હોવા છતાં સર્વજ્ઞ ભગવંતો છે તો તેને જાણે જ છે. તેથી તેની આલોચના, નિંદા, ગઈ કરી, પ્રાયશ્ચિત્ત વહન કરી, અનાગત (=
અનુત્પન્ન હોવાથી વર્તમાનમાં અસતુ) કેવલજ્ઞાનાદિ ગુણોને અને સંયતત્વ, સિદ્ધત્વ આદિ પર્યાયોને
વહેલી તકે ઉત્પન્ન કરું. કારણ કે અસત્કાર્યવાદના સિદ્ધાન્ત મુજબ, અતીત અને અનાગત વસ્તુ અસત્ ર્યો હોવા છતાં તેની જાણકારી અને ઉત્પત્તિ થઈ શકે છે.’ આ રીતે અસદ્ગતિવાદને અને અસત્કાર્યવાદને
આધ્યાત્મિક દૃષ્ટિએ ઉપયોગી બનાવી, એના માધ્યમે આત્મવિશુદ્ધિ મેળવીને કલ્યાણકારી, અચલ, રોગરહિત, અક્ષય, અનન્ત, અવ્યાબાધ (=પીડાશૂન્ય) સિદ્ધિગતિ નામના લોકાગ્રપદને આત્માર્થી સાધક પ્રાપ્ત કરે છે. શ્રી પાર્શ્વનાથચરિત્રમાં શ્રીઉદયવીરગણીએ આવું લોકાગ્રપદ દર્શાવેલ છે. (૩)