SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ स्याद्वादमंजरी (અનુવાદ) વૈશેષિક દર્શન કહે છે: દ્રવ્યાદિ ત્રણમાં મુખ્ય સત્તા માનવામાં કોઈ બાધ નથી પરંતુ સામાન્યાદિમાં બાધકનો સંભવ હોવાથી તેમાં સત્તા સંબંધ નથી. સામાન્યમાં જે સત્તા સ્વીકારવામાં આવે તે અનવસ્થા દેષ આવે છે, અને વિશેષમાં સત્તા સંબંધ માનવામાં આવે તે વિશેષના સ્વરૂપની હાનિ થાય છે. તેમજ સમવાયમાં પણ અન્ય કેઈ સંબંધના અભાવે સત્તા સંબંધ નથી. આ રીતે બાધકને સંભવ હોવાથી સામાન્યાદિ ત્રણમાં મુખ્યથી સત્તાને યોગ નથી. જૈન દર્શન કહે છે: એ તમારું કથન ઠીક નથી. કેમ કે સામાન્યમાં સત્તા માનવાથી જે અનવસ્થા દોષ આવતું હોય તે દ્રવ્ય, ગુણ અને કર્મમાં પણ સત્તા માનવાથી અનવસ્થા દેષ કેમ નહી આવે ? કેમ કે સામાન્યમાં જેમ સ્વરૂપ સત્તા પહેલેથી વિદ્યમાન છે તેમ દ્રવ્યાદિ ત્રણમાં સ્વરૂપ સત્તા પહેલેથી જ વિદ્યમાન છે! હવે, દ્રખ્યાદિ ત્રણ પદાર્થો સત્રૂપ હોવા છતાં પણ તેમાં અન્ય સત્તા માને છે તે તે અન્ય સત્તામાં પણ એક ભિન્ન સત્તા માનવી પડશે. આ રીતે ઉત્તરોત્તર સત્તાની કલ્પના કરવાથી દ્રવ્યાદિમાં પણ અનવસ્થા દોષ આવશે. તેમજ વિશેષમાં પણ સત્તા સ્વીકારવાથી તેના સ્વરૂપની હાનિ નહીં થાય પ્રત્યુત વિશેષના સ્વરૂપની સિદ્ધિ થશે, કેમ કે સ્વરૂપ રૂપ સામાન્યથી રહિત એવા વિશેષ પણ જોવામાં આવતા નથી. તેવી જ રીતે સમવાયમાં પણ સામાન્યરૂપ સત્તા સ્વીકારવાથી અવિષ્યભાવ (તાદાત્મ્ય) સંબંધની સિદ્ધિ થશે; કેમ કે સમવાયમાં સત્તા સંબંધ માનવામાં ના આવે તે સમવાયના સ્વરૂપને જ હાસ થશે. માટે દ્રવ્યાદિની જેમ સામાન્યાદિ ત્રણમાં પણ મુખ્ય સત્તા સંબંધ માનવામાં કઈ પણ જાતને બાધ આવતો નથી. આ પ્રમાણે છ એ પદાર્થોમાં સત્તા ઘટતી હોવા છતાં પણ દ્રવ્યાદિ ત્રણમાં સત્તા છે અને સામાન્યાદિ ત્રણમાં સત્તા સંબંધ નથી તેવા પ્રકારની તમારી કલ્પના વ્યર્થ છે. __ (टीका) किश्च, तैर्वादिमिर्यो द्रव्यादित्रये मुख्यः सत्तासम्बन्धः कक्षीकृतः सोऽपि विचार्यमाणो विशीयेत । तथाहि-यदि द्रव्यादिभ्योऽत्यन्तविलक्षणा सत्ता, तदा द्रव्यादीन्यसद्रपाणि स्युः । सत्तायोगात् सत्त्वमस्त्येवेति चेत्, असतां सत्तायोगेऽपि कुतः सत्त्वम् ? सतां तु निष्फलः सत्तायोगः । स्वरूपसत्व भावानामस्त्येवेति चेत्, तर्हि किं शिखण्डिना सत्तायोगेन ? सत्तायोगात् प्रागू भावो न सत् , नाप्यसत् , सत्तायोगात् तु सन्निति चेद्, वाङ्मात्रमेतत् । सदसद्विलक्षणस्य प्रकारान्तरस्यासम्भवात् । तस्मात् सतामपि स्यात् क्वचिदेव सत्तेति तेषां वचन विदुषां परिषदि कथमिव नोपहासाय जायते ? । (અનુવાદ). તેમજ તેઓ (વૈશેષિક દ્રવ્યાદિ ત્રણમાં મુખ્યસત્તા સંબંધ સ્વીકારે છે. તે પણ વિચાર કરવાથી અસંગત કરે છે. તે આ પ્રમાણે જે દ્રવ્યાદિથી સત્તા અત્યંતભિન્ન હોય તે દ્રશ્યાદિ અસત્ થશે. એમ ના કહેશે કે દ્રથાદિથી સત્તા અત્યંત ભિન્ન હોવા છતાં સ્થા. ૧૦
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy