SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ स्याद्वादमंजरी किं न कल्प्यते । यतस्तस्यापि यत् समवायत्वं स्वस्वरूपं, तेन साध सम्बन्धोऽस्त्येव । अन्यथा निःस्वभावत्वात् शशविषाणवदवस्तुत्वमेव भवेत् ततश्च इह समवाये समवायत्वम् इत्युल्लेखेन इहप्रत्ययः समबायेऽपि युक्त्या घटत एव । ततो यथा पृथिव्यां पृथिवीत्वं समवायेन समवेतं, एवं समवायेऽपि समवायत्वं समवायान्तरेण सम्बन्धनीयम्. तदप्यपरेण. इत्येवं दुस्तराऽनवस्था महानदी । (અનુવાદ) જેન કહે છે. તમે ધર્મ અને ધમીમાં ઈહપ્રત્યયના કારણરૂપ સમવાય સંબધ માને છે તે ઠીક નથી. કેમકે ધર્મધમીના કારણરૂપ ઈહપ્રત્યય જેમ ધર્મ અને ધમીમાં છે, તેમ સમવાયમાં પણ છે. કારણ કે તમારા મતે પૃથ્વીત્વના સંબંધથી પૃથ્વીમાં જે પૃથ્વીત્વ છે તે તેનું સ્વરૂપ (સ્વભાવ) છે, અને તે પૃથ્વીત્વ સાથે પૃથ્વીને જે સંબંધ છે, તે જ સમવાય કહેવાય છે. કહ્યું છે કે પ્રાપ્તિ પદાર્થની પ્રાપ્તિ તે જ સમવાય કહેવાય છે. એ પ્રકારે સમવાયમાં પણ સમવાયત્વની કલ્પના કેમ ના થઈ શકે ? કારણ કે સમવાયત્વ એ સમવાયનું સ્વરૂપ છે અને તે સમવાયની સાથે સમવાયત્વને સંબંધ પણ છે. જે સમવાયમાં સમવાયત્વ-રવરૂપ માનવામાં ના આવે તે સમવાય પિતાનાં સ્વરૂપથી યુત થશે અને એ રીતે સ્વરૂપભ્રષ્ટ થવાથી સમવાય શશશુગની જેમ અસત્ થઈ જશે માટે સમવાયમાં સમવાયત્વ–સ્વરૂપ માનવું આવશ્યક છે. આ રીતે સમવાયમાં સમવાયત્વ છે, ઈત્યાકાર ઈહપ્રત્યય સમવાયમાં યુક્તિથી સિદ્ધ થાય છે. તેથી પૃથવીમાં પૃથ્વીત્વ જેમ સમવાય સંબંધ વડે રહે છે, તેમ સમવાયમાં પણ સમવાયત્વ કે બીજા સમવાય સંબંધ વડે રહેશે, અને તે બીજા સમવાયમાં પણ સમવાયત્વ કઈ ત્રીજા સમવાય સંબંધ વડે રહેશે. આ પ્રમાણે એક સમવાયની સિદ્ધિમાં અનંત સમવાય માનવાથી અનવસ્થારૂપી મહાનદી દુતર થશે ! અર્થાત્ અનવસ્થા નામને દેષ આવશે. (टीका) एवं समवायस्यापि समवायत्वामिसम्बन्धे युक्त्या उपपादिते साहसिक्य. मालम्ब्य पुनः पूर्वपक्षवादी वदति । ननु पृथिव्यादीनां पृथिवीत्वाधभिसम्बन्ध. निबन्धनं समवायो मुख्यः। तत्र त्वतलादिप्रत्ययाभिव्ययस्य सङ्गृहीतसकलावान्तरजातिलक्षणव्यक्तिभेदस्य सामान्यस्योद्भवात् । इह तु समवायस्यैकत्वेन व्यक्तिभेदाभावे जातेरनुद्भूतत्वाद् गौणोऽयं युष्मत्परिकल्पित इहेतिप्रत्ययसाध्यः समवायत्वाभिसम्बन्धः तत्साध्यश्च समवाय इति । આ પ્રકારે સમવાયમાં સમવાયત્વને સંબંધ યુક્તિથી સિદ્ધ થયા છતાં પણ વૈશેષિક દર્શનકાર સાહસિકતાનું અવલંબન કરીને ફરીથી કહે છે કે સમવાયના મુખ્ય અને ગૌણ એમ બે ભેદ છે. તેમાં જે પૃથવી આદિમાં પૃથવીત્વાદિ રહે છે. તે મુખ્ય સમવાયથી રહે છે, અને તે મુખ્ય સમવાયનું જ્ઞાન “વ-તલ' આદિ પ્રત્યય દ્વારા થાય છે. અને તે પૃથ્વી આદિમાં રહેલ સમવાય સંપૂર્ણ ઘટવ આદિ અવાન્તર જાતિરૂપ વ્યક્તિઓના ભેદને સામાન્યતયા . (અનુવાદ)
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy