SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ स्याद्वादमंजरी ૩૨૩ છે.) માં અસંખ્યાતા નિગદના ગોળા છે. એકેક ગળામાં અસંખ્યાતી નિગોદ છે. એકેક નિગદમાં અનંતા જીવે છે. જેટલા જીવો વ્યવહાર રાશિમાંથી નીકળીને મોક્ષમાં જાય છે. તેટલા જીવો અવ્યવહાર રાશિમાંથી નીકળીને વ્યવહાર રાશિમાં આવે છે. આ પ્રમાણે નિગોદમાંથી જીવો નીકળતા હોવાથી તેમજ નિગદિયા નું અનંતપણું હોવાથી સંસારમાંથી સંસારી છો ક્યારે પણ ખાલી થતા નથી. (નિગોદનું વિશેષ સ્વરૂપ “સમય સાગર” ગ્રંથમાંથી જાણી લેવું) તેથી કાળનું અનાદિ-અનંતપણું હોવા છતાં પણ કેટલાક જીવ મેક્ષમાં ગયા છે, કેટલાક જાય છે. અને કેટલાક જીવો મોક્ષમાં જશે. તે પણ નિગોદને અનંતમો ભાગ જ મોક્ષમાં ગયો છે. અને જશે. જ્યારે જ્યારે શ્રી જિનેશ્વર ભગવંતને પૂછવામાં આવે છે કે હે ભગવંત કેટલા જીવ મેક્ષમાં ગયા છે? ત્યારે તેના ઉત્તરમાં ભગવંત કહે છે કેઃ “અત્યાર સુધીમાં ફક્ત એક નિગોદને અનંતમો ભાગ જ મોક્ષમાં ગયે છે. આથી અમારા મતમાં મુક્ત જીવોનું સંસારમાં આગમન સંભવતું નથી અને સંસાર જીવોથી શૂન્ય બની જતો નથી. આ પ્રમાણે અન્ય દર્શનકારો પણ સ્વીકારે છે. વાર્તિકકારે પણ કહ્યું છે કેઃ બ્રહ્માંડમાં અનંત જીવો રહેલા છે. તેથી સંસારમાંથી વિશિષ્ટ જ્ઞાનીઓની મુક્ત થવા છતાં પણ જગત જીવોથી રિક્ત (ખાલી) થઈ જતું નથી. કેમકે જે વસ્તુનું પરિમાણ હોય છે તે વસ્તુનો અંત થાય છે, અને પરિમિત વસ્તુની જ ન્યૂનતા અને સમાપ્તિ સંભવે છે. અપરિમિત વસ્તુને કયારે પણ અંત થતું નથી તેમજ ન્યૂનતા અને સમાપ્તિ પણ થતી નથી. આ પ્રકારે અન્યમતના અનુસારે પણ જીવનું અનંતપણું સિદ્ધ થાય છે. માટે ભગવંતે પ્રતિપાદન કરેલું છાનું અનંતપણું ઉક્ત દોષ દ્વારા દૂષિત થતું નથી. આ પ્રકારે ૨૮ મા કને અર્થ જાણવો.
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy