SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ अन्ययोगव्य. द्वा. श्लोक : २८ પોતાના સ્વરૂપથી સત્ છે અને પર વસ્તુના સ્વભાવથી અસત્ છે. અહિં એક સત ધર્મનું પ્રકારે નિરૂપણ કરવામાં આવ્યું છે તે પ્રકારે અસત, નિત્ય, અનિત્ય, વક્તવ્ય, અવક્તવ્ય, સામાન્ય અને વિશેષ આદિ અનેક ધર્મોનું સ્વરૂપ પણ સમજી લેવું. (टीका)-इत्थं वस्तुस्वरूपमाख्याय स्तुतिमाह यथार्थदी इत्यादि । दुर्नीतिपथं दुर्नयमार्गम् । तुशब्दस्य अवधारणार्थस्य भिन्नक्रमत्वात् त्वमेव आस्थः त्वमेव निराकृतवान् । न तीर्थान्तरदैवतानि । केन कृत्वा । नयप्रमाणपथेन । नयप्रमाणे उक्तस्वरूपे । तयोर्मार्गेण प्रचारेण । यतस्त्वं यथार्थदर्शी । यथार्थोऽस्ति तथैव पश्यतीत्येवंशीलो यथार्थदर्शी । विमलकेवलज्योतिषा यथावस्थितवस्तुदर्शी। तीर्थान्तरशास्तारस्तु रागादिदोषकालुप्यकलङ्कितत्वेन तथाविधज्ञानाभावाद न यथार्थदर्शिनः ततः कथं नाम दुनयपथमथ ने प्रगल्भन्ते ते तपस्विनः । न हि स्वयमनयप्रवृत्तः परेषामनयं निषेद्ध मुद्धरतां धत्ते । इदमुक्तं भवति । यथा कश्चित् सन्मार्गवेदी परो पकारदुर्ललितः पुरुषश्चौरश्वापदकण्टकाद्याकीणे मागे परित्याज्य पथिकानां गुणदोषोभयविकलं दोषास्पृष्टं गुणयुक्तं च मार्गमुपदर्शयति, एवं जगन्नाथोऽपि दुर्नयतिरस्करणेन भव्येभ्यो नयप्रमाणमार्ग प्ररूपयतीति । आस्थः इति अस्यतेरद्यतन्यां "शास्त्यमुवक्तिख्यातेरङ्ग" इत्यादि "श्वयत्यस्वचपतः श्वास्थवोचपप्तम्" इति अस्थादेशे "स्वरादेस्तासु" इति वृद्धौ रूपम् ॥ (અનુવાદ) આ પ્રકારે વસ્તુના સ્વરૂપને બતાવીને હવે “યથાર્થ શી” ઈત્યાદિ પદવડે સ્તુતિ કરતા કહે છે કે એક ભગવંત જ યથાર્થ વસ્તુ વરૂપના જ્ઞાતા છે. લેકમાં જે “તું” શદ છે. તે નિશ્ચય અર્થમાં પ્રયુક્ત છે. તેથી ત્વમેવ-હે ભગવન, આપ જ દુનેયમાર્ગનું નિરાકરણ કરવા સમર્થ છે, કેમકે નિર્મળ એવા કૈવલ્ય જ્ઞાનરૂપ જ્યોતિ વડે સમસ્ત પદાર્થોને જાણનારા આપ એક જ હેવાથી આપે નય અને પ્રમાણ દ્વારા દુર્નયા વાદનું નિરાકરણ ઠીક ઠીક કર્યું છે. અન્ય દર્શનેના પ્રણેતા તે રાગદ્વેષ આદિદથી પૂર્ણ હોવાના કારણે તેવા વિશિષ્ટ જ્ઞાનને અભાવ હોવાથી, યથાર્થદશી નથી. તેથી તે તપસ્વીઓ દુર્નયમાર્ગનું નિરાકરણ કઈ રીતે કરી શકે? કેમકે જે સ્વયં અનીતિના માર્ગમાં પડયા હેય, તે બીજાઓને અનીતિથી બચાવી શકતા નથી. આથી જેમ કોઈ સન્માર્ગના જ્ઞાતા પરોપકારનિષ્ઠ પુરુષ મુસાફરોને કુમાર્ગથી બચાવવાની ઈચ્છાથી, ચોર-શિકારી-પશુઓ અને અનેક પ્રકારના કંટકથી યુક્ત એવા કુમાર્ગને ત્યાગ કરાવીને નિર્દોષ અને ગુણથી યુક્ત સન્માર્ગને બતાવે છે. તેમ ત્રિલોકના નાથ શ્રી અરિહંત ભગવાન અનેક ઉપદ્ર()થી યુક્ત એવા દુર્નયરૂપ કુમાર્ગને ત્યાગ કરાવીને ભવ્ય જીવને અનેક ગુણોથી યુક્ત એવા નય અને પ્રમાણરૂપ સન્માને બતાવે છે. લોકમાં “બાય પદ નિરાકરણ કરવાના અર્થમાં પ્રયુક્ત છે. તે ' ધાતુથી અદ્યતન (લુહૂલકાર)માં “ શાપિતા ' એ સૂત્રથી ‘સ પ્રત્યય થયું છે.
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy