SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ स्मद्वादमंजरी (અનુવાદ) એકાન્ત અનિત્ય વાદમાં પુણ્ય-પાપ પણ ઘટી શકતાં નથી. કેમકે પુણ્ય-પાપની ક્રિયા સુખદુઃખના ઉપગરૂપ છે. તે પુણ્ય-પાપનાં ફળરૂપ સુખદુઃખને અનુભવ એકાન્ત અનિત્ય (ક્ષણિક) વાદમાં થઈ શક્તા નથી તે અમે પૂર્વે કહી આવ્યા છીએ. આ રીતે ક્ષણિકવાદમાં અર્થ ક્રિયાને અભાવ થવાથી પુણ્ય પાપની સિદ્ધિ થઈ શકતી નથી. ક્ષણિકવાદમાં પ્રત્યેક પદાર્થ એક ક્ષણસ્થાયી છે. તેથી તે ક્ષણમાં પિતાની ઉત્પત્તિમાં જ વ્યગ્ર બનવાથી, પુણ્ય-પાપનું ઉપાર્જન કઈ રીતે કરી શકશે ? જે માનો કે “બીજી ત્રીજી આદિ ક્ષણેમાં પુણ્યપાપનું ઉપાર્જન કરશે. તે પણ ઠીક નથી. કેમકે તમારા ક્ષણિકવાદમાં પદાર્થની. સ્થિતિ એક ક્ષણ સિવાય અન્ય ક્ષણોમાં હેઈ શકતી નથી. આ રીતે પુણ્ય-પાપનું ઉપાર્જન કરવાની ક્રિયાનો અભાવ થવાથી પુણ્ય-પાપને સંભવ પણ કઈ રીતે હોઈ શકે ? આમ પુણ્ય-પાપને સદુભાવ નહીં હોવાથી સુખદુઃખને ઉપગ પણ થઈ શકતો નથી, માને કે ગમે તે પ્રકારે ક્ષણિકવાદમાં સુખદુઃખને સદ્ભાવ છે, તે પણ પૂર્વેક્ષણને અનુરૂપ જ ઉત્તરક્ષણની ઉત્પત્તિ થાય છે. કેમકે ઉપાદાન (કારણ)ને અનુરૂપ ઉપાદેય (કાર્ય) ની ઉત્પત્તિ થાય. છે. તેથી આત્માની પૂર્વલણને અનુરૂપ ઉત્તરક્ષણની ઉત્પત્તિ થવી જોઈએ, એટલે કે પૂર્વ ક્ષણના દુ:ખી આત્માથી દુખી જ આત્માની ઉત્પત્તિ અને સુખી આત્માથી સુખી આત્માની ઉત્પત્તિ થાય પરંતુ પૂર્વના સુખી આમાથી દુઃખી અને દુઃખી આત્માથી સુખી આત્માની ઉત્પત્તિ થઈ શકે નહીં. કેમકે સદેશ ક્ષણોથી સદશની ઉત્પત્તિ થાય છે, પરંતુ વિસદશ કાર્યની ઉત્પત્તિ થતી નથી. આ પ્રમાણે પુણ્ય પાપ પણ એકાન્ત અનિત્ય પક્ષમાં ઘટી શકતાં નથી. ' (टीका)-एवं बन्धमोक्षयोरप्यसंभवः । लोकेऽपि हि य एव बद्धः स एव मुच्यते । निरन्वयनाशाभ्युगपमे चैकाधिकरणत्वाभावात् सन्तानस्य चावास्तवत्वात् कुतस्तयोः संभावनामात्रमपि ॥ (અનુવાદ). ક્ષણિકવાદમાં બંધ અને મેક્ષ પણ ઘટી શક્તા નથી. કેમ કે લોકમાં પણ કહેવાય છે કે જે પુરુષ બંધાય છે. તેજ મુક્ત થાય છે. માટે પદાર્થને નિરન્વય (સર્વથા) નાશ સ્વીકારવાથી બંધ અને મેક્ષને એક આશ્રય ના રહે. ક્ષણિકવાદમાં સર્વે પદાર્થો ક્ષણિક હોવાથી જે આત્માને બંધ થાય છે તેને બિલકુલ નાશ થઈ જવાથી મોક્ષ કોને થશે ? જે કહેશે કે “સંતાન પરંપરાથી આત્માના બંધ અને મોક્ષની વ્યવસ્થા બને છે, તે પણ ઠીક નથી કેમકે સંતાન કેઈ વસ્તુ સ્વરૂપ જ નથી તેથી. સંતાનની અપેક્ષાએ પણ બધ-મોક્ષની વ્યવસ્થા ઘટી શકતી નથી. આ રીતે ક્ષણિકવાદમાં સુખદુઃખ, પુય-પાપ અને બંધ મેક્ષની વ્યવસ્થા ઘટી શકતી નથી.. --(टीका)—परिणामिनि चात्मनि स्वीक्रियमाणे सर्व निर्बाधमुपपद्यते । “परिणामोऽवस्थान्तरगमनं न च सर्वथा ह्यवस्थानम् । न च सर्वथा बिनाशः परिणामस्त द्विदामिष्टः ॥" : "
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy