SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ અન્યયોન્ય. ા. જો ઃ ૨૪ २८२ રહેવાની આપત્તિ આવતી નથી, કેમકે ચિત્રપટ અને મેચક રત્નમાં અનેક પ્રકારના રંગે આશ્રિત હાવા છતાં પણ તે એક અખંડ અવયવીરૂપ છે. આથી ભિન્ન ભિન્ન રંગોના આધાર એક જ છે, માટે અનેક ધર્મોની ભિન્ન ભિન્ન સ્થાનમાં હેાવાપણાની આપત્તિ આવતી નથી. આથી સ્યાદ્વાદીના મતમાં ભિન્ન ભિન્ન રંગોનુ આધારભૂત વજ્ર, રંગાથી જેમ થ‘ચિત્ ભિન્ન અને અભિન્ન છે, તેમ સત્ત્વ અને અસત્ત્વના આધારભૂત પદાર્થં પણ તે તે ધર્મથી કથાચિત્ ભિન્ન અને અભિન્ન છે. આ પ્રકારે પરસ્પર વિરોધી ધર્માંની અવિરુદ્ધતા સિદ્ધ થવા છતાં પણ જો પ્રતિવાદીને સંતોષ ન થતા હાય તેા લૌકિક દૃષ્ટાંત આપીને સમજાવે છે. જેમ એક જ પુરુષમાં ભિન્ન ભિન્ન અપેક્ષાથી પિતા, પુત્ર. મામા, ભાણેજ, કાકા, ભત્રીજા આદિ પરસ્પર વિરુદ્ધ ધર્મો વ્યવહારમાં પ્રચલિત છે, તેમ એક જ પદાર્થમાં અસ્તિત્વ, નાસ્તિત્વ અને અવક્તવ્ય આદિ પરસ્પર વિરુદ્ધ ધર્માં અપેક્ષાના ભેદથી રહી શકે છે. ( टीका ) – उक्तप्रकारेण उपाधिभेदेन वास्तवं विरोधाभावमप्रबुध्यैवाज्ञात्वैव । एवकारोऽवधारणे । स च तेषां सम्यग्ज्ञानस्याभाव एव न पुनर्लेशतोऽपि भाव इति व्यक्ति । ततस्ते विरोध भीताः सवासवादिधर्माणां बहिर्मुखशेमुष्या संभावितो वा विरोधः सहानवस्थानादिः तस्माद् भीतास्त्रस्तमानसाः । अत एव जडाः ताविकभयहेतोरभावेऽपि तथाविधपशुवद् भीरुत्वान्मूर्खाः परवादिनः । तदेकान्तताः तेषां सत्तादिधर्माणां य एकान्त इतरधर्मनिषेधेन स्वाभिप्रेतधर्मव्यवस्थापननिश्चयस्तेन हता इव हताः पतन्ति स्खलन्ति पतिताश्च सन्तस्ते न्यायमार्गाक्रमणे न समर्थाः न्यायमार्गाध्वनीनानां च सर्वेषामप्याक्रमणीयतां यान्तीति भावः । यद्वा पतन्तीति प्रमाणमार्गतः च्यवन्ते । लोके हि सन्मार्गच्युतः पतित इति परिभाष्यते । अथवा यथा वज्रादिप्रहारेणः इतः पतितो मूर्च्छामतुच्छामा साध निरुद्धवाक्प्रसरो भवति, एवं तेऽपि वादिनः स्वाभिमतैकान्तवादेन युक्तिसरणीमननुसरता वज्राशनिप्रायेण निहताः सन्तः स्याद्वादिनां पुरतोऽकिञ्चित्करा वाइमात्र मपि नोच्चारयितुमीशत इति ॥ (અનુવાદ) સસભ’ગીવાદમાં વાસ્તવિક રીતે અપેક્ષાના ભેદથી વિરાધને અભાત્ર છે. તે પણ પેાતાનામાં સમ્યગ્ જ્ઞાનના અભાવ હોવાથી વરેાધાભાવને નહી સમજવાથી કેવલ સ્થૂલ બુદ્ધિ વડે વિરાધને જોતા એકાન્તવાદી ભયથી ત્રાસ પામી જાય છે. વાસ્તવિક ભયનુ કારણુ નહી' હાવા છતાં પણ પશુની જેમ ડરતા, મૂખ કદાગ્રહીઓ અસ્તિત્વ આદિમાં નાસ્તિત્વ આદ્ધિ ધર્મના નિષેધ કરીને પોતાને અભિપ્રેત સિદ્ધાંતની સ્થાપના કરવા માટે એકાન્ત પક્ષનું આલંબન લે છે. માટે પરતીથિકા યુક્તિમાર્ગનું અનુસરણ કરવામાં અસમર્થ છે. જેમ વજ્રના પ્રહારથી હણાયેલા પુરુષ, અત્યંત મૂર્છાથી ખેલવા માટે અસમર્થ થાય છે, તેમ અનેકાન્તવાદરૂપી વજ્રના પ્રહારથી હણાયા છતાં એકાન્તવાદી અનેકાન્તવાદીની સમક્ષ નિસ્તેજ થઈને એક વચન પણ ઉચ્ચારવા સમ થઈ શકતા નથી
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy