SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ स्याद्वादमंजरी २८१ (અનુવાદ) * પરસ્પર વિરોધી ધમેં એક જ પદાર્થમાં રહેવા છતાં પણ વિરોધ આવતું નથી, તે અભિપ્રાય જણાવતાં કહે છે કે : પરસ્પરના પરિહારરૂપે જે વતે તે “સહાનવસ્થાન” વિરોધ કહેવાય છે. જેમ શીત અને ઉષ્ણ બને પરસ્પર વિરોધી હોવાથી એક સાથે રહી શકતા નથી, તે સહાનવસ્થાન વિરોધ અહીં અસ્તિત્વાદિ ધર્મોમાં નથી. કેમકે સવ અને અસવ, અને એક સાથે અભિન્નભાવે એક જ પદાર્થમાં રહી શકે છે. જેમ ઘટ આદિ પદાર્થોમાં સત્વને ત્યાગ કરીને અસત્વ, અને અસત્ત્વનો ત્યાગ કરીને સત્ત, આ રીતે વિરોધી-ભાવે રહેતાં નથી. જે ઘટમાં સર્વ ધર્મ અસવના ત્યાગથી રહે તે ઘટ પટરૂપે પણ સત્ થઈ જશે. કેમકે ઘટ જેવી રીતે સ્વરૂપે સત્ છે. તેવી જ રીતે પટરૂપે પણ સત થશે. અને તેમ થવાથી ઘટથી ભિન્ન અનેક પદાર્થો બિલકુલ નિરર્થક થઈ જશે. કેમકે એક જ ઘટ ત્રણે ભુવનમાં રહેલા સર્વ પદાર્થરૂપે વિદ્યમાન થવાથી એક જ ઘટથી, ભિન્ન ભિન્ન પદાર્થો દ્વારા સાથે એવી સર્વ અર્થક્રિયાઓ થઈ જશે. તે પુનઃ અન્ય પદાર્થોને માનવાની કોઈ આવશ્યકતા નહીં રહે. માટે પ્રત્યેક પદાર્થ જેવી રીતે સ્વરૂપે સત્ છે, તેવી જ રીતે પરરૂપે અસતું પણ માનવે જોઈએ. અસત્વ ધર્મ પણ સર્વને છેડીને રહી શક્તા નથી. જે સત્ત્વનો ત્યાગ કરીને અસત્ત્વધર્મ રહે તે જેવી રીતે ઘટાદિ પરરૂપે અસત્ છે તેવી રીતે સ્વરૂપે પણ અસત્ થશે. આથી સર્વ વસ્તુઓના સ્વરૂપને અભાવ થવાથી વિશ્વ સર્વશૂન્ય થઈ જશે માટે અસત્વ પણ સત્વ વિના રહી શકતું નથી. હા, જે અપેક્ષાએ સત્ છે તે જ અપેક્ષાએ અસત્ માનવામાં આવે તે સપ્તભ ગીમાં વિરોધ આવે. પરંતુ અમે જે અપેક્ષાએ સત્ છે તે જ અપેક્ષાએ અસત્ માનતા નથી. પ્રત્યેક વસ્તુને સ્વરૂપની અપેક્ષાએ સત્ અને પરરૂપની અપેક્ષાએ અસત્ માનીએ છીએ. તેથી કેઈ વિરોધ આવી શકતું નથી. (टीका) दृष्ट ह्येकस्मिन्नेव चित्रपटावयविनि अन्योपाधिकं तु नीलत्वम् अन्योपाधिकाश्चेतरे वर्णाः। नीलत्वं हि नीलीरागाधुपाधिकम्, वर्णान्तराणि च तत्तद्रञ्जनद्रव्योपाधिकानि एवं मेचकरत्नेऽपि तत्तद्वर्णपुद्गलोपाधिकं वैचित्र्यमवसेयम् । न चैभिईष्टान्तैः सत्त्वासत्त्वयोभिन्नदेशत्वप्राप्तिः चित्रपटाधवयविन एकत्वात् । तत्रापि भिन्नदेशत्वासिद्धेः । कथंचित्पक्षस्तु दृष्टान्ते दान्तिके च स्याद्वादिनां न दुर्लभः । एवमप्यपरितोषश्चद् आयुष्मतः, तीकस्यैव पुंसस्तत्तदुपाधिभेदात् पितृत्व-पुत्रत्व-मातुलत्व-भागिनेयत्व-पितृव्यत्व भ्रातृव्यत्वादिधर्माणां परस्परविरूद्धानामपि प्रसिद्धिदर्शमात् किं वाच्यम् । एवमवक्तव्यत्वादयोऽपि वाच्या इति ॥ (અનુવાદ) હવે ઉપર્યુક્ત વસ્તુને દૃષ્ટાંત દ્વારા સિદ્ધ કરતાં કહે છે કે : એક જ ચિત્રપટ (અનેક પ્રકારના રંગેથી યુક્ત વ)માં જે નીલરંગ છે તે અન્ય વસ્તુના સંબંધથી છે, તેવી રીતે બીજા બધા પણ રંગે પિતાની અન્ય અન્ય સામગ્રીઓથી હોય છે. એમ એક જ મેચક (પંચવર્ણવાળા) રત્નમાં ભિન્ન ભિન્ન વર્ણના પુદ્ગલેની અપેક્ષાએ વિચિત્રતા દેખાય છે. ચિત્રપટ અને મેચક રનના દૃષ્ટાંતથી સત્વ અને અસત્ત્વની ભિન્ન ભિન્ન સ્થાનમાં સ્થા. ૩૬
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy