SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ अन्ययोगव्य. द्वा. लोक : २० (અનુવાદ) શંકા : ઉત્પાદ, વ્યય અને પ્રૌવ્ય પરસ્પર ભિન્ન છે કે અભિન્ન ? જે ભિન્ન હોય તે એક વસ્તુ ઉત્પાદ-વ્યય અને પ્રાથ રૂપે કઈ રીતે બની શકે? જે એ ત્રણે અભિન્ન હોય તે પણ એક વસ્તુ ત્રણ રૂપે કઈ રીતે થઈ શકે ? કેમકે અભિન્ન હોવાથી એ ત્રણમાંથી એકનું જ ગ્રહણ થશે. તેમ જ કહ્યું પણ છે કે ઃ ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય પરસ્પર ભિન્ન હેય તે એક વસ્તુ ત્રણ રૂપે કઈ રીતે કહી શકાય ? જે અભિન્ન હોય તે પણ એક વસ્તુ ત્રણ રૂપે કઈ રીતે સિદ્ધ થાય ? સમાધાન : એ કથન અયુક્ત છે. કેમકે અમે, ઉત્પાદ ભય અને પ્રિવ્યનું ભિન્ન ભિન્ન લક્ષણ હોવાથી, તેમાં પરસ્પર કથંચિત્ ભેદ સ્વીકારીએ છીએ. ઉત્પાદ-વ્યય અને પ્રૌવ્યા કથંચિત્ ભિન્ન છે કેમકે તેઓનું ભિન્ન ભિન્ન લક્ષણ છે. રૂપ આદિની જેમ તેમાં કથંચિત ભિન્નપણું છે. ઉત્પાદ આદિનું ભિન્ન લક્ષણ અસિદ્ધ નથી, કેમકે અસત્ (અવિદ્યમાન)ની ઉત્પત્તિ તે ઉત્પાદ, વિદ્યમાન વસ્તુને નાશ તે વ્યય અને દ્રવ્યરૂપે અનુવૃત્તિ હોવાથી પ્રીવ્ય કહેવાય છે. આ રીતે ઉત્પાદ આદિના ભિન્ન ભિન્ન લક્ષણે સર્વક પ્રસિદ્ધ છે, (टीका) न चामी भिन्नलक्षणा अपि परस्परानपेक्षाः खपुष्पवदसत्वापत्तेः तथाहि । उत्पादः केवलो नास्ति । स्थितिविगमरहितत्वात् कूर्मरोमवत् । तथा विनाशः केवलो नास्ति । स्थित्युत्पत्तिरहितत्वात् तद्वत् । एवं स्थितिः केवला नास्ति । विनाशोत्पादशून्यत्वात् तद्वदेव । इत्यन्योऽन्यापेक्षाणामुत्पादादीनां वस्तुनि सत्त्वं प्रतिपत्तव्यम् । तथा चोक्तम् "घटमौलिसुवर्णार्थी नाशोत्पादस्थितिष्वयम् । शोकप्रमोदमांध्यस्थ्यं जनो याति सहेतुकम् ॥११॥ पयोव्रतो न दध्यत्ति न पयोऽत्ति दधिव्रतः ।। अगोरसवतो नोभे तस्माद् वस्तु त्रयात्मकम् ॥२॥ ત્તિ વ્યા: સારા (અનુવાદ) ઉત્પાદ આદિ ભિન્ન ભિન્ન લક્ષણવાળા હોવા છતાં પણ એક બીજાથી નિરપેક્ષ હેતા નથી. કારણકે ઉત્પાદ, વ્યય અને પ્રૌવ્ય, એ પરસ્પર નિરપેક્ષ હોય તે આકાશ પુષ્પની જેમ વસ્તુ અસત્ થઈ જાય. સ્થિતિ અને નાશ વિનાને ઉત્પાદ કાચબાના રોમની જેમ અસત છે. તેમજ સ્થિતિ અને ઉત્પત્તિથી રહિત કેવલ વિનાશ પણ દેડકાની જટાની જેમ હોઈ શકતો નથી. એ પ્રમાણે ઉત્પાદ અને નાશ વિનાની કેવલ સ્થિતિ પણ વધ્યા પુત્રની જેમ હેઈ શકતી નથી. કહ્યું પણ છે કે ઘટ, મુકુટ અને સુવર્ણના અથીને ઘટના નાશથી શેક, મુકુટની ઉત્પત્તિથી હર્ષ અને સુવર્ણ સુવર્ણરૂપે કાયમ હેવાથી માધ્યસ્થ ભાવ રહે છે. જેમ એક રાજને એક પુત્ર અને એક પુત્રી હતી. પુત્રીની પાસે
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy