SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ अन्ययोगव्य. द्वा. लाक : २१ કે જેણે રાગ-દ્વેષ આદિ દેશોને જીતી લીધા છે, તે જિન કહેવાય છે. તેથી આપનું વચન નિર્દોષ તથા આદરણીય હોવા છતાં પણ જે લેકે તેની અવજ્ઞા કરે છે, તેને ઉન્મત્ત કેમ ના કહી શકાય ? તેથી હે સ્વામિન્ આપ સમ્યગદર્શનની પ્રાપ્તિ કરાવનાર અને પ્રાપ્ત સમ્યગદર્શનનું નિરતિચારપણે પાલન કરવાને ઉપદેશ આપવાવાળા હેવાથી પેગ અને ક્ષેમ કરનાર છે. તેથી આપ નાથ છે. (અપ્રાપ્ત વસ્તુની પ્રાપ્તિ કરાવનાર અને પ્રાપ્ત વસ્તુનું રક્ષણ કરનાર નાથ કહેવાય છે.) (टीका) वस्तुतत्वं चोत्पादव्ययध्रौव्यात्मकम् । तथाहि । सर्वं वस्तु द्रव्यात्मना नोत्पद्यते विपद्यते वा। परिस्फुटमन्वयदर्शनात् । लूनपुनर्जातनखादिष्वन्वयदर्शनेन व्यभिचार इति न वाच्यम् । प्रमाणेन बाध्यमानस्यान्वयस्यापरिस्फुटत्वात् । न च प्रस्तुतोऽन्वयः प्रमाणविरुद्धः। सत्यप्रत्यभिज्ञानसिद्धत्वात् । "सर्वव्यक्तिषु नियतं क्षणे क्षणेऽन्यत्वमथ च न विशेषः । सत्योश्चित्यपचित्योराकृतिजातिव्यवस्थानात्" ॥ હરિ વરનાર / (અનુવાદ) પ્રત્યેક વસ્તુ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યરૂપ છે, સર્વવસ્તુ દ્રવ્ય ઉત્પન્ન થતી નથી અને નાશ પણ પામતી નથી. પરંતુ દ્રવ્યમાં ભિન્ન ભિન્ન પર્યાયે ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે તે પણ દ્રવ્ય તે એક જ રૂપે રહે છે. શંકા : નખ, કેશ આદિને કાપવા છતાં પણ ફરીથી વધે છે. તે વધેલા-નખ પૂર્વના નખ જેવા જ દેખાય છે. પરંતુ વાસ્તવિક તે પૂર્વના નખેથી ફરીને વધેલા નખ સાવ ભિન્ન છે, તેમ સવ પર્યાય ભિન્ન ભિનરૂપે નવા નવા ઉત્પન્ન થાય છે, તેથી પર્યાયે દ્રવ્યની અપેક્ષાએ એક નથી. સમાધાન ? એ કથન ઠીક નથી. કેમકે ફરીથી ઉત્પન્ન થયેલા નખ પૂર્વના નથી ભિન્ન છે, તેમાં પ્રત્યક્ષ પ્રમાણુથી વિરોધ આવે છે, પરંતુ પદાર્થમાં ઉત્પાદ અને નાશ થવા છતાં પણ દ્રવ્યનું એકરૂપે રહેવું તે પ્રત્યભિજ્ઞાન પ્રમાણથી સિદ્ધ થાય છે. જેમ જન્મથી મરણુપર્યત અનેક અવસ્થાએ બદલાવા છતાં પણ તે જ આ પુરુષ છે.' તેવા પ્રત્યભિજ્ઞાનથી એક જ પુરુષમાં બાલ, યુવાન અને વૃદ્ધ આદિ ભિન્ન ભિન્ન અવસ્થાઓનું પારે. વર્તન થવા છતાં એક જ પુરુષ શબ્દને ઉપચાર થાય છે, તેમ પ્રત્યેક પદાર્થમાં ભિન્ન ભિન્ન પર્યાની પરાવૃત્તિ થવા છતાં પણ એક જ વ્યરૂપે વસ્તુ સ્થિત છે. કહ્યું પણ છે કે ? પ્રત્યેક પદાર્થમાં ક્ષણે ક્ષણે ભિન્ન ભિન્ન પર્યાનું પરાવર્તન થવા છતાં પણ દ્રવ્યમાં સર્વથા ભિન્નપણે હેતું નથી. આકૃતિ અને જાતિના અપેક્ષાએ પદાર્થોમાં અનિત્યપણું અને નિત્યપણું હોય છે.
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy