SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ अन्ययोगव्य. द्वा. श्लोक : १९ ત્રણે પક્ષથી સિદ્ધ નહીં થવાથી અને અનિચ્છાએ આપના ભેદભેદરૂપ સિદ્ધાંતને આશ્રય લે પડશે.! પિતાના પક્ષની નિર્બળતા જાણીને બળવાન માલિકને આશ્રય લેવામાં નીતિજ્ઞ પુરુષને કેઈ દોષ લાગતું નથી. વળી સર્વે અન્ય દર્શનકારેને યથાર્થ વસ્તુનું પ્રતિપાદન કરવા માટે અન્ય કોઈ ઉપાય નહીં હોવાથી પગલે પગલે તેઓને અનેકાન્તવાદને આશ્રય લે પડે છે. તે જણાવવા માટે શ્લેકમાં ત્રત્યુત્તનિ એ બહુવચન ને પ્રવેગ કરવામાં આવ્યો છે. કેમ કે પ્રત્યેક વસ્તુમાં અનન્ત ધર્મો રહેલા છે. તેથી સંપૂર્ણ નયસ્વરૂપ સ્વાદ્વાદ વિના કઈ પણ વસ્તુનું યથાવસ્થિત પ્રતિપાદન થઈ શકતું નથી. જે સ્યાદ્વાદનો આશ્રય ના લે તે જેમ જન્માંધ પુરુષે હાથીનું સ્વરૂપ જાણવાની ઈચ્છાથી હાથીનાં સૂઢ, કાન, આદિ ભિન્ન ભિન્ન અવયવોને પકડીને હાથીને ભિન્ન ભિન્ન સ્વરૂપે સમજે છે, તેમ એકાન્તવાદી અનન્ત ધર્માત્મક વસ્તુમાંથી કેવળ એક અંશને જ જાણીને વસ્તુના એક અંશરૂપ જ્ઞાનને જ સર્વ અંશરૂપે સ્વીકારવાનાં ! (टीका) अयन्तीति वर्तमानान्तं केचित्पठन्ति, तत्राप्यदोषः । अत्र च समुद्रस्थानीयः संसारः, पोतसमानं त्वच्छासनम्. कूपस्तम्भसंनिभः स्याद्वादः । पक्षिपोतोपमा वादिनः । ते च स्वाभिमतपक्षप्ररूपणोड्डयनेन मुक्तिलक्षणतटप्राप्तये कृतप्रयत्ना अपि तस्माद् इष्टार्थसिद्धिमपश्यन्तो व्यावृत्य स्याद्वादरूपकूपस्तम्भालकृततावकीनशासनप्रवहणोपसर्पणमेव यदि शरणीकुर्वते, तदा तेषां भवार्णवाद बहिनिक्रमणमनोरथः सफलतां कलयति नापरथा ॥ इति काव्यार्थः ॥१९॥ (અનુવાદ) કેટલાક લેકે ચતુને બદલે પ્રતિ એમ વર્તમાનાંત પદ કહે છે, તે બન્ને પાઠો નિર્દોષ છે. હવે અહીં ગ્રંથકાર ઉપનય ઘટાવતા કહે છે કે સંસારરૂપી સમુદ્રમાં જહાજ સમાન આપનું શાસન, કૂપના સ્તંભ સમાન સ્યાદ્વાદ અને પક્ષીના બચ્ચાસમાન અન્ય દર્શનકારે, તેઓ પોતાને અભિમત સિદ્ધાંતની પ્રરૂપણા રૂપ ઉડ્ડયન વડે મોક્ષરૂ૫ કિનારે જવા માટે પ્રયત્ન કરે છે, છતાં પણ ઈષ્ટ અર્થની સિદ્ધિ થઈ શકતી નથી તેથી તેઓ પાછા આવીને જે સ્વાદુવાદરૂપ કૂપના સ્તંભથી શેભિત એવા આપના શાસનરૂપ નાવનો આશ્રય લે તે સંસારરૂપી સમુદ્રને પાર પામવાને તેઓને મને રથ, સહેલાઈથી સફળ થાય.
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy