SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ અન્યોન્ય. દા. જો દ્ १९६ વિલક્ષણતાના અભાવે તેની સમાન ઉત્તરક્ષણની ઉત્પત્તિ હેાઈને પૂર્વ આકારના નાશ જોવામાં આવતા નથી, તેથી પૂ॰ક્ષણના નાશ અને ઉત્તર ક્ષણની ઉત્પત્તિમાં વ્યવધાન દેખવામાં આવતું નથી. આથી ઘટની પૂર્વક્ષણુ ના અત્યંત નાશ થવા છતાં પણ અવિદ્યાના વશથી ‘આ એ જ ઘટ છે.' ઇત્યાકારક અભેદ પ્રતીતિ થાય છે. જેમ પૂર્વે કાપેલા અને ફરીથી ઉત્પન્ન થયેલા ઘાસ અને કેશ આદિની પૂર્વ અને ઉત્તર ક્ષણુના અત્યંત ભેદ હાવા છતાં પણ ‘આ તે જ ઘાસ છે.’ ‘આ તે જ કેશ છે,' ઇત્યાકારક પ્રત્યભિજ્ઞા થાય છે. તેવી જ રીતે ક્ષણ ક્ષણમાં નાશ થવાવાળા પ્રત્યેક પદાર્થીમાં પણ પૂર્વ-ઉત્તરક્ષણના અત્યંત ભેદ હાવા છતાં તેમાં એકતાનું જ્ઞાન થાય છે. માટે પદાર્થોનું ક્ષણિકપણું જ સિદ્ધ થાય છે. અહીં પૂર્વ ક્ષક્ષુ ઉપાદાનકારણ છે અને ઉત્તર ક્ષણ ઉપાદેય છે. આ પ્રમાણે પર(બૌદ્ધ)ના અભિપ્રાયને અંગીકાર કરીને સ્તુતિકારે ‘ન તુલ્યા’ ઇત્યાદિ પદ્મનું ગ્રહણ કર્યુ” છે. ( टीका) ते विकलितमुक्तावलीकल्पा निरन्वयविनाशिनः पूर्वक्षणा उत्तरक्षणान् जनयन्तः किं स्वोत्पत्तिकाले एवं जनयन्ति, उत क्षणान्तरे ? न तावदाद्यः । समकाळभाविनोर्युवतिकुचयोरिवे । पादानोपादेयभावाभावात् । अतः साधुक्तम् न तुल्यकाल : फलहेतुभाव इति । न च द्वितीयः । तदानीं निरन्वयविनाशेन पूर्वक्षणस्य नष्टत्वादुत्तरक्षणजनने कुत्तः संभावनापि । न चानुपादानस्योत्पत्तिर्दृष्टा, अतिप्रसङ्गात् । इति सुष्ठु व्याहृतं हेतौ विलीने न फलस्य भाव इति । पदार्थस्त्वनयोः पादयोः प्रागेवेोक्तः । केवलमत्र फलमुपादेयं हेतुरुपादानं तद्भाव उपादानेापादेयभाव ત્યર્થઃ ॥ (અનુવાદ ) જૈન દર્શન કહે છે : તમારા મતમાં દ્વારા વિનાની છૂટક મેાતીની માળા સમાન નિરન્વય નાશ થવાના સ્વભાવવાળા પૂર્વક્ષણા ઉત્તર ક્ષણેાને ઉત્પન્ન કરે છે, તે શુ' પેાતાના ઉત્પત્તિ-કાલમાં જ પૂક્ષણા ઉત્તરક્ષણાને ઉત્પન્ન કરે છે કે પાતાની ઉત્પત્તિ થયા બાદ અન્યક્ષણમાં ઉત્પન્ન કરે છે? અર્થાત્ પૂર્વ-ઉત્તરક્ષણેા એક જ કાળમાં ઉત્પન્ન થાય છે કે ક્રમપૂર્વક ઉત્પન્ન થાય છે ? પહેલા વિકલ્પ ઠીક નથી, કેમકે પૂર્વ ઉત્તર ક્ષણેા એકી સાથે (એકજ કાલમાં) ઉત્પન્ન થઈ શક્તા નથી જેમ એકી સાથે ઉત્પન્ન થવાવાળા સ્ત્રીના બે સ્તનેામાં ઉપાદાન-ઉપાદેયભાવ હેાઇ શકતેા નથી, તેમ એકી સાથે ઉત્પન્ન થનારા પૂઉત્તર ક્ષણેામાં ઉપાદાન---ઉપાદેયભાવ ઘટી શકતા નથી, કારણ અને કાય બન્ને એક જ કાળમાં ઉત્પન્ન થઇ શકતાં નથી. તેથી ન તુલ્યાઃ હેતુમાનઃ' એ યુકત જ કહેલુ છે. હવે બીજો વિકલ્પ-પૂર્વક્ષણ ઉત્તરક્ષણને વિભિન્ન કાળમાં ઉત્પન્ન કરે છે. તે પણ ખરાબર નથી. કેમકે પૂર્વ ક્ષણઃ સર્વથા વિનાશી હાઈ ને તેના અત્યંત નાશ થવાથી પૂર્વ ક્ષણમાં ઉત્તરક્ષણને ઉત્પન્ન કરવાની સંભાવના પણ હોઈ શકતી નથી. અર્થાત્ ઉપાદાન કારણરૂપ પૂર્વક્ષણને સથા નાશ થવાથી પૂર્વક્ષણ ઉત્તરક્ષણને ઉત્પન્ન કરી શકતા નથી. જો ઉપાદાન કારણ વિના પણ ઉપાદેયની ઉત્પત્તિ થતી હોય તેા પ્રત્યેક પદાર્થથી પ્રત્યેક પદાર્થની ઉત્પત્તિ થવી જોઈ એ. આથી દૈતૌ વિહીને નસ્ય માત્ર'
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy