SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ स्याद्वादमंजरी १९५ સ્થિર રહેવાનું છે. પરંતુ તેનાં વિરોધી કારથી નાશ થાય છે, એમ કહેવું પરસ્પર વિરોધી હોઈને બિલકુલ એગ્ય નથી. જેમ દેવદત્તની હયાતીમાં દેવદત્તનું મરણ કહેવાતું નથી, તેમ નષ્ટ થતા પદાર્થોને પિતાનાં કારણેથી સ્થિર સ્વભાવવાળા ઉત્પન્ન થાય છે. તેમ કહી શકાતું નથી. જેમ નાશ પામેલા દેવદત્તને અવિનશ્વર કહી શકાતું નથી તેમ નાશ વંત પદાર્થોને અવિનશ્વર કહી શકાતા નથી. વળી પદાર્થો નાશ થતા દેખાય છે, તેથી પોતાની ઉત્પત્તિનાં કારણે દ્વારા નાશવંત પદાર્થના જ ઉત્પત્તિ માનવી જોઈએ. કેમકે પ્રત્યેક પદાર્થ ઉત્પન્ન થતાંની સાથે જ નાશ પામી જાય છે. આ રીતે પ્રત્યેક પદાર્થનું છે સિદ્ધ થાય છે. (टीका) प्रयोगस्त्वेवम् । यद्विनश्वरस्वरूपं तदुत्पत्तेरनन्तरानवस्थायि, यथान्त्यक्षणवर्ति घटस्य स्वरूपम् । विनश्वरस्वरूपं च रूपादिकमुदयकाले, इति स्वभावहेतुः। यदि क्षणक्षयिणो भावाः कथं तर्हि स एवायमिति प्रत्यभिज्ञा स्यात् । उच्यते । निरन्तरसदृशापरापरोत्पादात्, अविद्यानुबन्धाच पूर्वक्षणविनाशकाल एव तत्सदृशं क्षणान्तरमुदयते । तेनाकारविलक्षणत्वाभावादव्यवधानाचात्यन्तोच्छेदेऽपि स एवायमित्यमेदाध्यवसायी प्रत्ययः प्रसूयते । अत्यन्तभिन्भेष्वपि लूनपुनरूत्पन्नकुशकाशकेशादिषु दृष्ट एवायं स एवायम् इति प्रत्ययः, तथेहापि किं न संभाव्यते । तस्मात् सर्व सत् क्षणिकमिति सिद्धम् । अत्र च पूर्वक्षण उपादानकारणम् उत्तरक्षण उपादेयम् इपि पराभिप्रायमङ्गीकृत्यार न तुल्यकालः इत्यादि ॥ (અનુવાદ) - હવે બૌદ્ધદર્શન પદાર્થોનું ક્ષણ-ક્ષયિપણું પ્રાગ દ્વારા સિદ્ધ કરતાં કહે છે કે જે પદાર્થોનો સ્વભાવ નાશ પામવાનો છે, તે પદાર્થો અન્ય ક્ષણમાં નાશ થતા ઘટની જેમ ઉત્પત્તિ થયા બાદ રહી શકતા નથી, રૂપ આદિ પિતાની ઉત્પત્તિના સમયે નાશ પામે છે. તેથી રૂપ આદિ પિતાની ઉત્પત્તિ થયા બાદ રહી શકતાં નથી. આ સ્વભાવહેતુ અનુમાન કહેવાય છે. (બૌદ્ધમતમાં સ્વભાવહેતુ કાર્ય હેતુ અને અનુપલબ્ધિહેતુ આ ત્રણ પ્રકારના હેતુ છે. જેમ આ વૃક્ષ શિંશા છે, વૃક્ષત્વ હેવાથી. અહીં વૃત્વ અને શિંશપાત્વને સ્વભાવસંબંધ હોવાથી સ્વભાવહેતુ અનુમાન કહેવાય. (૨) અહીં અરિન છે, ધૂમ હોવાથી. આ કાર્યકારણભાવ સંબંધ હોવાથી કાર્ય હેતુ અનુમાન કહેવાય. (૩) અહીં ઘટ નથી. જે ઘટ હેય તે ઉપલબ્ધ થાય, નથી માટે ઘટની અનુપલબ્ધિ છે. આ અનુપલબ્ધિ હેતુ કહેવાય છે.) શંકા છે જે પદાર્થો ક્ષણક્ષયી હોય તે ઘટ આદિની ઉત્પત્તિથી માંડીને ઘટના નાશપર્યત “તે જ આ ઘટ છે. એવી પ્રત્યભિજ્ઞા કઈ રીતે થઈ શકે? - સમાધાન : વાસ્તવિક તે પ્રત્યેક પદાર્થ ક્ષણ ક્ષણમાં નાશવંત છે. જે ઘટ આદિ એકરૂપે દેખાય છે, તે પણ પ્રતિક્ષણમાં નાશવંત જ છે. કેમકે ઘટની પૂર્વ પૂર્વ ક્ષણ ઉત્તર ઉત્તર ક્ષણને ઉત્પન્ન કરે છે, પરંતુ તે તે ક્ષણોમાં એટલી સમાનતા છે કે જેથી પૂર્વ પૂર્વ ઘટને નાશ અને ઉત્તર ઉત્તર નવીન ઘટની ઉત્પત્તિ થવા છતાં પણ ઘટની એકતાના જ્ઞાનમાં અંતર પડતું નથી, વળી ઘટના પૂર્વ ક્ષણને અત્યંત નાશ થવા છતાં પણ
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy