SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ स्याद्वादमंजरी (टीका) यस्तु स्वात्मनि क्रियाविरोधो दोष उद्भावितः सोऽयुक्तः । अनुभवसिद्धेऽर्थे विरोधासिद्धेः। घटमहं जानामि इत्यादौ कर्तृकर्मवद् शोरप्यवभासमानत्वात् । न चाप्रत्यक्षोपलम्भस्यार्थदृष्टिः प्रसिध्यति । न च ज्ञानान्तरात् तदुपलम्भसम्भावना तस्याप्यनुपलब्धस्य प्रस्तुतोपलम्भप्रत्यक्षीकाराभावात् । उपलम्मान्तरसम्भावने चानवस्था । अर्थोपलम्मात् तस्योपलम्भे अन्योन्याश्रयदोषः॥ (અનુવાદ) તેમજ જ્ઞાનને સ્વપ્રકાશક માનવામાં તમે જે દેષ આપે કેઃ જ્ઞાનમાં ક્રિયા હાઈ શકતી નથી, કેમ કે એક જ વિષયમાં કર્તા અને કર્મને વિરોધ આવે છે, ત્તમારૂં આ કથન ઠીક નથી, કારણ કે અનુભવસિદ્ધ પદાર્થોમાં વિરોધ જોવામાં આવતો નથી. દા. ત. ઘટને હું જાણું છું. ઈત્યાદિ પ્રયોગમાં કર્તા અને કર્મ બન્નેનું જ્ઞાન થાય છે; તેમ “જ્ઞાનને હું જાણું છું. આ પ્રયોગમાં કર્તા અને કર્મ ઉભયનું જ્ઞાન થાય છે. તથા જે જ્ઞાનને પરોક્ષ (અસ્વસંવિદિત) માનવામાં આવે તો જ્ઞાન પદાર્થને જાણી શકશે નહીં. કેમ કે એક જ્ઞાનને પ્રત્યક્ષ કરવામાં અપર જ્ઞાનની અપેક્ષા અને તે અપર જ્ઞાનને પ્રત્યક્ષ કરવામાં કેઈ ત્રીજા જ્ઞાનની અપેક્ષા રાખવી પડશે! આ રીતે અપર અપર જ્ઞાનની અપેક્ષા કરતાં અનવસ્થા દોષ આવશે. એમ ના કહેશે કે પદાર્થના પ્રાકટય દ્વારા જ્ઞાનમાં સ્વસંવિદિતતા આવે છે. દા. ત. ઘટનું જ્ઞાન થયા બાદ “મેં ઘટને જાયે, એવા જ્ઞાનથી ઘટમાં જ્ઞાતતા આવે છે. અર્થાત્ ઘટનું પ્રાકટયઘટના જ્ઞાન પહેલાં સંભવતું નથી. પરંતુ ઘટનું જ્ઞાન થયા બાદ ઘટમાં જ્ઞાતતા (ય વિષયતા) ઉત્પન્ન થાય છે. માટે ઘટ પ્રાકટયથી જ્ઞાનમાં સ્વસંવેદનપણું આવે છે, આમ જે પદાર્થના જ્ઞાનથી જ્ઞાનમાં સ્વસંવેદનપણ માનવામાં આવે તે અન્યાશ્રય દેષ આવશે. કારણ કે જ્ઞાન દ્વારા પદાર્થમાં પ્રાકટય અને પદાર્થના પ્રાકટયથી જ્ઞાનમાં સ્વસંવિદિતતા..... આ રીતે પદાર્થોનું પ્રાકટય અને જ્ઞાનનું જ્ઞાન તે બને પરસ્પર સાપેક્ષ હવાથી અન્યાશ્રય દેવ આવશે. (टीका) अथार्थप्राकटयमन्यथा नोपपद्येत यदि ज्ञानं न स्यात , इत्यर्थापत्त्या तदुपलम्भ इति चेत् । न । तस्या अपि ज्ञापकत्वेनाज्ञाताया ज्ञापकत्वायोगात् । अर्थापत्यन्तरात् तज्ज्ञानेऽनवस्थेतरेतराश्रयदोषापत्तेः तदवस्थः परिभवः । तस्मादोंन्मुखतयेव स्वोन्मुखतयाऽपि ज्ञानस्य प्रतिभासात् स्वसंविदितन्वम् । (અનુવાદ) મીમાંસક કહે છે : પદાર્થનું જ્ઞાન પદાર્થના પ્રાકટય વિના થઈ શકતું નથી. જેમ પુષ્ટ દેવદત્ત દિવસે ભજન કરતું નથી. આ વાક્યમાં જેમ, પુત્વ ભજન વિના હોઈ શકતું નથી, માટે અન્યથાનુપપત્તિથી દેવદત્તામાં રાત્રિ ભેજનની કલ્પના કરવામાં આવે છે તેમ ઘટનું જ્ઞાન ઘટના પ્રાકટય વિના સંભવતુ નથી, માટે ઘટના પ્રાકટયની અન્યથાઅનુપત્તિથી ઘટપ્રાકટયમાં ઘટના જ્ઞાનની કલ્પના થાય છે. સ્યા. ૧૮
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy