SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ १३० અન્યથોચિ. p. છો? ૨૨ (અનુવાદ). શંકા ? કેઈપણ જીવની હિંસા કરવી નહીં. ઈત્યાદિ સામાન્ય વાક્ય વડે હિંસાને નિષેધ કરવામાં આવ્યું છે, અને વેદમાં કહેલી હિંસા દોષયુક્ત નથી, તે રૂપ અપવાદવાય વડે હિંસાનું વિધાન કષામાં આવ્યું છે. તેથી અપવાદ માર્ગ વડે ઉત્સર્ગમાર્ગ બાધિત હેવાથી વેક્ત હિંસા દોષ રૂપ નથી. કેમ કે ઉત્સર્ગ વિધિ અને અપવાદ વિધિમાં અપવાદવિધિ બલવત્તર છે. વળી આપના મતમાં (જૈનમતમાં) પણ એકાન્ત હિંસાને નિષેધ કરવામાં આવ્યું નથી. કારણ કે અમુક અમુક કારણ ઉપસ્થિત થયે છતે પૃથ્વીકાય આદિના સેવનની અનુજ્ઞા આપવામાં આવી છે. તેમજ સાધુઓને પિતાને ઉદ્દેશીને બનાવેલા આહારને સર્વથા નિષેધ કરવામાં આવે છે, તે પણ રેગ આદિના કારણે સંયમ પાળવાને અસમર્થ મુનિઓ માટે આધાકમી (સાધુ માટે બનાવેલ આહાર)નું પણ ગ્રહણ કરવાનું વિધાન કરવામાં આવ્યું છે, તેવી જ રીતે અમારા મતમાં પણ ઉત્સર્ગ માર્ગથી હિંસાને સર્વથા નિષેધ કરવા છતાં પણ અપવાદ વિધિથી યજ્ઞમાં કરાયેલી હિંસા દેવતા આદિને પ્રસન્ન કરવાના પુષ્ટ આલંબનરૂપ હોવાથી વેદોક્ત હિંસાનું વિધાન કરવામાં આવ્યું છે. (टीका) इति परमाशङ्कय स्तुतिकार आह । नोत्सृष्टमित्यादि । अन्यार्थमिति मध्यवर्ति पदं डमरुकमणिन्यायेनोभयत्रापि सम्बन्धनीयम् । अन्यार्थमृत्सृष्टम्-अन्यस्मै कार्याय प्रयुक्तम्-उत्सर्गवाक्यम् , अन्यार्थप्रयुक्तेन वाक्येन नापोधते-नाषवादगोचरीक्रियते । यमेवार्थमाश्रित्य शास्त्रे त्सर्गः प्रवर्तते, तमेवार्थमाश्रित्यापवादोऽपि प्रवर्तते तयोनिम्नोभतादिव्यवहारवत् परस्परसापेक्षत्वेनैकार्थसाधनविषयत्वात् । यथा जैनानां संयमपरिपालनार्थ नवकोटिविशुद्धाहारग्रहणमुत्सर्गः। तथाविधद्रव्यक्षेत्रकालभावापत्सु च निपतितस्य गत्यन्तराभावे पश्चकादियतनया अनेषणीयादिग्रहणमपवादः। सेोऽपि च संयमपरिपालनार्थमेव । न च मरणकशरणस्य गत्यन्तराभावोऽसिद्ध इति वाच्यम् । "सव्वस्थ संनमं संजमाओ अप्पाणमेव रक्खिज्जा । मुच्चइ अइवायाओ पुणो विसोही नयाऽविरई" ॥ ત્યાગમત ||. (અનુવાદ) સમાધાન : (લેકમાં “જન્સાઈ પદને મક-મણિન્યાયે બન્ને બાજુ જોડવું) હવે સ્તુતિકાર ઉપર્યુક્ત શંકાનું સમાધાન કરતાં કહે છે કે : શાસ્ત્રમાં સામાન્ય અને અપવાદ વાક્યનો એકજ અર્થમાં પ્રયોગ કરવામાં આવે છે. પરંતુ ઉત્સર્ગવાય અન્ય કાર્ય માટે અને અપવાદ વાક્ય અન્ય કાર્ય માટે હોઈ શકતું નથી. કેમકે જે વિષયને આશ્રયીને ઉત્સર્ગ વિધિ પ્રવર્તે છે તે જ વિષયને આશ્રયીને અપવાદ વિધિ પ્રવર્તે છે. જેમ ઊંચ-નીચ વ્યવહાર પરસ્પર સાપેક્ષ હોવાથી એક પ્રજનનાં સાધક છે, તેમ સામાન્ય અને અપવાદવાકય પણ પરસ્પર સાપેક્ષ હોવાથી એક પ્રયજનનાં સાધક છે. જેમકે જૈનમુનિઓને સંયમ પાળવા માટે નવકેટ વિશુદ્ધ (હનન, પચન, અને કયણ-સ્વયં કઈ જીવની હિંસા કરવી નહીં, બીજા પાસે કરાવવી નહીં,
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy