SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ स्याद्वादमंजरी હવે ઉત્તરાર્ધની વ્યાખ્યા કરતાં કહે છે કે આ પ્રકારે અમારા સિદ્ધાંતની નિર્વિવાદપણે સિદ્ધિ થવા છતાં પણ તેઓ અભિમત આપ્તાભાસ (આસ નહીં પણ આપ્ત જેવા) પુરુષ વિશેષ દ્વારા પ્રકૃત તત્ત્વાભાસ વડે વ્યામોહિત(બ્રાત) થયેલા વૈશેષિક લેકે શરીરથી બહાર ભિન્ન દેશમાં પણ આત્મ તત્વને સ્વીકારે છે. અર્થાત આત્માને સર્વવ્યાપી માને છે. (અનાચાર શબ્દમાં જેમ ન સમાસ કુત્સિત અર્થમાં છે. તેમ અહીં પણ અતવવાદમાં રગ સમાસ કુત્સિત અર્થમાં છે.) __ (टीका) भावार्थस्त्वयम् । आत्मा सर्वगतो न भवति, सर्वत्र तद्गुणानुपलब्धेः । यो यः सर्वत्रानुपलभ्यमानगुणः स स सर्वगतो न भवति, यथा घटः । तथा चायम् । तस्मात् तथा । व्यतिरेके व्योमादि । न चायमसिद्धो हेतुः, कायव्यतिरिक्तदेशे तद्गुणानां बुदयादीनां वादिना प्रतिवादिना वाऽनभ्युपगमात् । तथा च भट्टः श्रीधरः-"सर्बगतत्वेऽप्यात्मनो देहप्रदेशे ज्ञातृत्वम् । नान्यत्र । शरीरस्योपभो. गायतनत्वात् । अन्यथा तस्य वैयादिति" ॥ (અનુવાદ) ભાવાર્થ આ પ્રમાણે છેઃ આત્મા સર્વવ્યાપી નથી. કેમકે આત્માના ગુણેની સર્વ ઠેકાણે ઉપલબ્ધિ નથી. જે પદાર્થના ગુણે સર્વત્ર દેખાતા નથી તે પદાર્થ સર્વ વ્યાપક હેતું નથી. જેમ ઘટના રૂપાદિ ગુણે સર્વત્ર દેખાતા નથી માટે ઘટ જેમ સર્વ વ્યાપી નથી, તેમ આત્માના ચૈતન્યાદિ ગુણે સર્વત્ર દેખાતા નથી માટે આત્મા પણ સર્વવ્યાપી નથી. (આ વ્યતિરેક વ્યાપ્તિ છે.) જે આત્મા સર્વવ્યાપી હોય તે તેના જ્ઞાનાદિ ગુણે પણ સર્વવ્યાપક હોવા જોઈએ. જેમ આકાશ સર્વવ્યાપક હોવાથી તેના ગુણે પણ સર્વવ્યાપક છે. માટે આત્મા સર્વવ્યાપી નહીં હોવાથી આત્માના જ્ઞાનાદિ ગુણે પણ સર્વવ્યાપક નથી. પ્રસ્તુત અનુમાનમાં “સર્વત્ર ગુણેની અનુપલબ્ધિ” હેતુ અસિદ્ધ નથી, કેમકે વાદી (જૈન) અને પ્રતિવાદી (વૈશેષિકાદિ) આત્માના જ્ઞાનાદિ ગુણે શરીરને છોડી અન્યત્ર સ્વીકારતા નથી. તેમજ શ્રીધર ભટ્ટે એ પણ કહ્યું છે કે આત્માનું સર્વવ્યાપકપણું હેવા છતાં પણ આત્મા શરીરદેશમાં રહીને જ પદાર્થોને જાણે છે. પરંતુ શરીરથી બહાર રહીને નહીં. કેમ કે શરીર એ ઉપભેગનું સાધન છે. જે શરીર ઉપભેગનું સાધન ન હોય તે તે વ્યર્થ થઈ જશે. આ ભટ્ટના કથનને અનુસારે પણ આત્માના જ્ઞાનાદિ ગુણે શરીરથી બહાર હોઈ શક્તા નથી, માટે ઉકત હેતુ અસિદ્ધ નથી. (टीका) अथास्त्यदृष्टमात्मनो विशेषगुणः । तच्च सर्वोत्पत्तिमतां निमित्तं सर्वव्यापकं च ? कथमितरथा द्वीपान्तरादिष्वपि प्रतिनियतदेशवर्तिपुरुषोपभोग्यानि कनकरत्नचन्दनाङ्गनादीनि तेनोत्पाद्यन्ते । गुणश्च गुणिनं विहाय न वर्तते । अतोऽनुमीयते सर्वगत आत्मेति । नैवम् । अदृष्टस्य सर्वगतत्वसाधने प्रमाणाभावात् । अथास्त्येव प्रमाणं वहरूप्रज्वलनं, वायोस्तिर्यपवनं चादृष्टकारितमिति चेत् । न । तयोस्तत्स्वभावत्वादेव तसिद्ध, दहनस्य दहनशक्तिवत् । साप्यदृष्टकारिता चेत्,
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy