SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ अन्ययोगव्य. द्वा श्लोक : ९ (અનુવાદ) જે દેશમાં પ્રત્યક્ષાદિ પ્રમાણથી ગુણ અનુભવમાં આવે છે, તે જ દેશમાં પદાર્થ હોય છે. પરંતુ અન્ય દેશમાં લેતા નથી. અહિં ‘કાકા’ એ ક્રિયાપદ અધ્યાહારથી ગમ્ય છે, અને “વી તેમાં જે એવકાર છે તે નિશ્ચય અર્થમાં છે. તેને સંબંધ ‘વ’ સાથે હોવાથી અન્ય દેશને વ્યવચ્છેદ (નિષેધ) કરે છે. તેમજ આ જ અને દષ્ટાંતથી સમર્થન કરતાં કહે છે કે જેમ ઘટાદિના રૂપાદિ ગુણે, જે સ્થળમાં પ્રતીત હોય છે તે જ સ્થળમાં ઘટાદિ પદાર્થો હોય છે, પરંતુ સ્વ ગુણોથી અતિરિક્ત સ્થાનમાં ઘટાદિ પદાર્થો હતા નથી. આ પ્રમાણે આત્માનાં ચેતન્યાદિ ગુણો શરીરમાં જ ઉપલબ્ધ હોય છે, પરંતુ બહાર હેતા નથી; તેથી આત્મા પણ શરીરમાં જ હોય છે, પણ શરીરથી બહાર નથી, અર્થાત પિતાના ચૈતન્યાદિ ગુણાને છેડીને આત્મા ભિન્ન દેશમાં રહેતા નથી. જો કે પુષ્પાદિ એક સ્થાનમાં રહેલાં હોવા છતાં પણ તેનો ગંધ ગુણ અન્યત્ર (અન્ય દેશમાં) ઉપલબ્ધ હોય છે (જણાય છે) તેથી દષ્ટ ગુણત્વ રૂપ હેતુમાં વ્યભિચાર નહીં આવે. કેમકે પુષ્પાદિમાં રહેલાં ગંધાદિનાં પુદ્ગલ સ્વભાવથી અથવા તે વાયુ વગેરેની પ્રેરણાથી ગમનશીલ હેવાને કારણે નાસિકા દેશ સુધી આવે છે માટે ઉક્ત કથન બાધા રહિત છે. કેમકે પ્રત્યક્ષ પ્રમાણથી જોયેલી વસ્તુમાં અસિદ્ધિની સંભાવના હોતી નથી. (टीका) ननु मन्त्रादीनां भिन्नदेशस्थानामप्याकर्षणोच्चाटनादिको गुणो योजनशतादेः परतोऽपि दृश्यत इत्यस्ति बाधकमिति चेत् । मैवं वोचः । स हि न खलु मन्त्रादीनां गुणः, किन्तु तदधिष्ठातृदेवतानाम् । तासां चाकर्षणीयोचाटनीयादिदेशगमने कौतस्कुतोऽयमुपालम्भः । न जातु गुणा गुणिनमतिरिच्य वर्तन्त इति । अथोत्तरार्द्ध व्याख्यायते । तथापीत्यादि । तथापि एवं निःसपत्नं व्यवस्थितेऽपि तत्त्वे । अतत्त्ववादोपहताः । अनाचार इत्यत्रैव नगः कुत्सार्थत्वात् । कुत्सिततत्त्ववादेन तदभिमताप्तभासपुरुषविशेषप्रणीतेन तत्त्वाभासप्ररूपणेनोपहताः-व्यामोहिताः । देहाद् बहि-शरीरव्यतिरिक्तेऽपि देशे, आत्मतत्त्वम्-आत्मरूपम् , पठन्ति शास्त्ररूपतया प्रणयन्ते । इत्यक्षरार्थ: ॥ (અનુવાદ) શંકા-મંત્ર આદિ ભિન્ન દેશમાં રહેલા હોવા છતાં પણ સેંકડો યજન દૂર તેનાં આકર્ષણ, ઉચ્ચાટન આદિ ગુણે દેખાય છે, તેથી જ્યાં ગુણ હોય છે ત્યાં જ પદાર્થ હોય તેવું આપનું કથન બાધાવાળું છે, * સમાધાન–એમ કહેવું તે ઠીક નથી. કેમ કે આકર્ષણ, ઉચ્ચાટન આદિ ગુણ તે મંત્રના નથી પરંતુ મંત્રના અધિષ્ઠાતા દેવાના છે. તે અધિષ્ઠાતા દેવે સ્વયં આકર્ષણ, ઉચાટન આદિ ગુણોથી પ્રભાવિત સ્થાનમાં જાય છે માટે પૂર્વોક્ત ઉપાલંભ ઠીક નથી, કેમ કે જ્યારે પણ ગુણ ગુણી દેશને છોડીને અન્ય દેશમાં રહેતા નથી.
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy