SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ स्याद्वादमंजरी (टीका) अपि च भोस्तपस्विन् , कथञ्चिदेषामुच्छेदोऽस्माकमप्यभिमत एवेति मा विरूपं मनः कृथाः । तथाहि । बुद्धिशब्देन ज्ञानमुच्यते । तच्च मतिश्रुतावधिमनःपर्यायकेवलभेदात् पश्चधा । तत्राद्यं ज्ञानचतुष्टयं क्षायोपशमिकत्वात् केवलज्ञानाविर्भावकाल एव प्रलीनम् । “नटुंमि य छाउमथिए नाणे" इत्यागमात् । केवलं तु सर्वद्रव्यपर्यायगतं क्षायिकत्वेन निष्कलङ्कात्मस्वरूपत्वाद् अस्त्येव मोक्षावस्थायाम् , मुख तु वैषयिकं तत्र नास्ति । तद्धेनोवेदनीयकर्मणोऽभावात् । यत्तु निरतिशयक्षयमन पेक्षमनन्तं च सुखं तद् बाढं विद्यते । दुखस्य चाधर्ममूलत्वात् तदुच्छेदादुच्छेदः ॥ -- : (અનુવાદ) હે તપસ્વી, આપ નિરાશ ન થાઓ, કેમકે મેક્ષમાં બુદ્ધિ આદિ ગુણેનો કથંચિત ઉચ્છેદ તે અમે પણ માનીએ છીએ. તે આ પ્રમાણે બુદ્ધિ એટલે જ્ઞાન, તે જ્ઞાન મતિ, શ્રત, અવધિ, મન:પર્યાય અને કેવલ એમ પાંચ પ્રકારે છે. તેમાં મતિ શ્રત, અવધિ અને મન:પર્યાય એ ચાર જ્ઞાન તે ક્ષાપશમિકભાવનાં હેય છે. કેમકે તે જ્ઞાનાવરણીય કર્મના કંઈક ક્ષય અને ઉપશમથી જન્ય છે. તેથી તે લાપશમિક જ્ઞાને કેવલજ્ઞાનની ઉત્પત્તિ સમયે નષ્ટ થઈ જાય છે. કહ્યું પણ છે કે છાઘસ્થિક જ્ઞાન નષ્ટ થએ છતે કેવલજ્ઞાન ઉત્પન થાય છે.' (જ્ઞાનાવરણીય, દશનાવરણીય, વેદનીય, મોહનીય આયુ, નામ, ગોત્ર અને અંતરાય તે રૂપ આઠે કર્મો જેને વિદ્યમાન હોય તે છઘસ્થા કહેવાય છે. અને જ્ઞાનાવરણીય કર્મના ક્ષેપશમથી ઉત્પન્ન થયેલા જ્ઞાનને છાસ્થિક જ્ઞાન કહે છે. અને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરોય, તે રૂ૫ ઘાતી કર્મના સંપૂર્ણ ક્ષયથી ઉત્પન્ન થએલું જ્ઞાન તે ક્ષાયિકભાવનું હોવાથી તે કેવલ જ્ઞાન કહેવાય છે.) અને તે કેવલજ્ઞાન સર્વ પ્રકારના દ્રવ્ય અને પર્યાયને જાણવાવાળું હોય છે, તેવા પ્રકારનું નિર્મલ કેવળ જ્ઞાન જ મેક્ષ અવસ્થામાં હોય છે. મોક્ષાવસ્થામાં વૈષયિક સુખને સંભવ જ હેત નથી, કેમકે વૈષયિક સુખના કારણરૂપ વેદનીય કર્મનો ત્યાં અભાવ હોય છે. આ કર્મના સંપૂર્ણ ક્ષયથી ઉત્પન્ન થયેલું નિરતિશય, અક્ષય, અનપેક્ષ છે અને અનંત સુખ જ મોક્ષમાં વિદ્યમાન છે, જેથી દુઃખનું કારણ અધર્મ, અને તે અધર્મને સમૂલ નાશ થવાથી મેક્ષમાં દુઃખને લેશ માત્ર પણ નથી. __ (टीका) नन्वेवं सुखस्यापि धर्ममूलत्वाद् धर्मस्य चोच्छेदात् तदपि न युज्यते । "पुण्यपापक्षयो मोक्षः" - इत्यागमवचनात । नैवम् । वैषयिकमुखस्यैव धर्ममूलत्वात् भवतु तदुच्छेदः न पुनरनपेक्षस्यापि मुखस्योच्छेदः । इच्छाद्वषयोः पुनर्मोहभेदत्वात् तस्य च समूलकार्ष कषितत्वादभावः। प्रयत्नश्च क्रियाव्यापारगोचरो नास्त्येव, कृतकृत्यत्वात् । वीर्यान्तरायक्षयोपनतस्त्वस्त्येव प्रयत्नः, दानादिलब्धिवत् । न च क्वचिदुपयुज्यते, कृतार्थत्वात् । धर्माधर्मयोस्तु पुण्यपापरपर्यायोरुच्छेदोऽस्त्येव । तदभावे मोक्षस्यैवायोगात् । संस्कारश्च मतिज्ञानविशेष एव । तस्य च
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy