SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ अन्ययोगव्य, द्वा. श्लोक : ८ તેથી મુમુક્ષુઓએ એવા પ્રકારનાં સુખને ત્યાગ કરવાની ઈચ્છા કરવી એ વ્યાજબી છે; પરંતુ અવિનાશી સુખની ઇચ્છાવાળાઓ માટે જ સાંસારિક સુખ ત્યાજ્ય છે ! કેમ કે સંસારમાં પણ વિષયની નિવૃત્તિથી ઉત્પન્ન થએલું સુખ અનુભવ સિદ્ધ છે. તેથી જે સંસારની અપેક્ષાએ મોક્ષમાં વિશિષ્ટ પ્રકારનું સુખ ના હોય તે મોક્ષ પણ દુઃખરૂપ જ થશે અને તેથી મોક્ષ માટેની પ્રવૃત્તિ પણ થઈ શકશે નહીં. તેમ જ એક પાત્રમાં રહેલા વિષ (ઝેર) અને મધને ત્યાગ કરાય છે, તે પણ વિશેષ સુખની ઇચ્છાથી કરાય છે. વળી જેમ પ્રાણીઓને સાંસારિક અવસ્થામાં સુખ ઈષ્ટ અને દુઃખ અનિષ્ટ છે તેમ મોક્ષમાં પણ દુઃખની નિવૃત્તિ(અભાવ) ઈષ્ટ છે. અને સુખનો અભાવ અનિષ્ટ છે. આથી મોક્ષમાં જે જ્ઞાન અને આનંદનો અભાવ હોય તે તેવા પ્રકારના મોક્ષમાં બુદ્ધિમાનની પ્રવૃત્તિ ન થવી જોઈએ. પરંતુ પ્રેક્ષાવાની પ્રવૃત્તિ તે મોક્ષમાં થતી દેખાય છે. તેથી સિદ્ધ થાય છે કે મોક્ષ એ જ્ઞાન અને સુખના સંવેદન રૂપ છે. (टीका) अथ यदि सुखसंवेदनकस्वभावो मोक्षः स्यात् तदा तद्रागेण प्रवर्तमानो मुमुक्षुर्न मोक्षमधिगच्छेत् । न हि रागिणां मोक्षोऽस्ति रागस्य बन्धनात्मकत्वात् । नैवम् । सांसारिकसुखमेव रागो बन्धनात्मकः विषयादिप्रवृत्तिहेतुत्वात् ।। मोक्षसुखे तु गगः तनिवृत्तिहेतुत्वाद् न बन्धनात्मकः । परां कोटिमारूढस्य च • स्पृहामात्ररूपोऽप्यसौ निवर्तते "मोक्षे · भवे च सर्वत्र निःस्पृहो मुनिसत्तमः" इति वचनात् । अन्यथा भवत्पक्षेऽपि दुःखनिवृत्त्यात्मकमोक्षाङ्गीकृतौ दुःखविषय कषायकालुष्य केन निषिध्येत । इति सिद्धं कृत्स्नकर्मक्षयात् परमसुखसंवेदनात्मको मोक्षो, न बुद्धयादिविशेषगुणोच्छेदरूप इति ।।.. ( અનુવાદ ) શંકા : જે જ્ઞાન અને સુખસ્વરૂપ મોક્ષ હોય તે મુક્તિમાં રાગભાવથી પ્રવર્તતા એવા મુમુક્ષુઓને કયારે પણ મોક્ષ થઈ શકશે નહીં. કેમકે રાગ એ બંધન સ્વરૂપ હોવાથી રાગી પુરૂષને મેક્ષની પ્રાપ્તિ થઈ શકતી નથી. સમાધાન : એમ કહેવું એ ઠીક નથી, કેમકે સાંસારિક સુખનો રાગ એ વિષય પ્રવૃત્તિનું કારણ હોવાથી તે રાગ બંધનસ્વરૂપ છે; પરંતુ મોક્ષના સુખ પ્રત્યેનો અનુરાગ તે વિષય પ્રવૃત્તિનું કારણ નહીં હોવાથી તે રાગ બંધન સ્વરૂપ નથી. તેમજ પરાકાષ્ઠાએ પહોંચેલા પરમર્ષિઓને તે મોક્ષની પૃહા માત્ર પણ હોતી નથી, કહ્યું છે કે ઉત્તમ મુનિ મોક્ષ અને સંસાર, ઉભય અવસ્થામાં નિઃસ્પૃહ હોય છે.” જે આવા પ્રકારના મોક્ષના રાગને પણ બંધનસ્વરૂપ કહેતા હોય તે તમે સ્વીકારેલ દુઃખાભાવ રૂપ મોક્ષને પ્રાપ્ત કરવા માટે મુમુક્ષુઓને દુઃખ પ્રત્યે અણગમો કેનાથી નિવારી શકાશે ? અર્થાત મુમુક્ષુઓ દુઃખની નિવૃત્તિને માટે જ પ્રયત્ન કરનારા હોય છે. તેથી તેઓને પણ કદાપિ મેક્ષ થશે નહીં. આથી સિદ્ધ થાય છે કે સંપૂર્ણ કર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલ પરમ સુખ અને જ્ઞાન સ્વરૂપ મોક્ષ જ યુક્તિયુક્ત છે. પરંતુ બુદ્ધિ આદિ વિશેષ ગુણેના ઉચ્છદ સ્વરૂપ મેક્ષ નથી.
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy