SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણમીમાંસા /૧/૧/૨૧ ૭૫ ६ ८१. द्रव्येन्द्रियाणामपि परस्परं स्वारम्भकपुद्गलद्रव्येभ्यश्च भेदाभेदद्वारानेकान्त एव युक्तः पुद्गलद्रव्यार्थादेशादभेदस्य पर्यायार्थादेशाच्च भेदस्योपपद्यमानत्वात् । ६८२. एवमिन्द्रियविषयाणां स्पर्शादीनामपि द्रव्यपर्यायरूपतया भेदाभेदात्मकत्वमवसेयम्, तथैव निर्बाधमुपलब्धेः। નથી. (નૈયા.ની અપેક્ષાએ તો મન અણુ જ હોવાથી બધાની સાથે યુગપ૬ જોડાવાની શકયતા નથી) તો પછી મન પણ સંકલન કેવી રીતે કરી શકે ? એટલે એમ માનવું પડે કે ભિન્ન ભિન્ન કાળે કરેલું જ્ઞાન હોય તે એક ઠેકાણે કયાંય સંઘરાઈ જાય છે માટે સંકલન થાય છે, હવે જો ઈદ્રિયો અને આત્મા બિન હોય તો આત્મામાં આ જ્ઞાન પહોંચી જ ન શકે, માટે ઈક્રિય અને આત્મા વચ્ચે ભેદભેદ માનવો જોઈએ. સંઘરાયેલજ્ઞાન આંતર વિષય હોવાથી તેમાં પછી તે તે ઈદ્રિયની સહાય જરૂરી નથી, તેથી મન એ બધા જ્ઞાનનું સંકલન કરી શકશે)]. ૮૧. આ તો ભાવ ઇન્દ્રિયની વાત થઈ; વળી દ્રવ્ય ઈદ્રિયમાં પણ પરસ્પર દ્રવ્યની અપેક્ષાએ અભેદ રહેલો છે. એટલે કે આત્મા દ્વારા આહાર રૂપે ગૃહીત પુગલો હોય તેમાંથી જે ઈદ્રિય યોગ્ય પુલ હોય તેમાંથી જ બધી ઇન્દ્રિયની રચના થાય છે અને પુષ્ટિ થાય છે. એમ બધાનું પુદ્ગલ દ્રવ્ય એક હોવાથી અભેદ અને આકાર, વિષય ગ્રાહક યોગ્યતા ઈદ્રિયની રચના વગેરે પર્યાયની અપેક્ષાએ ભેદ રહેલ છે. જેમ કાનમાં શબ્દ ગ્રહણ કરી શકે તેવો કર્ણપટલ પર્વો હોય છે, આંખમાં કાળી કીકી હોય છે ઈત્યાદિ ફેરફાર રહેલો છે. ૮૨. એ પ્રમાણે ઈદ્રિયના વિષયભૂત સ્પર્શ વગેરે છે, તેમાં પણ ભેદભેદ રહેલો છે. જે કેરીનો સ્પર્શ કરો તે મૃદુ ઉષ્ણ હોય, અને વર્ણ પીળો હોય ગંધ ગમે એવી, સ્વાદ-મધુર હોય આ બધા પર્યાયો ભિન્ન ભિન્ન છે. કારણ કે દરેકની અસર જીવ ઉપર ભિન્ન રૂપે પડે છે અને દરેકનું જુદુ જુદુ જ્ઞાન પણ થાય છે. અભિન્ન વસ્તુનું જુદી જુદી અસર થવી ને ભિન્ન ભિન્ન જ્ઞાન થવું શકય જ નથી. માટે ભેદ પણ માનવો. જ્યારે તે બધા જ પર્યાયો એક જ કેરીનાં હોવાથી અભેદ પણ રહેલો છે. એટલે જ તો અંધારમાં કેરીના રસાસ્વાદથી તેના વર્ણનું અનુમાન કરવું શક્ય અને પ્રામાણિક બને છે . ૧ બધી ઈદ્રિયો એક જ આત્મામાં તાદાભ્ય સંબંધથી રહે તે એકદ્રવ્યતાદાભ્ય આ ભાવેન્દ્રિયની વાત છે, એટલે કે પાંચ પ્રકારના વિષયનું થતું જ્ઞાન તેના કરણ તરીકે તે તે ઈદ્રિય સંબંધી મતિજ્ઞાનાવરણીયના ક્ષયોપશમ જન્ય શક્તિ છે, તે અહીં પર્યાયરૂપે છે. કારણ કે જે ઈદ્રિય સંબંધી ક્ષયોપશમ હોય ત્યારે તેના વિષયનું જ્ઞાન સારી રીતે સ્પષ્ટ થાય અને અન્યનો મંદ ક્ષયોપશમ હોય તો તેમના વિષયનું જ્ઞાન અસ્પષ્ટ થાય છે. એટલે આવી શક્તિ (પર્યાય)ની અપેક્ષાએ એ પાંચ ભાવેજિયમાં ભેદ છે અને તે બધી જ શક્તિ એક જ આત્મદ્રવ્યમાં રહેલી હોવાથી અભેદ પણ છે, આ કથન પરસ્પર ઈદ્રિયને આશ્રયી થયું. અને શક્તિ એ ગણપર્યાય છે તે દ્રવ્ય-આત્માથી કથંચિત્ ભિન્ન મનાય છે કા.કે. ત્યાં સંજ્ઞા-નામ સંખ્યા વિગેરેનાકારણે ભેદ જોવા મળે છે. આત્માને જીવ કહેવાય પણ તેને સ્પર્શન વિ. નામ થોડુ અપાય? વળી આત્મા તો એક છે, આ તો અનેક છે. પણ આ આત્માનો ગુણ આત્માથી જુદો હોઈ ન શકે, અન્યથા એક વિવક્ષિત આત્મામાં તે શાન ઉત્પન્ન કરવું અને આત્માદ્વારા તે જ્ઞાનનું સંકલન સંભવી ન શકે. આ યુકિતથી આત્મા અને ઈદ્રિયોનો ભેદભેદ દર્શાવ્યો.
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy